SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ | જૈન કોન્ફરન્સ હૈર૭. પાંજરાપોળ પ્રત્યે સમાજસેવકોનું કર્તવ્ય. [ રે. વા. એ. શાહ. ની સુદર્શન' નામની નવલકથામાંથી આ નીચે લેખ ઉતારવામાં આવ્યું છે, એવા હેતુથી કે, સમાજસેવકને પાંજરાપોળ આદિ જાહેર સંસ્થાઓ તરફના પિતાના કર્તવ્યનું ભાન થાય અને એવાં ખાતાંનાં નાણાં ઉચાપત કરનારાઓની પણ આંખ ઉઘડવા પામે. –સપાદક, “જૈન કૅન્ફરન્સ હેરલ્ડ'] સુદર્શનની ઈચ્છા પિતાના લગ્નને બીજે દિવસે હવારમાંજ “શીખ લેવાની હતી; પતુ હેના શિક્ષક અને મિત્ર વિવેકચકે જણાવ્યું કે “એટલી બધી ઉતાવળ કરવાની કશી જરૂર નથી; એક દિવસ રોકાઈને શહેરનાં ધર્માદા ખાતાં અને બીજા જાહેર ખાતાંએ જોવાં જોઈએ અને તે પૈકીની સુવ્યવસ્થિત સંસ્થાઓને આર્થિક સહાયતા આપી અને જબુત કરવી જોઈએ.” આ વિચાર શિષ્ય કબુલ રાખે. હવારમાં દુધ પી તેઓ પ્રથમ પાંજરાપોળ જોવા ગયાહેમના “પ્રોગ્રામ” માં તે પછી સરકારી સ્કૂલ તથા એક જાણીતા વૈધતું ઔષધાલય જેવા જવાનું કરાવ્યું હતું. સુદર્શન, વિવેકચંદ્ર, ઉપદેશક હરીલાલ, ઉત્તમચંદ્ર, કેવળદાસ તથા સુદર્શનના મિત્ર સર્વ પાંજરાપોળમાં આવી પહોંચ્યા. દરવાજામાં એક ભીખારી જેવો માણસ બેઠા હતે, હેણે હેમને સત્કાર કર્યો અને હેમની સાથે જઈ સઘળું બતાવવા માંડયું. સુદર્શન દરેક ચીજ બારીકાઈથી તપાસતે હતે. પ્રથમ તે હેને એક જ બારીવાળી હાની કોટડીમાં ૨૦૦ ઘેટાનાં બચ્ચાંને પૂરેલાં જોઈને ત્રાસ છૂટે. એ ૨૦૦ માં પણ ત્રણ આગલી રાત્રે મરી ગયાં હતાં, હેમનાં મૃત શરીરને જોઈ હેની આંખમાંથી અશ્રુ છૂટયાં. પેલા ભિખારી જેવા માણસને પૂછતાં તેંણે વધુ માહેતી આપી કે, આ પ્રમાણે દરરોજ ૧૦-૨૦ લવરડાં ભરે છે. ચાંદા પડેલા બળદપર માખીઓ બણબણુટ કરી રહી હતી. ચેતર ગ દકી પથરાઈ રહી હતી. લવરડાં વગેરેને વાતા દુધમાં ભેળ થતું હતું, હિસાબ જોતાં હેમત સેંકડો રૂપીઆ ખવાઈ ગયેલા જણાયા ને દરસાલ પાંજરાપોળમાં જીવદયા નિમિત્તના સેંકડો રૂપીઆ આવવા છતાં અને અમુક જાતના વ્યાપારપર પાંજરાપોળને ટેક્ષ નખાય તેવા છતાં સેંકડો રૂપીઆની “ખાદ” જણાઈ. ઉર્ડ તપાસતાં જણાયું કે “વાડ ચીભડાં ખાય છે. જે કઈ રીતે સમજાવીને અગર ધમકીથી પણ તે નાણાં શેકીઆઓ પાસેથી પાછાં કહડાવી શકાય તે તે આગેવાન હોવાથી બીજા સામાન્ય માણસો પણ પિતપિતાની પાસેનાં પાંજરાપોળનાં નાણાં તુરત આપી દે. - વિવેકચંદ્રને જન્મ આજે શહેરમાં થયેલ હોવાથી તે સર્વ રહસ્ય બરાબર જાણતે હતું, જે સુદર્શનને જણાવતાં હેણે કહ્યું કે, તે શહેરને એક સ્વર્ગસ્થ આગેવાન જૈન, જેનું નામ માણેકચંદ હીરાચંદ હતું અને જે ઘણજ ધર્મશીલ પુરૂષ હતા, હેના કુટુંબના ગંગાદાસ નામના એક આગેવાને માણેકચંદની મિલ્કતમાંને પાંજરાપોળના હકકનો હેટ હિસ્સે પણ હજમ કર્યો છે, તેથી સઘળાને લઈને વિવેકચંદ્ર પ્રથમ ગંગાદાસને ઘેર ગયે. ગંગાદાસ શેઠ વિવેકમાં તે જાય તેવા નહતા. હેમણે સુદર્શન જેવા શ્રીમંત પ્રાદુ
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy