________________
સ્વીકારે અને સમાàચના.
૧૭૮ અભ્યાસક્રમ જોવાની અમો ભલામણ કરીએ છીએ. આ સંસ્થા કેટલાક વર્ષો થયાં ઉઘતી હતી તે હમણના કાર્યવાહકના એકત્ર બળથી જાગૃત થઈ છે એ જાણી આનંદ થાય છે અને આશા રહે છે કે કાંઈક ઉપગી કાર્ય કરી બજાવશે. અનેક કાર્ય હાથ ધરતાં એકને જ હાથ ધરી તેને પૂર્ણ ટોચે પહોંચાડવું એ અત્યંત પ્રશંસનીય અને માનપ્રદ છે.
સ્વાધ્યાય માળા-પ્રથમ રન–- (સંગ્રહ કરી પ્રસિદ્ધ કર્તા ચુનિલાલ વીરચંદ નાળીએરવાળા-ભરૂચ. પૃ. ૮૦ પદ્મવિલાસ પ્રિ. પ્રેસ. ભરૂચ.) આમાં “શ્રી પંચાસ્તિકાય રહસ્ય અને પારમાર્થિક વચનામૃતોને પ્રકાશ” છે. દ્રવ્યાનુયોગના અભ્યાસીને પંચાસ્તિકાય એ પુસ્તક અવશ્ય અવલોકવા જેવું છે, અને ત્યારપછી તેમાં રહેલ ગર્ભિત વાક્યોને હદયમાં ઉતારી તેનું વારંવાર મનન કરવા યોગ્ય છે; તેથી તે વાકે, આમાં સંગ્રહ કરેલ છે. માટે ઉપયોગી થશે. મૂલ્ય અમારા જાણવા પ્રમાણે કંઈ છે નહિ. જોઈએ તેમને ટીકીટ બીડી મંગાવી લેવું.
હિંમત કાવ્ય--( કર્તા રા. હિમતલાલ ડાહ્યાભાઈ શાહ. મહુવા, મહુવા ત્રિભુવનપ્રેસ પૃ. ૨૪. મૂલ્ય લખેલ નથી). આમાં અનુક્રમણિકા નથી, તેથી ગણત્રી કરતાં ૧૬ કાવ્ય છે. કાવ્યમાં જેવી હૃદયમાં અને ભાવલાસ ઉછળવો જોઈએ તેવો નથી, ભાષામાં કર્કશતા છે, છતાં પ્રયાસ ઉત્તેજયો ગ્ય છે, ધીમે ધીમે તેમાં કંઈ તેજ પ્રકાશે એવું સંભવે છે, છતાં તેવું તેજ આવ્યા વગર પ્રસિદ્ધિમાં મૂકવાની ઉતાવળ કરી હોય તેમ લાગે છે. કાવ્ય એ કંઈ ગધમાં મૂકાતા વિષયને છંદમાં ગોઠવી દેવું એ નથી, એ ખાસ ધ્યાનમાં લેવાનું છે. વળી વ્યુત્પત્તિ બહુ અવ્યવસ્થાવાળી છે. સંસ્કૃતનું જ્ઞાન ન હોવા છતાં લેખકોએ શુદ્ધ ગુજરાતી ભાષા તરફ ખાસ લક્ષ આપવાનું છે. પોતે કબૂલ કરે છે કે –
ગીર્વાણુ જ્ઞાન નવ પુર્ણ ન ગુર્જરીનું, ના પુર્ણ ન વળી વાંચન છે મઝેનું; એવું પ્રતીકુળપણું સહુ પાસ દીસે,
શું કાર્ય સાધન બને પ્રીય મિત્ર વિષે. પૃ. ૧૧ આમાંજ પુર્ણ, પ્રતીકુળ, પીય, વીવે એ શબ્દો ખરી રીતે પૂર્ણ, તિકુળ, પ્રિય, વિષે એમ જોઈએ અને આવી રીતે સ્થાને સ્થાને હસ્વ દીઘીની મિમાંસા રાખીજ નથી. ચીત, શુદ્ધી, બુદ્ધી, વ્યથીત, ક્ષતી, વીચાર વગેરે શબ્દ કેટલા ગણાવવા ?
વળી પ્રાસંત્રુટિ પણ કેટલેક ઠેકાણે દેખાઈ આવે છે –વસંતતિલકાત્તમાં “આજે જુવાની પુનઃકાલે જરા જણાશે.” પૃ. ૧૫ અને દોહરા “બાળલગ્નની ઝાળની, લાગી કરી ઠેશ.' પૃ. ૨૧,
આટલું દય સંબંધે કહ્યા પછી હવે ગુણ તરફ જઈશું. રા. હિંમતલાલ એક જૈન, યુવક લેખક છે, અને કવિતા કરવાના ઘણુ શોખીન છે.
આ પત્રમાં એક બે વખત (મશક્તિ આદિ) પ્રસિદ્ધ થયેલ છે અને જૈનશાસનાદિ પત્રમાં આવે છે. પ્રયાસ જારી રાખશે તે ધીમે ધીમે જેને મધ્યમ યા સામાન્ય કવિતા કહેવામાં આવે છે તેવી કવિતા-ઉપરના દેષ નિવારતાંબનાવી શકશે. તેઓ જે ખંડકાવ્ય ( જૈન ઇતિહાસમાં પ્રખ્યાત પુરૂષના સંવાદો-વસ્તુ લઈ) કરશે તો તે ક્ષેત્ર સારી રીતે