________________
એક ઐતિહાસિક પ્રશસ્તિ.
૪૩૧ ૨. શ્રીમતીર્થનાથ જિનેશ્વર પ્રભુએ અસુર, સુર, નર આદિની આગળ સમવસરણમાં અખિલ જગજજોના હિતને માટે જે સદેશના આપી, અને ગણધરેએ જેને સૂત્રરૂપે ગુંથી, તે શિવસુખદાયિની એકાદશાંગીની સ્તુતિ છે.
. પૂર્વે મોઢજ્ઞાતી રૂ૫ ઉદયાચલના શિખરને ભૂષિત કરનાર સૂર્ય સમાન ઠાકુર રત્નસિંહ નામા સુપ્રસિદ્ધ શ્રાવક થયો. તેને ગુણવાન અને જૈન ધર્મમાં દ્રઢ સાહક નામાં પુત્ર થયો. તેની બૂટી નામા પુણ્યવતી પત્નિ હતી.
૪. તે સાહાક નામા શ્રાવકને ૧ મે, ૨ વાઘ, ૩રામ, અને ૪ પર્વત, નામવાળા ૪ સુપુત્ર થયા. તેઓ જનસમાજમાં અત્યંત પ્રતિષ્ઠાવાન, વ્યવહારકુશળ, અને પૂર્ણ ધર્મપરાયણ હતા.
૫. મેઘની મુમ, ૨ વાઘની લલ, ૩ રામની રૂદી, અને દેમતી (બે), તથા ૪ પર્વતની રતું, આ પ્રકારે ચારે ભાઈઓની સદ્ગણી સ્ત્રીઓ હતી :
૧. મેઘન, સમગ્ર દેશમાં પ્રસિદ્ધ એવો નર્મદ નામે મુખ્ય પુત્ર હતા. તથા નિર્મળ હૃદય વાળા અને સજજનોમાં પ્રસંશનીય વત્સરાજ નામે રામને પુત્ર હતો
છે. તે ૪ ભાઈઓમાંથી, પિતાના ગુરૂના ચરણ કમલમાં ભ્રમરની માફક લયલીન થયેલા અને અનેક ઉત્સવોના સમૂહથી પ્રવચન જિનશાસનની શોભામાં વૃદ્ધિ કરનાર, અનેક સદુગુણોથી ભૂષિત, રામ અને પર્વત શ્રી સ્તંભનગર (ખંભાત બંદર) માં વાસ કરતા હતા.
૮. જ્યારે, અડસઠાદિ ૩ ત્રણ વર્ષ પર્વત કલ્પાંત કાળની માફક અતિ ભયંકર, લાખો પ્રાણીઓનું સંહારકરનાર, મહા ભયાનક દુભિક્ષ દુકાળ પડયો, ત્યારે, તે, બંને દયાળુ ભાઈઓએ (રામ અને પર્વત) પિતાના પ્રધાન ધનથી જાન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારના સત્રાગાર-દાનશાળા માંડી હતી.
છે. તથા તેમણે શ્રી શત્રુંજય, ગિરનાર, આબુ, જીરાપલિ પાર્શ્વનાથ (જીરાઉલા) આદિ અનેક તીર્થક્ષેત્રોમાં ઘણું ધન વાપરી, બીજા પણ અનેક સત કાર્યોમાં ઉદાર ભાવથી અગણિત દ્રવ્ય ખર્ચા, પિતાના આત્માને પવિત્ર કર્યો હતો.
૧૦. તે બંનેમાં પણ પર્વત હતો તે ઘણો ભાગ્યશાળી હતે- આહત ધર્મમાં અત્યંત શ્રદ્ધાવાળો હતો, તેમજ સઘળા પ્રકારના સુખ તેને પ્રાપ્ત થયા હતા.
૧૧. ગૃહસ્થ છતાં, તે સાધુ સમાન નિઃસંગત્તિવાળો હતો, કામ, ક્રોધ, મદ, મોહાદિ પડ અતરંગ શત્રુઓની પ્રવૃતિ જેણે રોકી હતી, જે સચ્ચિતનો ત્યાગી હતા, વિષયવિમુખ, અને અલ્પકાયા હતા તથા વિગઈ આદિના પરિમાણ વાળો હતો.
+ હાલમાં મોઢ વાણીઆ ઘણાભાગે વૈષ્ણવો જોવામાં આવે છે, પણ ૩૦૦, ૪૦૦ વર્ષ પહેલાં ઘણોભાગ એ જાતિનો જૈનજ હતો એમ પ્રાચીન લેખોથી માલૂમ પડે છે. હજારે જિન પ્રતિમાઓ ની ભરાવેલી આજે વિદ્યમાન છે, મોટા હેટા પ્રતિષ્ઠા મહોત્સવ તથા મહાન મંદિરો બનાવ્યાના લેખે ઘણે ઠેકાણેથી મળી આવે છે. વળી કળિકાળ સર્વજ્ઞ બિરૂદ ધારક, કુમારપાળરાજતિબેધક શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય પણ મેઢાતિકુલેત્પન્નજ હતા.
* આ એક નવી ઐતિહાસિક બીના જાણવામાં આવી છે કે વિક્રમ સંવત ૧૪૬૮, ૬૮, ૭૦, આ ત્રણ વર્ષ પર્યત લાગટ ગુજરાતમાં ભયંકર દુકાળ પડ્યો હતો.