________________
પર્યુષણ પર્વ.
૪૦ અસ્થિર છે માટે હે ગૌત્તમ (આત્મજ્ઞાન મેળવવામાં) ક્ષણ પણ પ્રસાદ કરવો નહિ,-મતલબકે અપ્રમત્ત થવું, અર્થાત આત્મધ્યાનની સુરતા તુટવા દેવીજ નહિ. ભાવાર્થ એ છે કે આત્મધ્યાનધારા વગર વિલંબે આત્મસ્થિરતા પ્રાપ્ત કરવી પરંતુ અંધપરંપરાએ ચાલવું નહિ. જગતને ઘણો ભાગ અંધપરંપરાએ એટલે કે સ્વાશ્રયે નહિ. કિંતુ પરાશ્રયે ચાલો જોઈને ભગવાન સૂત્રકારને પણ શ્રી સૂત્રકૃતાંગ-સૂયગડાંગજીમાં ઉપદેશવું પડયું છે કે – - अंधो अंधं पहंणितो दूर मद्धालु गच्छइ
आवजे उपहंजंतुं अडवा पंथाणुगामिण જેમ કોઈ અંધ બીજા અને દૂર લઈ જાય છે પણ તે અંધ ઉન્માગે પડે અર્થાત અન્ય ભાગે જાય પણ વાંછિત સ્થળે ન જાય એટલે કે પોતે અને બીજા અવળે માર્ગે જાય તેમ આત્મજ્ઞાનરહિત ક્રિયા કરનાર અજ્ઞાનીઓ તે અંધપરંપરા માગે છે તે મુક્તિને અનુકુલ થાય નહિ.
ભાવાર્થ એ છે કે કોઈ નહિ તે વર્ષમાં આઠ દિવસ અવશ્ય આત્મસ્થિરતા પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરવો જોઈએ. આ હેતુ લક્ષમાં રાખીને જ પર્યુષણ પર્વની પ્રવૃત્તિ અાદિ કાલથી ચાલી આવે છે અને અનંતકાળ સુધી દિગ્વિજય સાથે ચાલશે.
આઠ દિવસની આત્મસ્થિરતા માટે જ સમુદાય એકઠો થઈ, સવારમાં પ્રતિક્રમણ, સામાયિક, પૂજન કરે, પઠન પાઠન કરે કરાવે, ગાય આનંદમાં નાચે, નૂતન વસ્ત્રાભૂષણ ધારણ કરે, આત્મધ્યાન ધરે. ગાવું, નાચવું, પૂજવું, ભણવું, વગેરે આત્મધ્યાનનાં અંગભૂત છે કારણ કે ગાવા વગેરેથી પ્રેમ ઉત્પન્ન થાય છે, પ્રેમ ઉત્પન્ન થથેથી આત્મધ્યાન થઈ શકે છે અને આત્મધ્યાન દ્વારા આત્મસ્થિરતા સંપ્રાપ્ત થાય છે. આત્મસ્થિરતાની પ્રાપ્તિ એ જ પર્યુષણ જાણવું.
પર્યુષણ પર્વ કહેવાનું કારણ–પર્વ એટલે ઉત્સવ કે આનંદને ખાસ દિવસ. આઠ દિવસો પણ ઉત્સાહપૂર્વક, આનંદપૂર્વક, સ્થિરતાપૂર્વક ઉજવવાના છે તેમને મહાન પર્વ તરીકે ગણવામાં આવે છે. એ આઠ દિવસો શ્રાવણ વદિ ૧૨ થી ભાદ્રપદ સુદિ ૪–૫ સુધી મુકરર કરેલા છે.
પર્યુષણ પર્વ માટે શ્રાવણ-ભાદ્રપદ માસપસંદ કરવાને હેતુ:–પ્રાચીન કાળથી આત્મસ્થિરતા-પર્યપણું–માટે એટલે આત્મસ્થિરતા કરવા સારૂ તથા અગાઉ તેવા આત્મસ્થિરતાવંત થઈ ગયા તેમની યાદગિરિ સારૂ, એકઠા મળીને પરમાનંદમાં પર્યુષણાપવી ઉજવવા માટે શ્રાવણ વદિ ૧૨ થી ભાદ્રપદ સુદિ ૪-૫ સુધીના દિવસો નક્કી કરાયેલા છે. એ દિવસે નક્કી કરવામાં પણ મહાનું રહસ્ય રહેલું છે. એ નિયમ છે કે આત્મસ્થિરતા સંપ્રાપ્ત કરવા માટે દેશકાલ ઉપર ખાસ લક્ષ આપવું જોઈએ. દેશ માટે ભરતક્ષેત્ર ઉત્તમ સાધન છે અને તેમાં પણ સિદ્ધક્ષેત્ર સમિપવર્તી સારાષ્ટ્ર એટલે કાઠિવાડ ઉત્કૃષ્ટ દેશ છે. કાલ ઉપર દષ્ટિ કરતાં સ્પષ્ટ સમજાય છે કે શિઆલાની ઋતુ સારી છે પણ તેમાં અનહદ ઠંડી પડવાને લીધે મનુષ્યમાન આત્મધ્યાનમાં સ્થિર નહિ થતાં, તે મને મય ચક્રનું ઠંડી તરફ ખેચાણ થશે એટલે કે ઠંડી છે તે પણ આત્મધ્યાનની સર્વોત્કૃષ્ટ સાધનામાં કેટલીક વખત અંતરાયભૂત થવા સંભવ રહે છે. ઉનાળામાં અતિ ઉષ્ણતાને લીધે લોહી ઉકળવાથી