________________
૫૦૨
જૈન કન્યરન્સ હૈ.
*****
*
****
અન્વયાદિ કેટલા થયાં?, ૧૨ કયા કારણથી તેમાં મતવિભિન્નતા થઈ?, ૧૩ કઈ કઈ ભાષાઓમાં જેનસાહિત્ય અવતીર્ણ થયું અને ૧૪ આ સમયે જેનધર્મ, જૈન સાહિત્ય અને જૈન જાતિની શું અવસ્થા છે ઈત્યાદિ વાતનો સમાવેશ થવો જોઈએ. આનું સંપાદન કરવું એ એતિહાસિક તત્વોના મર્મજ્ઞ અને નાના ભાષાઓના જ્ઞાતા વિદ્વાનનું કાર્ય છે. આથી ઉપયુક્ત સાધનની બહુ જરૂર છે.
જેનીઓને જેવી ઇતિહાસની જરૂર છે તેવા ઇતિહાસની પૂતિ હાલ નહિ બને-ધીમે ધીમે સમય જતાં થશે. હાલતે આપણામાં આ વિષયની ચર્ચાને જ આરંભ થયે છે. દશવીસ વર્ષમાં જ્યારે આ વિષયની વધારે પૂર્ણ અભિરૂચિ થશે, જ્યારે વિદ્વાનો દ્વારા આ વિષય સંબંધે સેંકડો જુદા જુદા લેખ પ્રકાશિત થશે, જ્યારે અપ્રકાશિત અને અપ્રાપ્ય ગ્રંથ છપાવી પ્રકાશિત થશે, જ્યારે પઠને પાકન થવા લાગશે ત્યારે કોઈને કોઈ સારા વિધાનધારા અને સંગ્રહ થઈ શકશે.
દિગંબર સંપ્રદાયમાં આવા ગ્રંથો થવા લાગ્યા છે એટલું જ નહિ પરંતુ સ્વ. બાબુ દેવકુમારજીના જેન સિદ્ધાંત-ભવનની તરફથી કેવલ ઐતિહાસિક વિષયોની ચર્ચા કરતું એક સ્વતંત્ર પત્ર પણ પ્રકાશિત થવા લાગ્યું છે. શ્વેતાંબરીઓ જેનઈતિહાસના ઉદ્ધાર કાર્યમાં ક્યારે ભાગ લેશે?
શ્રી નથુરામ પ્રેમીએ પતે અંગ્રેજી સાહિત્યથી અનભિજ્ઞ હેવા છતાં ઘણી કુશલ કલાથી, અને એક ખરા શોધક તરીકે-નિર્ણયકાર તરીકે આ ગ્રંથ લખે છે તેથી તેમણે પિતાની વિદ્વતા અચૂક સિદ્ધ કરી છે અને તે માટે અમે પુનઃ ધન્યવાદ આપીએ છીએ.
સત્ય-તંત્રી રા. રા. મોતીલાલ ત્રિભુવનદાસ દલાલ. હાઈટ વકીલ મુંબઈ પ્રસિદ્ધકર્તા વિઠલભાઇ આશારામ ઠક્કર. પૃ. ૪૬–૪૮ વાર્ષિક લવાજમ રૂ. ૨-૩-૦ પિસ્ટેજ સાથે. ] આ માસિકને બીજું વર્ષ ચાલે છે અને જીફામ જેટલા કદનું ઉપયોગી વિષયોથી ખીચોખીચ આ માસિક જનસમાજની ઉત્તમ સેવા બજાવે છે એ વાત નિઃસંદેહ છે. તંત્રી એક વિદ્વાન ગ્રેજ્યુએટ મહાશય છે, અને ધર્મમાં આર્યસમાજી હવા છતાં તે પ્રત્યે પક્ષપાત જ ન રાખતાં દરેક વિષય સત્યની દષ્ટિએ મધ્યસ્થપણે ચર્ચાય તેમાં માસિકનું ગૌરવ સમજે છે; પરંતુ આર્યસમાજીમાં દેખાતો લાક્ષણિક જુસ્સો, ઉછાળો રંગ, શૌર્યને ઝળકાટ બહુ દેખાવ આપે છે. આમક રવા જતાં સ્થિતિચુસ્તતા પર સજા ફટકે મારવાની સાથે ઘણી વખત કટુતા, ઉપહાસ્ય, અને મીઠી મશ્કરી થઈ જાય છે એ ગભીરતામાં ઉણપ સૂચવે છે. આના ઉદાહરણમાં ફેબ્રુઆરીના અંકમાં જુનાગઢ અને ગિરનારનું વર્ણન” એ વિષયમાં સિદ્ધરાજ જયસિંહના એક દાધિપતિ (સુબા) શ્રી સજજન મંત્રીએ સૌરાષ્ટ્ર દેશની ૩ વર્ષની મહેસૂલ પહેલાં રાજાને પૂછ્યા વગર ગિરનાર પરના ભવ્ય દેરાસરે બાંધવામાં વાપરી તે માટે તંત્રી પોતે કહે છે કે –
એ (મંત્રી) ધર્મધ જૈન હતા. આપણા અસલી રાજાઓ કેવા ભેળીયા ભગત હશે તેને તે મુંબઈના બારમાં આવતા રજવાડાના માનમાં બ્રીટીશ સરકાર તરફથી ફુટતી તેપનું બીલ તે રજવાડાને ચુકવવું પડે છે એ પ્રકારના વર્તમાન યુગમાં ખ્યાલ પણ આવવો કઠીન છે–વળી મથાળું “કેના બાપની દીવાળી” કર્યું છે.
આવા કેટલાક દાખલા મળી શકશે. પરંતુ તેમાં અમે ઉતરવા માંગતા નથી. એકંદરે લેબો, ઘણા વિચારશીલ આવે છે. વિષયો પણ વિધવિધ ઈ-ધાર્મિક, સાંસારિક, વૈજ્ઞાનિક,