________________
૪૧૬
જૈન કોન્ફરન્સ હેરલ્ડ
આપની ઇચ્છા થશે તે હિસાબ તૈયાર કરવામાં મદદ કરવા સેવક તૈયાર છે.
ગંગાદાસ–વિવેકચંદ્ર ! ઝાઝી શાહુકારી જવા દે. આજકાલના હમે અમારે હિસાબ માગનાર કેણ છો? હમે અમારા માલીક–બાલીક છે કે શું?
વિચંદ્ર–એમ ગુસ્સો કરવાનું કારણ નથી, શેઠજી! હું શાંત રીતે વાત કરું છું અને આપ શું કરવા તપી જાઓ છો? ભલા, હમારી મરજીમાં આવે તેમ કરે, પણ આપના કાકા મરહુમ ગેપીલાલનું વઈલ (વસીઅતનામું) જરા બતાવશે? અમારા શેઠજીને તે જોઈને હેમાં જે ખાતે વધુ રકમ અપાયેલી હોય તે ખાતે તે રકમમાં પિતા તરફની અમુક સારી રકમ ઉમેરીને તે ખાતાને ધમધોકાર ચલાવરાવવાની ઇચ્છા છે.
ગંગાદાસ–વિલ બીલ કાંઈ થયું જ નથી; મરહમે કાંઈ વિલ કદી કર્યું જ નથી. એમની કહેવાતી સઘળી મિલ્કત વડીલોપાર્જીત હોઈ આખા કુટુંબને તે પર હક હતો અને તેથી અમે તે મિલ્કત લીધી છે; અમો હેમના કુટુંબીઓમાં તે મિલ્કત સંબંધી તકરાર થતાં પંચદ્વારા વહેંચણી થઈ છે, કે જે વહેંચણીને દસ્તાવેજ કરતી વખતે અમે ભલા થઈને ધર્મનિમિત્તે પણ અમુક રકમ લખાવેલી છે;
વિવેચંદ્ર–સાહેબ! હું સઘળી વાત જાણું છું. હુઈલ” થયું જ નથી એમ જે હમે કહેતા હે તે હું કહીશ કે હમારા જેવા લબાડ અને ધર્મધુત્તા દુનીઆમાં કોઈ છે જ નહિ. લાખ રૂપીઆની ધર્મદાની મિલ્કત પચાલી પાડીને શાહુકારમાં ખપનાર એ ચંડાળ! જે, આ શું છે? આ હારા મરહુમ કાકાનું કરેલું “વુઈલ, કે જે ગઈ કાલે જ મ્હારા હાથમાં આવ્યું છે. અને આ જે તે વુલની સાબેતી માટે દસ્તાવેજી પા પુરાવા! હવે તું “પુઈલ થયું જ નથી, એમ બુમ પાડ્યાં કરજે. હું હવે જોઉં છું કે તું ધર્માદાની રકમ કેવી રીતે ઉચાપત કરી શકે છે. ઓ નફટ ! હે તે “વુઈલ” રદ કરાવવા માટે એક બનાવટી વુલ પણ તૈયાર કરાવરાવ્યું છે, તે પણ મહારા જાણવામાં છે; પણ એ પાપી! બરાબર સમજજે કે પાપીને માણસ નહિ પણ પિતાનાં પાપ જ ખાશે. હારી પાસે હારાં સઘળાં છિદ્રને ઈતિહાસ છે; જે તે આ રહ્યા; અને કહે તે હને વાંચી પણ સંભળાવું. પણ તું કે જે બેકડાના દુધમાંથી અને લંગડાં ઢેરના ઘાસમાંથી ઉછરેલ છે હેને એવું સંભળાવ્યાથી પણ શું હાંસલ છે? પરંતુ માનજે કે હવે હારું આવી બન્યું છે. હવે સરકાર જ હને ઈન્સાફ આપશે. આજે જ હું ફોજદારી અને દિવાની બન્ને રાહ હારા૫ર શર્યાદ કરવા સજજ થઈશ.
વિવેકચંદ્રની આ લાલચોળ થઈ ગઈ તે ખરા રૂપ પર આવી ગયે, ગંગાદાસ પણ રાતે પીળા થઈ ગયે, પણ વરુદ્ધ હોઇ તેણે જરા ગમ ખાધી. હેને એક યુવાન ભત્રીજે ત્યાં બેઠો હતો તે લાંબા હાથ કરી, મારવા જેવો દેખાવ કરી, બોલી ઉઠ, “ જાણે જાયે હને શાહુકારના છોકરાને ! રહેવાને ઘર પણ મળે નહિ અને આટલી શેખાઈ શા ઉપર કરી રહ્યા છે? ફર્યાદની ધમકી આપીને રૂપીઆ કરાવવા ઈચ્છતો હઈશ પણ પૈસા કાંઈ એમ મળે નહિ, તે દિવસે માણેકચંદ શેઠ કન્યાની વાત કરવા આવ્યા હતા ત્યારે હેનું પણ સજ્જડ અપમાન કર્યું હતું. દુનિયાનું રાજ્ય હારા ઘેર આવ્યું છે કે શું?”