________________
પાંજરાપોળ પ્રત્યે સમાજસેવકનું કર્તવ્ય.
૪૧૫ ણાનું સારી રીતે આતિથ્ય કર્યું અને પછી આગમનપ્રોજન પૂછ્યું અને વળી ઉમેર્યું કે, જે કોઈ વ્યાપાર સંબંધી વિચાર હેમનો હશે તે પિતે હેમની સેવામાં તૈયાર જ છે; કારણ કે પોતે આડતનું કામ કરતા હતા. સુદર્શને ખુલાસો કર્યો કે, આડતના કામ પ્રસંગે તે આવ્યો નહોતો પણ પાંજરાપોળ સંબંધી પૂછપરછ માટે આવ્યો હતે.
“ધન્ય છે આપને, શેઠજી ! આપ ધર્મકાર્ય પાછળ સારું લક્ષ આપે છે એ આપની લાયકી પુરવાર કરે છે.” ગંગાદાસ શેઠે મચક લગાડે.
“ અને આપ પણ કઠાં ઓછી સેવા બજાવે છે? સાંભળવા મુજબ આપ પાંજરાપોળની આગેવાની ધરાવો છો. હિસાબખિતાબ આપ રાખો છો અને જાનવરની ભાવજતમાંથી ઘડી એક નવરા થતા નથી.” સુદર્શને હેનું પેટ લેવા કહ્યું.
ગંગાદાસ–એમાં શું? અબોલ જાનવરની બરદાસ કરવી એ તો આપણી ફરજ છે.
સુદશન–ખરું; પણ એવી ફરજ કઈક જ સમજે છે. જે બધા લેકે ફરજ સમજતા હતા તે અહીંની પાંજરાપોળની આ દશા ન હેત. હું સાંભળ્યું છે કે આપના કે સ્વર્ગસ્થ કુટુંબીએ પાંજરાપોળને આપવા માટે અમુક રકમ આપને સેંપી છે; પણ તે રકમ કોઈ માગતું જ નથી, જે કે આપ તે તે ખર્ચવા તૈયાર જ છે. હવે લોકે
હારે આટલી પણ ધર્મસેવા ન બનાવી શકે તે બીજું શું કરી શકવાના હતા? આજ તો, જે બે ઉપાડે તે મરે, એવું છે. શેઠજી !
વિવેકચંદ્ર–એકલી પાંજરાપોળની જ બાબતમાં તેમ છે, એમ નથી, જેનશાળા ખાતે પણ રૂ. ૧૫૦૦૦ શેઠ સાહેબને સોંપાયેલા છે પણ કોઈ માગે જ નહિ ત્યહાં શેઠ તે શું બિચારા મરે? પતીયાં, અપંગ મનુષ્યો, નિરાશ્રીત છોકરાઓ વગેરેના લાભાર્થે પણ હેટી રકમ શેઠ સાહેબના ટ્રસ્ટમાં મુકાયેલી છે પણ કઈ સાળા માગતાના જ નથી હાં શેઠને વાંક શું કહાવો? એ તે આપે કહ્યું તેમ જ છે કે, જેને માથે પડે તે ભોગવે. શેઠ એક તે બધાના રૂપીઆ સાચવે, અને વળી વહીવટને બાજે એમના માથે પડે; એ તે બિચારા શું મરે? દિકરે એક ને દેશાવર ઘણું !
સુદર્શન–માસ્તર સાહેબ! આપની વાત ખરી છે. ગંગાદાસશેઠને માથે આવી ડબલ ડયુટી’ આવે એ તે અસહ્ય જ ગણાય. લેકો ખરે જ ગુણ ચાર છે. મને એમ લાગે છે કે, શેઠજીને બેમાંથી એક તકલીફમાંથી તે જરૂર મુક્ત કરવા. શેઠજીને સેંપાયલી રકમો, શેઠજી, આપ તથા શહેરના બે સંભાવિત ગૃહસ્થોના નામે વ્યાજે મુકવા અને વહીવટ કરવા માટે આપને જ અહીં રાખવા હું ઈચ્છું છું. હવે હું વ્યાપારી લાઇનમાં પડયો હોવાથી આપને અહીં રાખતાં મહને અડચણ આવશે નહી; તેમ જ શેઠજીને પણ વહીવટની તકલીફ ઉઠાવવી નહિ પડે. (શેઠજી પ્રત્યે) કેમ શેઠજી, આ વાત આપને પસંદ છે ને? આપ કયાં નામો ટ્રસ્ટી તરીકે સૂચવી શકશો?
ગંગાદાસમહેરબાન, જે રકમ હને સેપાયેલી છે તે બીજાના હાથમાં આપવા હું તૈયાર નથી. મારા કરતાં બીજો માણસ વધારે શાહુકાર હું જેતે જ નથી; અને રકમ તે ઘણુંખરી ધર્માદા ખાતે વપરાઈ પણ ગઈ છે.
વિવેકચંદ્ર-હારે તે વપરાયેલી રકમને હિસાબ બહાર પાડવા કૃપા કરશે?