SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ४०६ ધ્યાન દ્વારા આત્મસ્થિરતા માટે નક્કી કરવામાં ન આવે તે અખિલ વિશ્વ આત્મજ્ઞાનની વિમુખ બની જાય અને સર્વત્ર અશાંતિ અને અસ્થિરતાનું જ સામ્રાજ્ય પ્રવર્તમાન થાય. આવું ન બને અને જગતમાં મને શાંતિ અને આત્મસ્થિરતા ચાલુ રહે એ ધ્યાનમાં રાખીને પ્રાચીન મહપુરૂષોએ ફરજીઆત રીતે વર્ષમાં આઠ દિવસ તે આત્મધ્યાનધારા, મને શાંતિ અને આત્મસ્થિરતા મેળવવી જોઈએ એવો નિર્ણય કરીને સર્વ આત્મસ્થિરતા આરાધકે –ચતુર્વિધ સંઘને માટે પર્યુષણ પર્વની પ્રવૃત્તિ કરી છે-એટલે કે કાંઈ નહિ તે વર્ષમાં આઠ દિવસ તે આત્મોન્નતિ ઈચ્છક વર્ગ અવશ્ય ધ્યાનાદિક ધાર્મિક ક્રિયાઓ સામાયિક, પ્રતિક્રમણ, પૂજન, વ્રત, ઉપવાસ, પ્રત્યાખ્યાન, વગેરે કરવાં જોઈએ. એ કરવાને હેતુ ફક્ત આત્મસ્થિરતા-પર્યુષણ જ છે. સામાયિકમાં તે પ્રત્યક્ષ રીતે સમભાવમાં–આત્મભાવમાં આવવું જ જોઈએ. પ્રતિક્રમણમાં પણ આત્માભિમુખ પગલાં ભરવાં જ જોઈએ. પૂજનમાં પણ સંદર્યદ્વારા મને શાંતિ પ્રાપ્ત કરી આત્મધ્યાન કરવું જોઈએ. ઉપવાસાદિના પ્રત્યાખ્યાનેને હેતુ તે સ્પષ્ટ છે કે એથી શરીર સ્થિર થતાં મને શાંતિ સાંપડે છે. ઉપવાસાદિને હેતુ મુખ્ય તે એવો છે કે આત્મસ્થિરતા પ્રાપ્ત કરવા માટે એટલે પુરુષાર્થ કરે કે ખાવું પણ નહિ, પીવું પણ નહિ, બલવું પણ નહિ પરંતુ કેવલ આત્મધ્યાન દ્વારા આત્મસ્થિરતાની પ્રાપ્તિ કરવી. આવી રીતે જે પ્રત્યાખ્યાન થાય છે તે વિશેષ સફલતાવાળા ગણી. શકાય. અંધપરંપરાએ લલેલોલ તે મિથ્યામતિઓ એટલે આત્મજ્ઞાનવિમુખે કુટે છે. અંધ પરંપરાએ કરનારો પણ વખતે, કોઈપણ વખતે નથી કરતા તેમના કરતાં ઠીક લાભ મેળવતા જણાય છે. શરૂઆતમાં દેખાદેખીએ અનુકરણ કરતાં શીખે પછી તે સાધકને સ્વતઃ વિચારનું સ્કુરણ થશે અને સુધરશે. જેઓ દેખાદેખીમાંથી સત્ય રસ્તા ઉપર આવે છે તેમની તે બલીહારી છે. જગતને ઘણે ભાગ તે આખી જીંદગી દેખાદેખીમાંજ પૂર્ણ કરે છે એટલે કે કેવલ અંધપરંપરાએ ગાડું ચલાવે છે કે ઠીક છે પર્યુષણ પર્વ આવ્યાં છે માટે લેક ની દેખાદેખીએ નિયમ પ્રમાણે પ્રતિક્રમણદિ કરવા અને એકાદ બે ઉપવાસ કરી નાંખવા, વળી એકાદ વખત સાકરની લેણી કરવી અને બહુ તે એકાદ પૂજા ભણાવવી એટલે બસ, પર્યુષણ પર્વની સમાપ્તિ થઇ, પર્યુષણ પર્વને હેતુ પૂર્ણ થયે, જે કે આવી પ્રવૃત્તિ પણ કેટલીક વખત લાભદાયક થાય છે તથા તેઓ તે રસ્તેથી પણ પરંપરાએ કેટલી ધર્મપ્રવૃત્તિ પુણ્યપ્રતાપથી આગળ વધી શકશે એ વાત સાચી છે પણ જીંદગીને ભરૂસો નહિ હોવાથી, પરમ શાંતિને આપનારી આત્મજ્ઞાનીઓની વાણીને તરત ગ્રહણ કરવી પણ તેમાં પ્રમાદ કરે નહિ જોઈએ. કેટલાકની માન્યતા એવી છે કે “આગળ ઉપર સમજાશે, એકડા પછી બગડો હોય—આ વાત સાચી છે પણ તેથી વિલંબ તો કરે નહિ જોઈએ. ગત્તમ જેવા મહપુરૂષને પણ શ્રી વીતરાગદેવ મહાવીરને ઉપદેશ દેવાની જરૂર જણાતાં શ્રી ઉત્તરાધ્યયનમાં ફરમાવ્યું છે કે “કુસ નદ ઘાસ વિતુv થાવં રિ સંઘમાળા”. “વં મનાય ની વયે સમર્થ જય મ પૂજાય” “તે અંગે જેમ જલબિંદુ અલ્પકાળ રહી ખસી પડે છે તેમ મનુષ્યનું આયુષ્ય
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy