________________
જૈન ગ્રંથભંડારમાં વૈધક સાહિત્ય.
re
અનુકૂળતા કરી આપવામાં આવે તેા પાશ્ચાત્ય શેાધકો જેમાં ઊંડા નથી ઉતર્યાં અને જે વાતા તેમના દ્વારા હજી શેાધી શકાઇ નથી તેવા પ્રયાગ। જેને અત્યારે અતિશયાક્તિ ભરેલા માનવામાં આવે છે તેવા રસસિદ્ધિ, સુવર્ણસિદ્ધિ, આરોગ્ય અને આયુષ્યવર્ધક ઔષધી કલ્પો, આશ્ચર્યકારક સ્મરણશક્તિ વધારનાર પ્રયોગા, સિદ્ધિ આપનાર પ્રયાગે!, અને પોતાની તાત્કાલીક અને રામબાણ અસરથી દેશી ઔષધી તરફ માન અને મેાહ ઉપજાવનાર હિરણ્યગર્ભ જેવી અનેક માત્રાઓની રાસાયનિક પ્રક્રિયાએ પૃથ્વીપટ પર વિસ્તરે તેા વ્યાધિની શાંતિને માટે કેટલું ઉપકારક થઈપડે એ વિચારવા જેવું છે.
વૈદ્યકતા અસરકારક એકાદ પ્રયાગ, અથવા તેવા પ્રયાગાન સંગ્રહવાળેા એકાગ્રંથ, માત્ર માને અથવા ધન મેળવવાના માયિક ભાવથી ગુપ્ત રાખવામાં આવે એ પેાતાના જીવાત્મ તરફ કેવા સંકુચિત ભાવ દર્શાવી આપે છે ? પરંતુ હવે તે સકાચના ત્યાગ કરી પ્રત્યેક વ્યક્તિ, પ્રત્યેક પ્રાણી પછી તે આર્ય હૈ વા અનાર્ય, મુસલમીન, પારસી, યુરે।પીયન અથવા ગમે તે હ। વ્યાધિપીડીત જીવની દયાને ખાતર આરોગ્ય ધં ક–વૈધકના ગ્રંથો જેમ અનેતેમ પ્રજાની જાહેરમાં લાવવાના પ્રયત્નમાં ઉત્સાહથી યથાશક્ય મદદ કરવામાં આવશે એવી આશા રાખી વિષયને ઉપક્રમ ચાલુ રાખીશું.
મહાન પુરૂષોના ઉચ્ચ ભાવાની પુનઃ પુનઃ સ્મૃતિ થઈ તેવા ભાવે પ્રજામાં પ્રેરાય તેવા ઉદ્દેશથી પૂજ્ય અને અનુકરણીય ચારિત્રવાન મહાત્માઓની જયંતિ તહેવાર જેવા આતદથી ઉજવવા આર્ય પ્રજામાં દરેક ધર્મોનુયાયીઓ દ્વારા પ્રેરાયેલા રીવાજ છે, જૈન બંધુઓના પર્યુષણુના તહેવાર, સિદ્ધપદસ્થિત પૂજ્યતિ કર મહારાજશ્રી મહાવીર સ્વામીના સ્મરણ ચિન્હ માટે ઉજવાય છે, અને તે પ્રસંગે જૈન બંધુઓ પરસ્પર આપ્ત મડળમાં અને સબંધમાં આવનાર પ્રત્યેક આત્મબંધુપ્રતિ ક્ષમાભાવ ભાવી, સર્વ પ્રાણીમાત્ર પ્રતિ સમાન ભાવની લાગણી પ્રકાશિત કરે છે. આવા પ્રસંગે પોતાના જ જીવાત્મ બંધુઓના રોગની શાંતિને ખાતર ધ્યાભાવ જાગ્રત કરી અહિંસા વાળું આરેાગ્ય પ્રસારવા પોતાના સાહિત્ય ભંડારમાં જેજે પ્રાચીન વૈધક ગ્રંથ સંગ્રહ હોય તે પ્રકટ કરવાની ઉદારતા દર્શાવશે.
આ સાહિત્યસંગ્રહ પ્રકટ શી રીતે કરવા ? એ પ્રશ્ન અહીં ઉપસ્થિત થાય છે. તેનુ મારી અલ્પમતિ, અલ્પશક્તિ અને વિચાર પ્રમાણે કાંઇક જણાવુ છું, અધિક વિચાર, સત્તા અને સંપત્તિ ધરાવનાર મહાશયેા આ યાજનામાં ફેરફાર કરી વિસ્તૃત રૂપમાં મૂકશે તે પોતાના આત્મળનુ દુઃખ શાંત કરવાના પુન્યના નિમિત્તભાગી થસે. અધિકારીને માટે અંતઃકરણની લાગણી ભરેલા ઉદ્ગાર પૂર્વક મારા વિચાર પ્રકટ કરવા રજા લઈશ.
જે જે સાહિત્ય ભંડારમાં, મુનિ મહારાજ પાસે, અથવા કોઇ શ્રીમંતને ઘેર કે પ્રાચીન વૈદ્ય કુટુબમાં ગમે તે સ્થળે આવા પ્રાચીન ગ્રંથ સંસ્કૃત, પ્રાકૃત, માગધી કે અન્ય ગમે તે ભાષામાં રચાયેલા ગ્રંથ હોય તેા જેની દેખરેખ નીચે તે હોય તેમણે
૧ ગ્રંથનું નામ ૨ ગ્રંથકર્તાનુ નામ-ઠેકાણું વિગેરે ૭ ગ્રંથ કયારે રચાયા. ૪ ગ્ થન વિષય. ૫ ગ્રંથના વિસ્તાર. ૬ ગ્રંથ સબંધે જાણવા યોગ્ય સામાન્ય વિગત. છ તે ત્રયની કેટલી નકલ ત્યાં છે.
(C
એટલી હકીકત શ્રી જૈન કોન્ફરન્સ હેરલ્ડ” પત્રમાં અથવા નીચેનાં સ્થળેાએ જણાવવા મહેરબાની કરવી.