SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ Vio જિન કૅન્ફરન્સ હૈર૯ પ્રતિ એટલે ઉલટાં અને કમણ એટલે પગલાં ભરવાં અર્થાત બહિત્તિથી ઉલટાં એટલે અંતર્સન્મુખ પગલાં ભરવાં કે અંતર્દષ્ટિ રાખવા માટે પુરૂષાર્થ કરે તે પ્રતિક્રમણ. પતિને અર્થ સામે (થવું) લેતાં આત્મવિમુખવૃત્તિની સામે થઈ કે તેને પરાજ્ય કરીને આત્મભિ. મુખ પગલાં ભરવાં એવોજ ભાવાર્થ થઈ શકે છે. જેઓ આખા વર્ષમાં એક અઠવાડીઆના સવારસાંજ મળી બે પહોર આત્માભિમુખ વૃત્તિ ન રાખી શકતા હોય તેવા અધિકારી એ વર્ષમાં એક દિવસને સાંજનો એક સમય તે અવશ્ય પ્રતિક્રમણ એટલે આત્માભિમુખ વૃત્તિ રાખવા પ્રયાસ કરવા સારૂ પ્રતિક્રમણ કરવું જોઇએ. આત્માભિમુખવૃત્તિને વર્ષ વધી પ્રતિ એકજ વખત પ્રયાસ હેઈ આને સાંવત્સરિક પ્રતિક્રમણક હેવામાં આવે છે. આ પ્રતિક્રમણ વખતે હંમેશાં જેઓ પ્રતિક્રમણ કરે છે તેઓ તથા બીલકુલ જેઓ નથી કરતા તેઓ તમામ ભળીને આત્મજ્ઞાનના પ્રકાશક પરમશાંત શ્રી સદ્ગુરુની સાક્ષીએ આખા વઉનાં પાપોને પશ્ચાત્તાપ કરીને હવે પછી તેવાં અપકૃત્ય નહિ કરવા મનમાં નિર્ણય કરવામાં આવે છે. આખા વર્ષમાં જગદભિમુખવૃત્તિ રાખવાથી જે કલ્પનામય સૃષ્ટિને અનુભવ થયો હેય તે રૂપ જે પાપ લાગ્યાં હોય તે આત્માભિમુખવૃત્તિ દ્વારા વિલય કરીને હવે પછી જગદભિમુખવૃત્તિ નહિ કરતાં બનતાં સુધી આત્માભિમુખ વૃત્તિ રાખવાનૈ દઢ નિશ્ચય કરવામાં આવે છે એજ સાંવત્સરિક પ્રતિક્રમણને હેતુ છે અને તે સર્વમાન્ય છે. જગદભિમુખ વૃત્તિને રોકવી કે વિલય કરવી અને આત્માભિમુખવૃત્તિનો આદર કરવો તે પ્રતિક્રમણ. શ્રી સ્થાનાગ સૂત્રમાં પણ આશ્રવઠાર કે જગદભિમુખવૃત્તિને રોકવી તે પ્રતિક્રમણ કહેલું છે જુઓ “ઉદ્યવિષે ડિમ” પ્રતિક્રમણ પાંચવિધ કીઘેલું છે “સત્તાવાર હિતને આવકાર-બહિવૃત્તિ-રોક્વારૂપ પ્રતિક્રમણ, મિદાત્ત હિમા, મિથ્યાત્વ-દેહબુદ્ધિ પ્રતિક્રમણ - કરવું, રાણા ઘકિંમળ કષાયને પ્રતિક્રમવાં, વજ પદમ મન, વચન અને કાયોગને પ્રતિક્રમવાં, મવદ્વિમળ ભાવપ્રતિક્રમણ કરવું. - સાધુ મુનિરાજે માટે પણ પ્રતિક્રમણમાટે શ્રી સ્થાનાંગજી સુત્રમાંજ ભગવાને ફરમાવેલું છે કે પંચ મદāguસ પરિમો અટવને પણ સાધુઓને પંચ મહાવ્રત સહિત પ્રતિક્રમણ સાથે અચેલ (વસ્ત્રરહિત) ધર્મ (શ્રીજીનેશ્વરે ) કહ્યો છે. ઉપર પ્રમાણે શ્રમણે અને શ્રમણે પાસકોએ સાંવત્સરિક પ્રતિક્રમણ દરજીઆત કરવાનું હોઈ, તે પ્રતિક્રમણ અવશ્ય પરમભાવ પૂર્વક કરવું અને સવજીને શુદ્ધાંત:કરપૂર્વક ગદગદ કંઠે થઈ ખમાવીને સર્વત્ર અભેદભાવને ભાવીને નિજસ્વરૂપમાં લીન થઈ જવું એજ સાંવત્સરિક પ્રતિક્રમણને હેતુ છે. પર્યુષણ પર્વની ભિન્નતા ઉપરથી ઉદ્ભવતા વિચારે –જેનમાં મુખ્ય દિગંબર : અને શ્વેતાંબર એવા બે વર્ગ પૈકી દિગંબરે અને શ્વેતાંબરના પર્યષણ સાથે નહિ થતાં આગળ પાછળ–તદન આગળ પાછળથાય છે પણ તેજ ઋતુમાં થાય છે. શ્વેતાંબરમાં દેરાસરવાળા શ્વેતાંબરે અને સ્થાનકવાસી ઢંઢક શ્વેતાંબરને ચોથ, પાંચમને તફાવત પડે છે. તપગચ્છ શ્વેતાંબરમાં (દેરાસરવાળામાં) પણ ચંચલિક પાયચંદ, તપગચ્છ, ખરતર ગચ્છ, વગેરેમાં ચોથ પાંચમની તકરાર-જpજ તકરાર-જોવામાં આવે છે. (દિગંબર શ્વેતાંબરની પર્યુષણાદિ માટેની તથા શ્વેતાંબરની અંદર અંદર ચોથ પાંચમ વગેરેની નકામી તકરાર ચાલ્યા જ કરે છે, આ તકરારને વાથી અંત આવવાને જ નથી. જુઓ પરમ
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy