________________
૪૮૮
જૈન કૅન્ફરન્સ હેરલ્ડ. એવી જ રીતે મધ્યકાળમાં આર્યાવર્તમાં જૈન મતને રાજ્યસત્તા દ્વારા પણ સન્માન મળતું હતું; તે કાળમાં જૈન મુનિ મહારાજે, અને સાધુપુરૂ દ્વારા અનેક ઔષધી પ્રગાના અનુભવ થઈ તેની નૈધના ગુટકા, પ્રાચીન ગ્રંથ, અને મુનિવરધારા ખાસ રચાયેલા ગ્રંથોને ઘણેજ સંગ્રહ થયેલો છે.
સાહિત્યના અનેકવિભાગ જેન તત્વાનુયાયીઓ દ્વારા જેમ સંરક્ષણ અને વૃદ્ધિને પામ્યા છે તેમ વૈદ્યક સાહિત્યમાં પણ થયેલ છે. ખરેખર, આર્યપ્રદેશના પ્રાચીન સાહિત્યના સંરક્ષણ અને વૃદ્ધિમાં જૈન ધર્મ એક અતિ અગત્યને અને મહત્વને ભાગ લીધો છે. અને તે માટે સમગ્ર ભારતવર્ષની સાહિત્યપ્રેમી પ્રજા તેમના આભાર તળે છે.
આવા શાંતિના સમયમાં, આગળ વધવાના યુગમાં, પ્રત્યેક ધર્મનુયાયીઓ કમેક્રમે મતમતાંતરને દુરાગ્રહ ત્યાગ કરી સમાનભાવના એકતપર આવતા જાય છે તેવા વખતમાં અને પાશ્ચાત્ય પ્રદેશના વિદ્વાન શોધકેદાર એલેપથી, હેમયોપેથી, બાયોકેમીસ્ટી, નેપથી, હાઇદ્રોપથી, કોપથી વિગેરે અનેક “પથીઓ” પ્રકટ થવાના યુગમાં આપણી અતિ પ્રાચીન, ગઠન અને ગૂઢ રહસ્યોથી ભરપુર મયુર “પથી' જેના સિદ્ધાંતો પ્રાચીન કાળથી પ્રત્યેક પ્રકૃતિના છેવોને આરોગ્ય પ્રાપ્તિ માટે અનુકૂળ થઈ પડે તેવા, જ્ઞાન, અનુભવ યુક્ત પ્રયોગો અને નિયમોના અચળ સિદ્ધાંતપર રચાયેલા છે, જેના નિર્ભય ઉપચાર માટે અમેરિકા, જર્મની, અને પૃથ્વીના પ્રસિદ્ધ ડાકટરો એક અવાજે સ્તુતિ કરે છે, અને હાલના નવીનવી શોધ બહાર પાડવાના જમાનાના પાશ્ચાત્ય શોધક આરોગ્ય સંબધે જેજે વાત બહાર પાડે છે તેમાંની ઘણુવાને આપણું પ્રાચીન ગ્રંથો અવકનારને જણાય છે કે તે આર્યોદ્વારા પુરાતન કાળથી અનુભવાયેલી છે, એવું જણાવી આશ્ચર્યમગ્ન કરનાર આપણા વૈધકની હાલ કેવી જર્જરીત સ્થિતિ થઈ પડી છે તેની યથાર્થ કલ્પના થવા માટે એટલું જ કહેવું પૂરતું થશે કે–હાલની શસ્ત્રક્રિયા કરતાં પણ આશ્ચર્યકારક શસ્ત્રપ્રયોગ તેમજ આયુષ્ય અને આરોગ્યવધક પ્રયોગની વાત અતિશયોક્તિ ભરેલી અને ગપરૂપે જ માનવામાં આવે છે, એટલું જ નહિ પણ વૈધવર્ગ તરફ આદરભાવ નહિ પરંતુ ઉપેક્ષા અને હાસ્યની દષ્ટિથી જોવામાં આવે છે, અને પ્રાચીન વૈદ્યક સાહિત્યના અમૂલ્ય ગ્રંથ વિખરાયેલી સ્થિતિમાં, પ્રાચીન ભંડારોમાં, જુના વૈદ્ય કુટુંબનાં પિટલોમાં કે ધર્મના પુસ્તક ભંડારેમાં અથવા ઉધાઈના પિષણ માટે કે ગાંધીને ત્યાં પડીકાં વાળવાના ઉપગમાં જાય છે. આ સ્થિતિમાં ફેરફાર થવા અને પ્રજામાં વૈધવર્ગને માટે આદરભાવ જાગ્રત કરવા વૈધ વગે પણ જાગ્રત થવાની જરૂર છે. જ્ઞાનપ્રાપ્ત કરવા ઉત્સાહ વધારી, સંપ અને ઉદારતા વધારી ગમે તે પ્રકારે જ્ઞાન અને અનુભવને વધારે થવા વિચાર અને અનુભવની આપલે કરવામાં બ્રાતૃભાવ-ઉદારભાવના રાખી પ્રાચીન વૈદ્યક સાહિત્યમાં ભરેલો અપૂર્વ જ્ઞાનભંડાર પ્રાપ્ત કરી અન્ય આમબંધુઓની શાંતિને ખાતર પ્રતારમાં મુકવું જોઈએ અને તેવા પ્રયત્નોમાં સફળતા મળે તે માંટ રાજ્ય સત્તાઓ, સંપત્તિમાન પુરૂષોએ, ધર્મપ્રવર્તક અને પ્રજા વગે મદદ આપી સરળતા કરી આપવાની જરૂર છે.
જૈન સાહિત્યના પ્રાચીન ભંડારેમાં અનેક વિદ્વાન વૈવિધાનુરાગી વૈદ્ય અને ગર્ભ શ્રીમંત કુટુંબોમાં પ્રાચીન વૈધક સાહિત્યને અદશ્ય રહેલો ખજાને પ્રગટ થાય, ઉત્સાહી અને ખંતી શેધકોઠારા તેની શોધ અને તેના પ્રયોગ થાય અને તેમાં સર્વ તરસથી