________________
જિન કોન્ફરન્સ હૈં
સ્વાભાવિક રીતે ચિત્તમાં વ્યગ્રતા રહ્યા કરે અને તેથી પણ આત્મધ્યાનમાં મનની વિલયતા થઈ શકવી દુર્લભ છે. જે શીત અને ઉષ્ણકાલના સમભાવમાં કાલ હોય તો તે યોગ્ય ગણાય. આષાઢ મહિનાથી ચોમાસું બેસે છે ત્યારથી જગતમાં શાંતિ થાય છે. ઠંડી અને ઉષ્ણતાનું સમ પ્રમાણુ થવાથી મન પણ શાંત થાય છે. આ ઋતુને અતિ લાભ લેવા માટે મુનિરાજે અને મહાત્મા પુરૂષો તે ચાતુર્માસ-આષાઢ શુદિ ૧૫ થી આત્મધ્યાન ધરવા એક સ્થળે મચ્યા રહે છે. પરંતુ ગૃહસ્થ કે જેઓની ઉપર પોતાના બાહુબલે કમાઈ પિતાના કુટુંબનું પિષણ કરવાનું તથા દેશનું કલ્યાણ કરવાનું જોખમ રહેલું છે તેઓ ચોમાસાના ચારે માસ કાયમ રીતે આત્મધ્યાન ધરી શકે નહિ માટે તેવાઓ સારું ચોમાસાની લગભગ અરધી મોસમ જતાં એટલે શ્રાવણ ભાદ્રપદ માસની સંધિમાં-તદન સમશિતષ્ણ મેસમનાં દિવસો નક્કી કરેલા છે. આ દિવસે એવા છે કે તે વખતે ગૃહસ્થોને ઘણું કામ હોતું નથી એટલે કે લગભગ નવરી મોસમ જેવું હોય છે. આ મોસમના મોલપાણી સારા જે, લોકોના ચિત્ત વ્યવહારદષ્ટિએ પણ સ્થિર હોય છે, ઉલ્લાસમય હોય છે. પૂર્ણ વરસાદ પાણીથી થએલ સંતને પરિણામે તેઓ બે પૈસા ખર્ચવામાં પણ છૂટ લઈ શકે છે. એ ઉપરાંત આ સમયે વાતાવરણ પણ સ્વચ્છ હોય છે, હવા નીરોગી હોય છે. આવાં કારણેને લીધે તે વખતે બાહ્યાભ્યતર મનની સ્થિરતા સ્વાભાવિક હોય છે અને તેમાં આવું સત્સગાદિ નિમિત્તદ્વારા આત્મધ્યાન કરવામાં આવે તે પછી મને શાંતિની અપૂર્વતા માલુમ પડે અને આત્મસ્થિરતા પ્રાપ્ત થાય એમાં નવાઈ નથી. આવો હેતુ લક્ષમાં રાખીને જ શ્રાવણ ભાદ્રપદ માસની સંધિમાં, પર્યુષણ પર્વ ઉજવવા માટે પ્રાચીન કાલથી નિર્ણય કરાયેલ છે. જુઓ ગ સાધક પુરૂષ અતિ ઉષ્ણ તેમ-અતિ શીત કાલમાં જોઈએ તેવો વેગ સાધી શકતા નથી પણ સમશીતોષ્ણમાં જ સાધી શકે છે. આત્મસ્થિરતા-પર્યપણ-એ પણ ગજ છે તે આત્મસ્થિરતા કે જે વેગનું ફળ કે પરિણામ છે તેતે સમશીતોષ્ણમાં સાધ્ય કરવું જોઈએ તેમાં નવાઈ નથી. માટે જ દેશકાળ ધ્યાનમાં રાખીને પર્યષણ માટે શ્રાવણભાદ્રપદ માસની સંધિ પસંદ કરેલી છે.
સાધુ અને પર્યષણે કલ્પ–શ્રી કલ્પસૂત્ર તથા સ્થાનાંગદિને વિષે સાધુના મુખ્ય દશકલ્પ એટલે આચાર કહ્યા છે તે પૈકી દશમું પર્યપણ કલ્પ કહેલું છે જુઓ શ્રી સ્થાનાંગ સૂત્રમાં “ પરથor Q” પર્યુષણકલ્પ (ઠાણે દશમ) કહેલ છે, તેમાં પર્યુષણને અર્થ સ્થિરતા બતાવ્યો છે. એક સ્થળે સ્થિર થવું તે પર્યુષણકલ્પ. સાધુ લોકોએ ચતુર્માસમાં એક સ્થળે સ્થિર રહી આત્મસ્થિરતા સાધવી તે સાધુને પર્યપણું કપ છે. અષાડ સુદિ ૧૫ થી ભાદરવા સુદિ ૪ સુધી એટલે ૫૦ દિવસ સુધી સાધુનું ચતુર્માસ નક્કી ન કહે. વાય. તેમાં ૫૦ દિવસની અંદર હરકોઈ મનુષ્ય સાધુ મુનિરાજને પૂછે કે “મહારાજ શ્રી અત્રે ચતુર્માસ રહ્યા છો કે? ત્યારે સાધુજી કહે છે જેવી ક્ષેત્ર સ્પર્શને તે પ્રમાણે રહેવાશે” અને સંવત્સરી પ્રતિક્રમણ કરી રહ્યા પછી સાધુજી ચતુર્માસ નક્કી કરી લે, એટલે તે પછી એમ જ પૃચ્છા કરવામાં આવે છે એમ કહે કે “આયુષ્યને અધીન છે બાકી અત્રે ચોમાસું રહેવાનું તે નક્કી ધાર્યું છે. તેથી જ “પયૂષણ દ્વિધા કહ્યું, શ્રી સની માંય આત્મસાધક સાધુમુનિ રાજેએ ચાતુર્માસ રૂ૫ પર્યુષણમાં પૂર્ણ રીતે આત્મસાધનદ્વારા આત્મસ્થિરતાને પ્રયાસ કરે છે તે એટલે સુધી કે એ સ્થલ છોડીને બીજે ગામ