________________
४८७
જૈન ગ્રંથભંડારમાં વેધક સાહિત્ય. जैन ग्रंथभंडारमां वैद्यक साहित्य.
અર્દિતા ધર્મની ધ્વજા સમગ્ર આર્યાવર્તમાં ફરકાવનાર જૈન તત્વજ્ઞાનીઓ દ્વારા ધર્મબોધથી, અહિંસા ધર્મનું પાલન કરવાના અનુકરણીય આચારથી, ચૈતન્યતત્વ, જીવ, કર્મ, પરમાણુ પુગળના વિશાળ જ્ઞાનના આધારે, રાજ્ય સત્તાની મદદથી, અને અહિંસા ધર્મપ્રતિ અંતઃકરણથી ઉભરાઈ જતી દયા ભરેલી ભાવનાથી પ્રત્યેક ભારતવાસીના હૃદયપટપર ઈંકા અને પ્રત્યેક જીવાત્મા પ્રતિ દયા ભાવની લાગણું જાગ્રત કરવામાં જનતત્વાનુરાગીઓએ ઘણો જ પ્રયાસ કર્યો છે, અને તે પ્રયાસના ફળ રૂપે જ પ્રાચીન કાળથી ચા આવેલી હિંસક રીતિઓ, યજ્ઞમાં અને દેવીની તૃપ્તિ માટે અપાતા પશુઓના ભોગ આપવાના રીવાજોમાં અને અન્ય અનેક હિંસક કર્મોમાં ન્યૂનતા થતી જાય છે.
આરોગ્યપ્રાપ્તિના પદાર્થો અને ઔષધેમાં પણ પ્રાચીન કાળે જે કેટલાંક પ્રાણીજ દ્રવ્યો. વપરાતાં હતાં તેને બદલે ખનીજ અને વનસ્પતિજન્ય દ્રવ્યો વાપરવાને પ્રચાર જૈન ધર્મ દ્વારા દિવા પર ધર્મ: એ ભાવનાનું પરિવર્તન થયા પછી વધવા માંડે છે, અને અહિંસા ધર્મ પાલન કરનારાઓને સરળતા થાય તે માટે ધર્મબાધ ન આવે તેવાં ઔષધી પ્રયોગો જેન મુનિવરે તરફથી પણ થવા લાગ્યા અને તે પ્રમેગેની નેંધ કરી પુસ્તકાકારે સંગ્રહ કરવામાં, તેમજ અન્ય પ્રાચીન વૈધક ગ્રંથને સંગ્રહ કરવામાં, ઔષધી વિના મંત્રોપચારથી શ્રદ્ધાબળે માનસિક દોષ નિવૃત્ત કરી રોગનિવૃત્તિ કરવામાં જૈન સાધુઓ માટે લોકમાન્યતા અતિ શ્રદ્ધાસ્પદ હતી.
પ્રાચીન કાળમાં આર્ય વૈદ્યકશાસ્ત્ર અતિ ઉચ્ચકળામાં અને સંપૂર્ણ સ્થિતિમાં હતું એમ પ્રાચીન ગ્રંથોના વિશાળ સમુદાયમાંથી જે થોડા ગ્રંથ પણ આપણી સન્મુખ વિદ્યમાને છે તેના અવલોકનથી પ્રતીત થાય છે. દેહ અને જીવતત્વ, વિજ્ઞાન, શારીરજ્ઞાન, રોગપરીક્ષા, નાડી પરીક્ષા, શસ્ત્રક્રિયા, ઓષધી દિયા, મંત્ર તંત્ર અને માનસોપચાર તેમજ આરોગ્ય. અને દીર્ધાયુષ્ય પ્રાપ્ત કરાવનાર ઔષધી કલ્પ માટે પ્રાચીન વૈદિક શાસ્ત્ર ઘણું જ પ્રખ્યાત છે.
આ વિષયના અનેક ગ્રંથો પ્રાચીનકાળથી આર્ય મુનિવરો દ્વારા, પ્રાચીન કાળના વૈવવિધાપારંગત પુરૂષોઠારા રચાયા છે, અને તેને રાજ્યસત્તા, ધર્મના ભંડાર અને વૈધવિદ્યાનુરાગી સદગૃહસ્થો દ્વારા સંગ્રહ થયો હતો. આવા ગ્રંથો કેટલા રચાયા હતા, અને અર્વાચીન કાળે કેટલા વિદ્યમાન છે એની કલ્પના થવી હાલત ઘણી જ મુશ્કેલ છે તે પણ સંસ્કૃત સાહિત્ય પ્રતિ આદરભાવ ધરાવનાર પાશ્ચાત્ય પ્રોફેસર અને ડાકટર સાહેબ દ્વારા, રોયલ એશિઆટિક સાષ્ટી વિગેરે તરફથી બહાર પડેલી ધઉપરથી લગભગ સો ગ્રંથનાં નામ પ્રકટ થયાં છે, તેવી જ રીતે સ્વર્ગસ્થ, આયુર્વેદ મહા મહોપાધ્યાય શંકર દાળ શાસ્ત્રીપદે દ્વારા બહાર પડેલી નોંધમાં પણ મેં સાતસે ગ્રંથોના નામ છે, આ ઉપરાંત વૈધક સાહિત્યના ઘણાજ ગ્રંથે પ્રસિદ્ધ અને પ્રાચીન વૈધકુટુંબમાં, રાજ્યમહાલયના દફતરખાનામાં જૂના સાહિત્ય ભંડારોમાં, વિઠાન સદ્ગહસ્થોને ત્યાં તેમજ અનેક ધર્મ સંપ્રદાયના સાહિત્ય ભંડારમાં અદશ્ય રીતે સંગ્રહિત થયેલ છે.