________________
જૈન કેન્ફરન્સ હેર, બેઠવા જેવું તેમને જણાશે. તેમને વિષયોની ચુંટણી સારી છે. છેવટે તેમના એક કાવ્યમાંથી નીચેની કડીઓ પ્રાસંગિક બનાવો માટે ઉપયોગી જાણી ટાંકી અમે સમાપ્ત કરીશું.
કલેશે કદાગ્રહ થકી કડવાશ થાય, નિચે કુસંપ વધતાં સુખ સર્વ : ઈર્ષા બળે નિજ બીજાની કરે ખુવારી,
અજ્ઞાનનું સકળ કારણ એ વિચારી. પૃ. 1-1ર. " * નિરાધાર માણસેના હેરને આશ્રય આપનાર મંડળને રિપોર્ટ-૩૬-૩-૧ર થી ૧૫-૭-૧ર સુધી, વઢવાણ -વઢવાણ શહેરની પાંજરાપોળ આખા કાઠિયાવાડમાં મોટામાં બેટરી છે, અને તેની પાસે એટલું સમર્થ કુંડ-આવક છે કે પાંજરાપોળમાં આવતા ઢાર માટે કદી પણ બીજા પાસેથી મદદ ન માગવામાં તેના કારોબારીઓ સત્ય રીતે ગર્વ લે છે જાણી આનંદ થાય છે. આ ૬૭ ના દુકાળમાં પાંજરાપોળમાં ન મુકાતા ગરીબ માણસોના ઢોરની દુષ્કાળ પ્રસંગે ઘણી વિપતકારક સ્થિતિ હતી. કેટલાક ગરીબા પિતાનાં ઘરબાર વેચી પિતાના વ્હાલા ઢેરની રક્ષા કરે છે તેમને ધન્ય છે; પરંતુ ઘણુ ગરીબની દયામણી સ્થિતિ હોય છે અને તેથી તેમના સ્ટેરોની તેના કરતાં વધુ દયામણી સ્થિતિ હોય છે; તેવામાં કોઈ સંસ્થા ઉભી થઈ છે. એકઠું કરી આવા માણસોને ઠેરની રક્ષા અર્થે મદદ આપે એ ખરેખર આવશ્યક અને ઉપકારી છે. - રીપેટવાળા સમયમાં રૂ. ૩૮૮૭-૫-૩ ભેગા ક્યાં હતા અને તેમાં ૩૨૪-૧૩-૩ ને સંતોષકારક ખર્ચ કરી સીલીક ૬૪૦-૮-૨ છે, અને ૧૫-૭-૧ર પછી પણ જ્યાં સુધી વરસાદ ન પડે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવી હતી. સેક્રેટરી અને કાર્યવાહીઓને આ કાર્ય માટે ખરેખર ધન્યવાદ ઘટે છે.
આવી સંસ્થાઓ દુષ્કાળ જેવા આફતકારક ભયંકર પ્રસંગોએ ઉત્પન્ન થવા યોગ્ય છે, છતાં ગયા દુષ્કાળામાં તથા આ દુષ્કાળમાં આ સિવાય આના જેવી એક પણ સંસ્થા નીકળી સાંભળી નથી એ ખરેખર વિસ્મયકારક અને પછાતપણું સૂચવનાર છે. આ રીપાટમાં જરા અમને વિસ્મયકારક એ છે કે જે સંસ્થાને રિપોર્ટ છે તે કયે સ્થળે આવેલ છે તે સ્થળ મુખ પૃષ્ઠ કે બીજે સ્થળેથી એકદમ મળી આવતું નથી, પરંતુ આખર બહુ શોધ કરી ત્યારે અનુમાન પ્રમાણથી પૃ. ૪ થા પરથી સમજવામાં આવ્યું કે વઢવાણમાં આવેલ છે! ! !
નારીદર્પણમાં નીતિવાકય ભાગ ૧ લે– લખનાર સૌ૦ બાઈ રબા શામજી ભાવનગર. ભારતબંધુ પ્રિ. વર્કસ- પૃ. ૧૬ કિં. બે આના.) લેખક એક જૈન શ્રીમતી છે એમ જાણી અને ઘણો આનંદ થાય છે. વસ્તુમાં ૮૪ વિષયો છે અને તે દરેક યાદ રહી જાય તેવી કહેવતરૂપે છે. આ મોઢે કરી દરેક સ્ત્રી વતે તો ઍક વર્ગ બને, સંસાર સુખરૂપ થાય અને જીવન પ્રેમમય નીવડે. સુંદર પસંદગી કરી યથાયોગ્ય સ્વરૂપમાં કહેવતો મૂકવામાં ઉક્ત સ્ત્રીલેખકે અજબ ચાતુરી વાપરી છે, અને તેથી તેમને ધન્યવાદ ઘટે છે. જૈનસમાચાર” ના ગ્રાહકોને તેના અધિપતિ રા. વાડીલાલે ભેટ આપી હતી, અને ઉક્ત સ્ત્રીલેખક પણ જૈન કન્યાશાળા જૈન શ્રાવિકાશાળાને ગુજરાતી કન્યાશાળામાં અભ્યાસ કરનારી બહેને તથા તેમના શિક્ષકોને તથા પતિવ્રત ચાહનારી માતાઓને ભેટ તરીકે આપવા માંગે છે. જોઈએ તે ટપાલખર્ચ માટે બે પૈસાવાળી ટીકીટ “શાહ લાલચંદ ત્રિભુવન, કાપડબજાર મુ. ભાવનગર એ સરનામે બીડી પુસ્તક મંગાવી લેવું.