________________
શ્રી જૈન કૅાન્સ હેરલ્ડ.
પાડવાની—હલકા બનાવવાની ટેવ કેાઈ ને પણ સુખી કરતી નથી; તમારૂં વિચારક્ષેત્ર પણ અશુદ્ધ થાય છે; મન આડે રસ્તે ઉતરી જાય છે, અને સામા માણસને પણ નુકશાન થાય છે, અને તમને તેમાંથી કાઇ પણ જાતનાં સુખ-સતેષ મળતાં નથી, માટે અન્યની નિદા–ટીકા કરવામાંથી સર્વદા દૂરજ રહેજો. તમારી પોતાની જાતને કેમ વધારે સુધારવી, માનસિક વિશાળતા કેવી રીતે વધારવી તેજ પ્રયત્નમાં સર્વદા રહેજો.
४०४
જો તમારે તમારા કાર્યોમાં ક્ત્તે અવશ્ય મેળવવીજ હાય તો તમારી જાતને સુધારા, અને તમારા કાર્યોને ઉત્તમ બનાવેા. તમારા કાર્યા તરફજ દિષ્ટ રાખેા; પણ તમારા હરીક્ માટે એક અક્ષર પણ વિદ્ધતાના ઉચ્ચારતા નહિ. કાઇપણ માણસ સાથે દુશ્મનાઇ બાંધવી –શત્રુતા ઉત્પન્ન કરવી તે મનમાં ગેરવ્યવસ્થાજ ઉત્પન્ન કરે છે; અને આવી સ્થિતિમાં કાઇપણ કાર્ય સ ંપૂર્ણ થઈ શકતું નથી—ચ્છીત ફળ આપી શકતું નથી; તેથીજ અન્ય સાથે શત્રુતા રાખવી—તેની ટીકા કરવી, કે તેને હલકા પાડવા તે તમારી જાતનેજ નીચે ઉતારી પાડવામાં સાધનભૂત થાય છે. અન્ય સાથે શત્રુતા, કે અન્યની નિંદા-ટીકા તે તેને તે નુકશાન કરે અગર ન પણ કરે, પણ તમારી જાતને તે તેનાથી અવશ્ય નુકશાન થવાનું જ.તમે તે। નીચી પાયરીએ ઉતરી જવાનાજ, માટે તમારા કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે તમારી શક્તિના અન્યને હલકા પાડવામાં ખાટા વ્યય ન કરશે।, પણ તમારા કાર્યમાંજ મચ્યા રહેશે, તેા અવશ્ય ફત્તેહ મળશેજ.
જો તમને એમ ખાત્રીથી લાગતું હોય કે તમારા વિચારા ઉત્તમ છે, અન્યને અનુકરણ કરવા લાયક છે, અન્ય તે ગ્રહણ કરશે તો તેને બહુ ફાયદો થશે, તે તમારા વિચારાની ઉત્તમતા દર્શાવવવા અન્યના વિચારાની કદી પણ મશ્કરી અગર ટીકા કરશે નહિ. અન્યની માન્યતા- વિચારશ્રેણી ખાટી છે, તેવું સાબીત કરવામાં નકામા વખત ગુમાવશેાજ નહિ, તમારી માન્યતા તમારા વિચારા ખરા છે, અનુકરણીય છે તે બાબત દર્શાવવામાં તમારા વખત પસાર કરે; અન્યના વિચારો ભલે તેની પાસેજ રહે. તમારે તેની સાથે કા સંબંધ નથી. તમારે તે વિચારા ખાટા છે તે દર્શાવવાની પણ જરૂર નથી. જેમાં સત્યતા હશે તે સ્વતઃજ તરત તરી આવશે; પણ .અન્યના વિચારો હલકા છે, ઉતરતી પ ંક્તિના છે, તેની માન્યતા ખાટી છે એમ દર્શાવવું તે ઉત્તમતાની નિશાની નથી. અથવા તમારા વિચારો પણ હલકાજ છે તેમ તમારી નિંદા-ટીકા કરવાની ટેવજ સાબીત કરે છે. સત્યને અસત્ય સાથે કદી લડાઇ કરવી પડતીજ નથી. સત્યનેા હમેશાં જયજ થાય છે. સત્ય વિચારો. સત્ય વસ્તુ સ્વતઃજ તરી આવે છે; અને કેાઈ પણ મનુષ્ય અસત્યને સ્વીકાર કરશેજ નહિ. તેથીજ તમારી સત્ય બાબત સાબીત કરવા પ્રયત્ન આદરા. તેમાં વખત પસાર કરો, પણ અન્યની નિંદા-કુથલીની ટેવ છેાડી દેજો. તેમ નિંદા કરવાથી અન્યની માન્યતા તૂટી છે તેમ કદી સાખીત થવાનુંજ નથી. અન્યની નિંદા–ટીકાદ્વારા પોતાના વિચારોની ઉત્તમતા દેખાડવા જનાર અંતે નાસીપાસજ થાય છે. તેના ઉત્તમ વિચારો ઉપર પણ ખીન્ન મનુષ્યાને શંકા ઉઠે છે; માટે તેવી પ્રવૃત્તિ છેડી દઇ તમારા સત્ય વિચારા જેમ વધારે ફેલાય, જેમ લોકસમૂહમાં વધારે જાણવામાં આવે તેવા પ્રયત્ન કરો; અને તમારી સત્ય વાત અતે અવશ્ય પ્રગટ થશેજ, લેાક તેને માન આપશે, અને અન્યના હલકા વિચારો સ્વતઃજ ઉડી જશે. લેાકા તેના હિ કરે તે ખાત્રીથી માનજો. ૧
તરફ દષ્ટિ પણ તિશમ્.
૧. Efficiency નામક ઈંગ્રેજી માસિકમાંથી અવતરણ.