________________
- ૫૧૪
જૈન કૅન્ફરન્સ હૈરલ્ડ.
આપણી જરૂરીયાત થોડી છે તેથી જે મળે તેમાં સંતોષ માનીએ છીએ. એક રીતે એ વાત સારી છે કે આત્મામાં અતિ તૃષ્ણાને અભાવ હોવાથી આપણે તે રીતે સુખી રહીએ છીએ પણ જમાનો જુદા પ્રકારનું છે. દેશકાળને અનુસરીને વર્તવું જોઈએ તેથી વ્યાપારની રીતે વ્યાપાર કરશે તે જરૂર લાભ થશે. આજે કઈ માણસ સમતા રાખી ગાડીની મુસાફરી કરતો દેશમાંથી મુંબઈ આવે તે તેને લોકે ગાંડ કહેશે, તેજ પ્રમાણે બીજી પ્રજા કરોડ રૂપિયાની થાપણ ભેગી કરી રેલવે કંપની, સ્ટીમર કંપનીઓ ચલાવે છે અને તેમાં કરોડો રૂપિયા મેળવે છે કે જે આપણા ધનાઢયે તેવું ન કરી શકે તે પણ પિતાને પડતા દુઃખને વિચાર કરી પિતાને તેવું દુઃખ ઓફીસે તરફથી ન પડે તેટલું પણ ઘણું ઘણી વખત દુઃખને અનુભવ થયા છતાં કાંઈ પણ કરી શકતા નથી એ ખેદ ની વાત છે. હજુ પણ જાગ્યા ત્યાંથી સવાર એમ ગણી કંપની કરવામાં આવશે તો તેનાથી નાણાનું વ્યાજ મળવા ઉપરાંત પુષ્કળ કમાણ થશે.
આ વિષય જેમને ઉપયોગી છે તેમાંના ઘણા બંધુઓ માત્ર લક્ષ્મીના આરાધક હેવાથી આ વિષય વાંચવા તસ્તી લે તેમ સંભવ ઓછો છે અને જે મિત્રોને સરસ્વતી દેવીની ઉપાસના નથી. એટલે કે માત્ર ગુજરાતી ત્રીજી ચોથી ચોપડીનું જ્ઞાન પણ ન હોય તેવાને આ વિષયમાં પ્રવેશ શાને થાય? મેં એક કરોડની થાપણવાળી કંપની કરવાની હીલચાલ કરી હતી, પણ તેમાં આગેવાની ભર્યો ભાગ લેનારના મન ફરી ગયા. તેથી એ વાત પડી ભાગી છતાં પણ કોઈ સારા વિદ્વાન અને ધનવાન આ કામ કરવાનું ઉપાડે તે મારી નિષ્ફળતાથી તેમને ડરવાનું નથી. વિમાન બનાવવાના સાહસમાં લાખો રૂપિયા અને સેંકડો માણસને નાશ થયો ત્યારે એ વાત સિદ્ધ થઈ અને આજે આપણે જોઈએ છીએ કે દરેક રાજ્ય પોતાના લશ્કરમાં વિમાને અને વિમાન ઉડાવનારાની સારી સંખ્યા રાખી છે. આ કામમાં તેવું કાંઈ નથી. માત્ર ખંત અને લાગવગથી કામ કરવામાં આવે તે જરૂર જોદતી થાપણ ભેગી કરી શકાશે અને જે એકને શાવી આવી તે આપણું રીવાજ પ્રમાણે તેવા સાહસ કરનાર ઘણું મળશે અને આમ થશે તે પણ દેશને લાભ છે. પ્રસંગોપાત આટલું કહી આ વિષય અત્રે બંધ કરી પ્રવાળ સંબંધી હકીકત હવે પછી આપી અનુક્રમે નવે ગ્રહ સંબંધી કહેવામાં આવશે.
અધુરું. ઝવેરી માણેકલાલ ઘેલાભાઇ.
આ વિષય પર્યુષણ અંકમાં પ્રગટ થવા આવ્યું હતું અને જે છે તે અપૂર્ણ હતું. છતાં પર્યુષણ અંક તે વખતે તૈયાર થઈ ન ગયા હતા તે અમે તેને જરૂર તે અંકમાં સ્થાન આપત. લેખક મહાશય ક્ષમા કરશે અને હવે પછી પિતાને ઉપયોગી વિષય વિસ્તારપૂર્વક લંબાવવા કૃપા કરશે; ઉપયોગી એટલા માટે કહીએ છીએ, કે સાક્ષર શ્રી રણજિતરામ વાવાભાઈએ ઉક્ત પર્યુષણ અંકના પૃષ્ઠ ૩૫૮મે યોગ્ય જ કહ્યું છે કે “મોતીને વેપાર ઘણા
ન ઝવેરીઓ કરે છે લંકાનાં મતી લેવા વિલાયતમાં વેપારીઓની “સીંડીકેટ' થઈએમને ધ એમના હાથમાંથી પડાવી લીધો ત્યાં સુધી એવી રીતે જોડાઈ વેપાર એક હાથે કરવાનું કેમ જેને ન સૂઝયું? કારણ કેળવણીની ખામી અને તે દ્વારા દુનિયાનું હાલનું બંધારણ કેવું છે તે પારખવાની અશક્તિ.”