________________
Cણ પર્વ
( લખનાર –રા. કુલદાસ નાનજીભાઈ ગાંધી-ટંકારા ) આપના તરફથી પ્રકટ થતા હેરલ્ડ માસિકના “વાર્ષિક પર્યુષણ અંક” માટે કાંઈ પણ લખવા માટે સૂચના થતાં, પર્યુષણ પર્વ ઉપર જ સંક્ષિપ્તમાં કહેવા ધાર્યું છે.
પર્યુષણ એટલે શું ? –પર્યુષણ એટલે સ્થિરતા. મનની આત્માને વિષે વિલયતા થવાથી જે સ્થિરતા પ્રાપ્ત થાય છે તેને જ પર્યુષણ કહેવામાં આવેલ છે. મનોશાન્તિ, આ ભસ્થિરતા તે પર્યાપણું.
પર્યુષણ પર્વની પ્રવૃત્તિ થવાનું કારણ:-પર્યુષણ પર્વની પ્રવૃત્તિ એ એક જાતનું સંમેલન છે. આધુનિક સમયમાં જેમ ધર્મકાર્ય માટે શ્રેયસ્સાધક અધિકારી વર્ગ, થીસફિસ્યા વગેરે સમુદાયવાળા, અમુક દિવસોએ એકઠા મળીને ધર્મધ્યાનને, તેમના પંથના રિવાજ અનુસાર સાધ્ય કરે છે તેવી જ રીતે પ્રાચીનકાળમાં ધર્મધ્યાન કરવાના રિવાજને લઈને વર્ષમાં આઠ દિવસ પણ મનોશાંતિ અને આત્મસ્થિરતાની સંપ્રાપ્તિ માટે એકઠી મળીને ધર્મધ્યાનાદિ સાધ્ય કરવામાં આવતાં હતાં; એજ પ્રવૃત્તિ પર્યુષણ પર્વ તરીકે અધાપિ પર્યત મોજુદ છે. અનાદિકાળથી તે પ્રવૃત્તિ ચાલુ છે અને અનંતકાલ સુધી તે પ્રવૃત્તિ ચાલુ રહેશે. - દરેક માણસે અહર્નિશ આત્મસ્થિરતા ધારણ કરવી જોઈએ. આત્મસ્થિરતા ન રહેતી હેય તે તે પ્રાપ્ત કરવા માટે પ્રબલ પુરૂષાર્થ કરવો જોઈએ. જેઓ અહર્નિશ પ્રબલ પુરૂ પાથદ્વારા આત્મસ્થિરતા પ્રાપ્ત કરવા પ્રયાસ કરી રહ્યા છે, તેઓને તે સંદવ પર્યુષણપર્વ જ છે; પરંતુ એવા અધિકારીઓ તે જગતમાં અનાદિકાળથી બહુ જ અલ્પ જોવામાં આવે છે. સામાન્ય બુદ્ધિ છે હમેશાં આત્મસ્થિરતા રાખી શક્તા નથી એટલું જ નહિ પણ તેને માટે પ્રયાસ પણ કરી શકતા નથી; એવાઓને આખું વર્ષ ન બને તે દરેક મહિનામાં જ પરબી બે પક્ષે મળીને બાર દિવસ તે મને શાંતિ અને આત્મસ્થિરતા માટે પ્રયાસ કરવો જોઈએ; પરંતુ તે પણ ઘણું સાધ્ય કરી શકતા નથી, તેમને માટે દશ દિવસ છે. તે પણ ન કરી શકે તેમને માટે આઠમ અને ચૌદશ બંને પક્ષે મળી દરેક માસમાં ચાર દિવસ તે આત્મસ્થિરતા મેળવવાના પ્રયાસમાં ગાળવા જ જોઈએ. પરંતુ ઘણા એવા છે છે કે ત્રીસ દિવસમાં ચાર દિવસ પણ આત્મધ્યાનઠારા આત્મથિરતા પ્રાપ્ત કરી શકતા નથી, તેમને માટે મહાન આત્મવેત્તા શ્રી તીર્થકર ભગવાનના કલ્યાણકના દિવસે નક્કી કરાયેલા છે કે તે મહાન પુરૂષની જયંતિના દિવસે તેઓશ્રીની આત્મસ્થિરતાની વાતનું શ્રવણ કરી તે પ્રમાણે બનતે પ્રયાસ કરે, પરંતુ આવા અમુક દિવસોમાં પણ ઘણો સમુદાય સંપૂર્ણ ભાગ લઈ શક્તા નથી. આત્મસ્થિરતા તો શી રીતે કરવી તે બાજુ પર રહ્યું પણ સેંકડે નવાણુ ટકાને તે આત્મધ્યાનની પણ ખબર હતી નથી. જ્યાં આત્મધ્યાનની કુંચીનું અભાન છે ત્યાં મનને શાંતિ અને આત્મસ્થિરતારૂપ પર્યુષણની તે આશા જ શી રીતે રાખવી ! ! ! આ બધું ધ્યાનમાં રાખીને જે ફરજીઆત રીતે અમુક દિવસે આત્મ