SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ****** ચિત્રપરિચય. ચિત્રપરિચય. ૧ શ્રીયુત મકનજી જાડાભાઈ મહેતા, B. A. LL. B. Bar-at-law. Sow love, and taste its fruitage pure; Sow peace, and reap its harvest bright: Sow Sunbeams on the rock and moor, And find a harvest-home of light. કાઠિયાવાડના માંગરોળ ગામમાં શ્રીયુત મકનજીભાઈને જન્મ સંવત ૧૮૩૭ના માગશર વદ ૬ (૨૩મી ડિસેંબર ૧૮૮૦ ) ને દિને દશા શ્રીમાળી વણિક જ્ઞાતિમાં થયો. હતા. ત્યાં ગૂજરાતી અભ્યાસ ત્યાંની શિક્ષણશાલામાં લઈ પિતાના પિતા મુંબઈમાં વ્યાપાર કરતા હતા ત્યાં આવ્યા. આ વખતે પિતાના કાકાનું કુટુંબ પણ સંયુક્ત હતું. સને ૧૮૮૮ માં પિતાશ્રીનું પરલોકગમન થયું અને તરતજ બીજા વર્ષમાં જેષ્ઠ ભ્રાતા એક વિધવા મુકી સ્વર્ગસ્થ થયા. આથી મકનજીભાઈ પર કુટુંબને ભાર આવી પડ્યો. હજુ પિતાની વિધાર્થી અવસ્થા હતી અને તે દરમ્યાન એટલે ૧૮૮૮માં મેટ્રિક થયા હતા, તેથી પિતાના કાકાના વાલીપણા નીચે પિતાને અભ્યાસ આગળ ચલાવ્યો. ૧૮૮૮માં સેટઝેવીઅર કલેજમાંથી પ્રીવિયસ, અને ૧૮૦૦ માં ઈટરમિજિયેટની પરીક્ષા પસાર કરી. ૧૯૦૧માં શિખરજી, પાવાપુરીની યાત્રા કરી અને કલકત્ત જઈ આવ્યા. ૧૮૦૧માં પહેલી એલએલ. બી. પસાર કરી. ૧૮૦૨માં લગ્ન થયું. ૧૯૦૭માં બી.એ. ની પરીક્ષા બીજા વર્ગમાં પસાર કરી. ગ્રેજ્યુએટ થયા પછી શું લાઈન લેવી એને નિર્ણય કરવાનું ઘણુઓને બાકી રહે. છે. આપણી-ભારતના વિધાર્થીઓની સ્થિતિ એવી જ રહે છે કે ભવિષ્યના કોઈપણ નિયત સ્થાન આગળથી નિર્ણિત કર્યાવગર પહેલાં તાત્કાલિક જે થાય છે તે થવા દઈએ છીએ. આગળ ચાલતાં અમુક હદ ઓળંગી, એટલે હવે કયે રસ્તે જવું તેને નિકાલ તે હદ ઓળંગ્યા પછી તેજ વખતે થાય છે. ગ્રેજ્યુએટ થયા પછી આગળ અભ્યાસ લંબાવવા જેટલી કુટુંબની સ્થિતિ નહોતી છતાં એલ એલ. બી. થવાને દઢ નિશ્ચય કર્યો. તેને માટે જોઈતાં સાધનો પૂરા પાડવા માટે મૂલજી ધરમશી અને કામદાર સોલીસીટરને ત્યાં કલાર્ક તરીકે અને ત્યાર પછી પ્રતિષ્ઠિત સ્વ. શેઠ અમરચંદ તલકચંદની શિવહેમ અમર એંડ કંપનીમાં મેનેજર તરીકે રહી તેમાંથી સાથેને સાથે લ કૉલેજમાં કાયદાને અભ્યાસ ચાલુ રાખ્યો. [આપણું જૈન શ્રીમતે ખરે નથી જાણતા કે ચંચલ વિધાથીઓને પણ ગરીબાઈ હોવાથી કેટલીબધી વિપદોમાંથી પસાર થવું પડે છે. શ્રીમતે જાણતા હોય તે તેઓ થોડીઘણી કામચલાઉપણુ સહાય આપવા જેટલા ઉદાર હસ્ત લંબાવતા નથી અને તેથી જ જનેમાં ઉચ્ચ કેલવણીને પ્રસાર ઘણો ઓછો થયો છે. છતાં જે પરાક્રમી અને સ્વાશ્રયી હોય તેને ગમે તે ભોગે હાથમાં લીધેલું કાર્ય યા મનમાં કરેલો નિશ્ચય અવશ્ય અમલમાં મૂકે છે. ગઈ સાપયાનિ જા પાતયા] આવી રીતે અડગ અભ્યાસ કરી સને ૧૮૦૫માં બીજી એલ્ એ. બી ની પરીક્ષા ઘણું ઉત્તમ માર્ક મેળવી ફર્સ્ટ ક્લાસમાં (પહેલા વર્ગમાં) પસાર કરી. ૧૯૦૬ માં દિલ્હી,
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy