________________
૫૦૧
સ્વીકાર અને સમાલોચન. મના પ્રસિદ્ધ દિગંબરીય પાક્ષિક પત્રના ઉપહાર તરીકે અપાયેલ છે. આમાં સમર્થ દિગંબર પ્રાચીન વિદ્વાન મુનિઓ નામે જિનસેન, આશાધર, અમિતગતિ, વાદિરાજ, મલ્લિણ અને સમંતભદ્ર એ છનાં અનુક્રમે ઐતિહાસિક દષ્ટિથી તેમજ અન્ય પ્રમાણથી ચરિત્ર આપેલ છે. પરંતુ તેઓના કાલ નિર્ણય પ્રમાણે સામંતભદ્ર, જિનસેન, વાદિરાજ સુરિ, અમિતગતિ અને આશાધર એવા ક્રમમાં આપવામાં આવ્યા હતા તે ઘણું યોગ્ય થાત. જેના ઇતિહાસ ઘણો અપૂર્ણ સ્થિતિમાં છે. આના કારણો એ છે કે અત્યાર સુધીમાં કેઈએ તે પર ધ્યાન આપ્યું નથી, પ્રાચીન પુરૂષોએ પોતાનાં ચરિત્ર કે ઈતિહાસ મૂકી જવાની દરકાર કરી નથી, તે સંબંધી સ્વતંત્ર ગ્રંથનો અભાવ છે. આથી જૈનોએ તેમજ જૈન ધર્મ સમગ્ર જગતના ધાર્મિક કે નૈતિક વિકાસમાં તેમજ તવજ્ઞાનમાં કે રાજ્યપ્રકરણમાં શું આગળ પડતે ભાગ ભજવ્યો છે, કેટલો અપૂર્વ ફાળો આપ્યો છે અને કેટલી મહાન અસર કરી છે તેનું દિગ્દર્શન કિંચિત રૂપરેખારૂપે પણ જગતને આપણે કરાવી શક્યા નથી. એ આનંદને વિ. વય છે કે હવે જેને ઈતિહાસ તરફ કેટલાક જૈન વિદ્વાનોનું લક્ષ ગયું છે અને આના ૫ રિણામે તે ઈતિહાસનાં પ્રકરણો–ખૂટતા મકડા-નાની નાની સાંકળા ભેગી થતી જાય છે અને એવો સુદિન આવશે કે અખ્ખલિત પ્રવાહમાં આપણે જેને ઇતિહાસ રજુ કરી શકીશું આ નાની નાની સાંકળો પૂરી પાડવાંનાં સાધને–ગ્રંથની પ્રશસ્તિઓ, શિલાલેખો, ચરિતાનું
ગ, પદાવલીઓ વગેરે છે. આ સાધનની પૂર્ણ સહાય લેઈને શ્રી નથુરામ પ્રેમી અથાગ પરિશ્રમ કરી તેનાં પરિણામ પિતાના જનહિતૈષી પત્રમાં કર્નાટક કવિ” વગેરે વગેરે મને થાળાથી આવે છે એ સુવિદિત છે, અને આ ચરિત્રે પણ તે પત્રમાં છુટક છુટક આપેલ છે તે અહીં સંગ્રહીત કરવામાં આવ્યા છે. વળી બીજા ભાગમાં ઉમાસ્વાતિ, કુંદકુંદાચાર્ય - ગેરેનાં ચરિત્ર પ્રકાશ કરવાની લેખકની ધારણાને ધન્યવાદ ઘટે છે. આ ગ્રંથ શ્વેતાંબરીએમાં એક પણ નથી જાણી ખેદ થાય છે, અને આશા છે કે આને ધડ લઈ તેઓમાંને કઈ વિદ્વાન આવું કાર્ય ઉપાડી લેશે. આને માટે તેઓએ જે કરવા જેવું છે તે એ છે કે તેના વિધવિધ ગચ્છોની જે જે પદાવલીઓ છે તે એમને એમ શુધરીતે છપાવવી અને પછી ગુર્નાવલી, પ્રભાવક ચરિત્ર, પ્રબંધ ચિંતામણિ, ચતુર્વિશતિ પ્રબંધ આદિ જે છપાયેલાં છે તેની સહાય લેવી. તે ઉપરાંત દરેક પુસ્તકની પ્રશસ્તિઓ, શિલાલેખ, વગેરે જે જે એતિહાસિક સાધન છે તે પ્રગટ કરવાં. આ માટે કર્તા મહાશય પ્રસ્તાવનામાં લખે છે તે પર ખાસ લક્ષ આપવું ઘટે છે
જૈનીઓના ઈતિહાસના બે મુખ્ય ભાગ છે. ૧ ૩પભદેવ ભગવાનથી લઈ છેલ્લા મહાવીર પ્રભુના નિર્વાણ સુધી, અને ૨. નિર્વાણથી લઈ વર્તમાન સમય સુધી આ માનો પહેલો ભાગ જે આપણુ પુરાણથી શૃંખલાબધ્ધ રક્ષિત છે, પરંતુ બીજો ભાગ બીલકુલ અંધારામાં છે. આ ભાગને શૃંખલાબધ્ધ કરી લખવાની જરૂર છે. આ બીજા ભા. ગમાં ૧ મહાવીર પ્રભુના નિર્વાણ સમયે જૈનધર્મની અવસ્થા શું હતી ?, ર બીજા ક્યા ક્યા ધર્મ હતા ?, ૩ અને કેવી અવસ્થામાં હતા? ૪ કોણ કોણ જેની રાજા હતા?, ૫ કેણું કોણ દેશમાં જૈન ધર્મને પ્રચાર હતો?, ૬ જૈન સાહિત્ય અને મુનિઓના સંઘ કેવી અવસ્થામાં હતા ?, ૭ બીજા ધર્મોપર તેને શું પ્રભાવ પડયો ? “પછી ક્યાં સુધી જૈન ધર્મની ઉતિ રહી અને કેવી રીતે તેની અવનતિને આરંભ થયો ?, ૮ અવનતિ થવાનાં કારણ શું હતાં ?, ૧૦ સંઘભેદ ક્યારે અને કેમ થયા?, ૧૧ સાંપ્રદાયિક ભેદ, ઉપભેદ. ગણ, ગચ્છ,