SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રપરિચય. ૪૫૧ શેઠ કલ્યાણચંદ સાભાગ્યચંદ અને અન્ય સાથે શ્રીયુત મકનજીભાઇ ગયા અને ત્યાં શેઠ આણ દજી કલ્યાણજી સભા મેળવી તે યેાજના રજુ કરી. પરંતુ કોમના નાયકોના મદ પુરૂષાથથી તેનું કળ આવી શક્યું નહિ. હવે કામના નાયકા આત્મભાગથી કાર્ય કરશે તેા અચૂક ફત્તેહ મેળવે તેવાં આશાજનક ચિન્હો છે. આ અને કાન્ફસના સેક્રેટરી તરીકે ખીજાં ઘણાં સમાવ્હેયાગી અને તે સંસ્થાને લાભદાયક કાર્યો કર્યા છે. જેનેાની રાજ્યકીય સ્થિતિ બહુજ મંદ છે, આગળ પડતા રાજ્યકીય ભાગ લેવા . કળવાયેલા શ્રીમતા આગળ પડયા નથી, તેમજ પ્રતિષ્ઠિત સ્થાન મેળવે એવા ઘણા થોડા જેના છે; છતાં પણ બીજી કામેા સાથે હરીફાઇ ભાગવતી જૈન કામ પણ છે. તેા તેને પણ સરકારની ધારાસભામાં તેમજ કારોબારી સભામાં ખાસ નિયત સ્થાન હાવું જોઇએ એવી અરજી તે વખતના વાઇસરોય લા મિટા સાહેબને કરવામાં આવી હતી. આ વખતથી ઘણા વર્ષથી અવ્યક્ત રહેલ વિચાર અમલમાં લાવવા શ્રીયુત મહેતા પ્રયાસ કરવા લાગ્યા. તે વિચાર ઇંગ્લેંડ જઇ બૅરિસ્ટર થઈ આવવું, અને જૈન બૅરિસ્ટર તરીકે સારી પ્રતિષ્ઠા મેળવવી, એ મહેચ્છા પાર પાડવામાં આવતી મુશ્કેલી, તે પાર પાડી પછી નડતી મુશ્કેલી વગેરેના મહાન વિચાર ( Problem) આવી પડયા. આ ઉકેલવામાં અનેકનાં મતા પૃછાયા-અનેક મિત્રાએ તે પાર પાડવા સલાહ આપી અને શેઠે જીવણચંદ્ર લલ્લુભાઇએ પોતાના લંડનના ઘરમાં રહેવા ખાવા પીવાની સગવડ કરી આપવા જણાવ્યું. આ વખતે આપણા સ્વગસ્થ બંધુ ગાવિષ્ટ મૂળજી મહેપાણીને એકાએક બૅરિસ્ટર થવાનો વિચાર થયો. તે બધુ તરફથી પણ મકનજી ભાઇને અચૂક બૅરિસ્ટર થવા સલાહ અને ઉત્તેજન મળ્યાં. આથી પ્રેરાઇ સને ૧૯૧૧ ના સપ્ટેમ્બર માસની ૮ મી તારીખે ગાવિંદજીભાઈ અને મકનજીભાઇ ઇંગ્લેંડ તરફ સર્વ બધુ તરફ્થી માન, તેની પુનિત આશીષ અને પ્રેમભાવ સ્વીકારી સિધાવ્યા. શેડ જીવણચંદ લલુભાઇએ બંને માટે પોતાના મકાનમાં એક ખરા જૈન તરીકે રહેવા આવા પીવાની બધી સગવડ કરી આપી. આ માટે તે શેને અતિ ધન્યવાદ ઘટ છે. ગાવિજીભાઇ ( કે જેનું જીવનચરિત્ર અમે ગત પયૂષણ અંકમાં આપી ગયા છીએ તે ) બૅરિસ્ટરની પહેલી પરીક્ષામાં હિંદુ લા અને મહામેડન લૅાના અઘરા વિષ યમાં ફર્સ્ટક્લાસ મેળવી પસાર થયા અને ત્યાર પછી કામના હતભાગ્યે તેનું શરીર રોગવશ થયું અને મુંબઇ આવી સ્વર્ગસ્થ થયા. મી. મહેતાએ બૅરીસ્ટરની પરીક્ષા ફર્સ્ટક્લાસ મેળવી સને ૧૯૧૨ માં પાસ કરી ૫૦ પોડની સ્કોલરશિપ મેળવી. ત્યાર પછી ઈંગ્લેંડની કાર્ટાના અનુભવ સાંના પ્રતિષ્ઠિત ધારાશાસ્ત્રી નીચે લીધા, અને આજ વર્ષના માર્ચ મહિનામાં મુંબઇ આવ્યા. અને અહીંની હાઇકોર્ટમાં પ્રેક્ટીસ શરૂ કરી. અમે એ ઉત્સાહી, જૈન વીરરત્નની ઉત્તમ અને ઉપયોગી કારપુર્દિ ઇચ્છીએ છીએ. ૨ ડૉક્ટર નાનાલાલ મગનલાલ મહેતા. L. M. & S, L, B, C. P. M. B. C. S. I. M. S. I would rather have the affectionate regard of my fellow men than I would have heaps and mines of gold. Dickens. સૌરાષ્ટ્રદેશમાં પવિત્ર સિદ્ધક્ષેત્ર પાસે ભાવનગરની નજીક આવેલ વાલુકડ નામના ગામમાં શ્રીયુત નાનાલાલના સને ૧૮૮૯ માં દશાશ્રીમાળી વણિક જ્ઞાતિમાં જન્મ થયા હતા.
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy