________________
. જૈન કોન્ફરન્સ હૈર.
બનારસ, અલ્હાબાદ, જયપુર વગેરે સ્થલે પ્રવાસ કર્યો, આ વખતે પાટણમાં ભરાયેલ આપણી મહાદેવી શ્રી કન્ફરન્સમાં ભાગ લીધો. ૧૮૦૬ના માર્ચમાં વકીલ તરીકે સનંદ લઈ પિતાને સ્વતંત્ર ધંધે મુંબઈમાં શરૂ કર્યો. આ ધ સને ૧૪૧૧ના સપ્ટેમ્બર માસ સુધી ઘણો સારી રીતે ધીકતો ચલાવ્યો.
વકીલને ધંધે પિતાની મધુર વાણીથી અને જહેમતભરી મહેનતથી પિતાના અને સીલોને સંતોષ આપવા સાથે સારી રીતે કુશળતાથી ચલાવ્યો અને તેની સાથે જૈનકોમના કલ્યાણ અને હિતનાં કાર્યોમાં આત્મભેગ સાથે સમય, શ્રમ અને અન્ય સહાયથી ભાગ લેવા લાગ્યા, ૧૮૦૭માં અમદાવાદમાં કૅન્સરન્સ દેવીનાં પુનિત પગલાં થયા. તે વખતે જૈન ગ્રેજ્યુએટ એસોસિએશનના સેક્રેટરી તરીકે તે ચુંટાયા. આ તરીકે સમગ્ર જૈન પ્રજા સાથે સંબંધ ધરાવતા મહાન પ્રશ્ન હાથમાં લઈ તેને નિવેડે કરવા માટે પુરુષાર્થ દાખવ્યો. (૧) ગુજરાતી વાંચનમાળા નવા ઘેરણથી રચાઈ અને તેમાં જૈન સંબંધે આવેલ પાઠમાં કેટલીક ગેરસમજૂત ઉભી કરે તેવી હકીકતો આવી, અને તેથી તે કઢાવી નાખવા માટે એજ્યુકેશનલ ડીપાર્ટમેંટ પર અરજી કરી તે અંગે તે પાઠમાં વાંધાવાળે ભાગ કાઢી નંખાવ્યું. (૨) જૈન તહેવારો જેવાકે પવિત્ર પર્યુષણ, વગેરે જાહેર તહેવારે આખા ઈલાકામાં ગણાવા જોઈએ તે માટે નામદાર સરકારને અરજ કરી તેમનું ધ્યાન ખેંચ્યું. તે અંગે કેટલાક જાહેર તરીકે અને ઘણું સાંપ્રદાયિક તરીકે—જેને માટે સરકાર તરફથી જાહેર થયા. (૩) મુંબઈ યુનિવસીટી (વિદ્યાપીઠ)માં જૈન સાહિત્ય દાખલ કરાવવા માટે હિલચાલ કરી અને આખરે તેપણ વિજયવંતી નીવડી. બી. એ. અને એમ. એ. માં અમુક જનગ્રંથો અભ્યાસક્રમમાં દાખલ થયા. આવાં કાર્યો કરી એસોસિએશન અને કેન્સરન્સને આગળ પાડી. એસોસીએશન કૅન્ફરન્સથી સ્વતંત્ર સંસ્થા નથી પણ તે દેવીને સહાય કરતી તેની જ હકુમત નીચે કાર્ય કરે છે એવું પુરવાર કરી લોકોને વિશ્વાસમાં લીધા અને તે એસોસીએશનના ધારા ધારણ ઘડી પસાર કરાવી તેને વ્યવસ્થિત સંસ્થા તરીકે લાયક કરી.
આવાં અનેક કાર્યોથી શ્રીયુત મકનજીએ સર્વ જૈનકો મને વિશ્વાસ પોતામાં ખેંચી લીધે અને તેથી તેમને સને ૧૮૦૮માં ભાવનગર ભરાયેલ દેવી કૅન્ફરન્સને આસિસ્ટંટ જનરલ સેક્રેટરી તરીકે નીમવામાં આવ્યા. આ વર્ષમાં સમેતશિખરજી ઉપર બંગલા બાંધવાની ચેજના હજારી બાગના ડેપ્યુટી કમિશનર તરફથી બહાર પડી. શ્વેતાંબરીઓ તરફથી પિતાના પરાપૂર્વના હક્કો રજુ કરવા મી. મહેતા કલકત્તા ગયા અને પિતાથી બન્યું તેટલું કરી મુંબઈ પાછો ફર્યો.
જેના ઉદ્ધાર માટે કોઈ પણ મુખ્ય સાધન હોય તે તે કેલવણીને પ્રસાર છે, તે પ્રસાર જેમ જેમ વધુ થાય તેમ તેમ જેનેનું ભવિષ્ય સુંદર અને પ્રકાશિત થાય તેમ છે, તેમજ શ્રી કૅન્ફરંસ મહાન સંસ્થાએ જેજે ઉપકાર સમસ્ત જેન પ્રજાપર કરેલ છે તે કદી પણ ભૂલી શકાય તેમ નથી અને તેથી તે વધુ ચાલુ રહે તેમાં કોમનું કલ્યાણ છે. છે. આ માટે સુકૃત ભંડાર ફંડની યોજના દીર્ઘદર્શ નાયકોએ ઘડી અને તેની રૂએ દરેક જેની પાસે ઓછામાં ઓછા ચાર આના ઉઘરાવવા અને તેથી જે ઉત્પન્ન થાય તે અઅધ કેળવણી ફંડ અને કેન્ફરન્સ નિભાવ ફંડમાં વહેંચી આપવું. આ યોજનાનો મુંબઈએ છેડે ઘણો સત્કાર કર્યો, તેવામાં અમદાવાદ તે માટે અગ્રપદ લે તો સમગ્ર ભારતમાં તે યોજના ફત્તેહમંદ થાય એવું જણાયું, આથી આ યોજના અમદાવાદમાં કાર્યગત કરવા માટે અહીથી