________________
૪૩૨
જૈન કોન્ફરન્સ હેરલ્ડ ૧૨. સવારને, સાંજે-બને ટંક આવશ્યક-પ્રતિક્રમણ કરતા હતા. પ્રાતઃ, મધ્યાન્વે, અને સાયંકાળે, એમ ત્રિકાલ જિનેશ્વરભગવાનની-જિનપ્રતિમાની પૂજા-સેવા કરતા હતા. દરજ ગુણાનુરાગી થઈ, ગુરૂ મહારાજ પાસે આગમ-શાસ્ત્ર શ્રવણ કરતા હતા.
૧૩. ચતુર્દશી આદિ પર્વ દિવસે ગૃહારંભ-સાવધ કર્મને ત્યાગ કરી, ઉપવાસાદિ તપ, તથા પૌષધાદિ (સિહ-સામાયિક) વ્રત કરતો હતે. .
૧૪. જૈન શાસનની પ્રભાવના -મહિમા કરવા માટે નાના પ્રકારના સાધમેકવાસત્યાદિ મહોત્સવ કરતો હતો.
૧૫. ગૃહસ્થાવાસમાં રહ્યો થકે પણ, તે ગીની માફક સાંસારિક કર્તવ્યમાં ઉદાસ ભાવે વર્તત હતા, અને નિરંતર ધર્મકર્મમાં રત રહેતો હતો.
૧૬. તપાગચ્છરૂપ આકાશાંગણમાં સૂર્ય સમાન શ્રી સેમસુંદરસૂરિ ગુરૂના (આગળના ૩ કોમાં કહેલા) અમૃત સમાન સદુપદેશને નિજ કર્ણદ્વારા પીતો હતે.
| (શાસ્ત્ર લખાવા સબંધી ઉપદેશ.) ૧૭-૧૮-૧–જે ધન્ય પુરૂષ, જિનાગમ-જૈન શાસ્ત્ર લખાવે છે, તે પુરૂ દુર્ગ-તિમાં પડતા નથી. મૂંગા, આંધળા, જડમતિ, તેમજ બુદ્ધિહીન થતા નથી, જે પુરૂષો ભણનાર, ભણાવનારને પુસ્તક, વસ્ત્ર, અન્નાદિ સામગ્રીઓ આપી તેમની જ્ઞાનવૃદ્ધિમાં મદદ કરે છે, તે જીવો અવશ્ય સકલ ભાવ પ્રકાશક-કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સિદ્ધિપદ પામે છે, વિગેરે. વિગેરે.
૨૦. આ પ્રકારે અમૃત સમાન, અને સંસાર સમુદ્રની પાર પોંચાડનાર શ્રી ગુરૂમહારાજના મુખથી નિકળેલી સદેશના સાંભળી અગ્યાર અંગો લખાવવા માટે તેનું અંતઃકરણઉજમાળ થયું.
૨૧. તેથી તેણે વિક્રમ સંવત ૧૪૭૨ના વર્ષે તંભપુર (ખંભાત બંદરમાં)માં પિતાની લક્ષ્મી વડે એકાદશાંગી-અગ્યાર અંગે લખાવી મૃતભક્તિ પ્રકટ કરી. . . ૨૨. જ્યાં સુધી આકાશરૂપ છત્ર શ્રીસંઘના મસ્તક ઉપર શોભી રહે, ત્યાં લગી વિદ્વાને વડે વંચાતું આ પુસ્તક ચિરકાળ આનંદો ! ! !
વિ શ્ર, વારા.
અગ્રેસરની ઉધ.
- હરિગીત છે, અતિ અંધ-શ્રદ્ધાની અજાડીમાં ઘણા અથડાય છે, શ્રદ્ધા-શિથિલ થઈ સેંકડો જણ જૂઠથી જકડાય છે; નિજ પંથ તજી પર પંથ કેરા પાસમાં પકડાય છે, સાધન વિના બહુ જન તણા શુભ જન્મ એળે જાય છે. વલપણું છે વેગળું બહુ વિષમતા વરતાય છે, મહાવીર પંથ મળ્યા છતાં પણ ખોટ બહુ જણ ખાય છે; નયને નકી નિસ્તેજતા નિબળ દશા નિરખાય છે,
અગ્રેસરની ઉધથી આ સકળ સંઘ સીદાય છે. –મુનિ નાનચંદજી. શ્રી સમસુંદર સૂરિને જન્મ વિક્રમ સંવત ૧૪૩૦ માં, દીક્ષા ૧૪૪૭ માં, ૧૯૫૦ માં વાચક પદ, ૧૪૫૭ માં સુરિ પદ અને ૧૪૦૯ માં સ્વર્ગવાસ થયે હતો. એમનું વિસ્તારથી વર્ણન સાકમાય જવામાં છે,