________________
જીવનમાં અનુકરણીય નિયમા
૪૩
જ્યારે તમને એમ લાગે કે અંધકારમય સમય આવી પહેાંચ્યા છે, તમને દરેક કાર્યમાં નિષ્ફળતા મળે તેવેાજ સમય વર્તે છે, ત્યારે પણ તમારી સર્વ શક્તિના ઉપયેગ કરજો, જો તમે નાસીપાસી ધારણ કર્યાં વગર તમારી શક્તિના ઉપયાગ કર્યાંજ કરશે, તે ખાઈ તરતજ પલટાતી માલુમ પડશે; અંધકારમાં પ્રકાશ પડતા માલુમ પડરો. જે કાર્યાંમાં ચાલુ નિષ્ફળતાજ મળતી લાગતી હોય, તેમાં પણ સફળતા મળતી જશે. પણ તમે તેવા સમયમાં તમારી શક્તિના ખ્યાલ કર્યા વજ્ર તેને આવરી દઈ તે અંધકારમય મુશ્કેલીઓને તાખે થઇ જઈ તેની સામા થવાને બદલે તે રૂપજ બની જશેા, તેા તમે નીચા અને નીચાજ ઉતરી જશે, અને તમારી શક્તિને પણ ઘણે અંશે કદાચ નાશ થઈ જશે. તમારૂં વાતાવરણ ગમે તેવું હોય, પણ તમારી કાર્યશક્તિ તે તમારા મન સાથેજ સબંધ ધરાવે છે. તમે નાહિંમત અન્યા વગર ધીરજ રાખી કાર્ય આગળ ચલાવ્યા કરે, તે તમારી ઘટતી જતી લાગતી શક્તિની વૃદ્ધિ થવા માંડે છે, અને છેવટે મુસ્કેલીઓનો પણ અંત આવે છે, તેથી ઉલટુ જો હિંમતને-ધીરજને નમસ્કાર કરી મુસ્કેલીઓને વશ થઈ જશેા, તેા મન મુંઝાશે, અને તમારી કાર્ય શક્તિના ધીમે ધીમે નાશ થઈ જશે. આમ હાવાથી તમારે માટે ખાસ જરૂરનું અને કાયદાકારક તેજ છે કે તમારે હમેશાં વધારે શક્તિ, વધારે માનસિક વિશાળતા, વધારે પૂર્ણતા, વધારે હિંમત, વધારે આનદ તમારામાં રહે તેવી જાતના સર્વદા પ્રયત્ન કરો. ઉંચા ચઢ્ઢા, અને વધારે ઉંચા ચઢા, અને વધારે ઉંચા અને મજદ્યુત વિચારવાતાવરણમાં વિચરતાં શીખા; અને મનની વધારે ઉંચી શક્તિઓના વિચાર કરી તે પ્રાપ્ત કરવાના પ્રયત્ન સેવા, અને આવા પ્રયત્નથીજ સર્વ કાર્યમાં સર્વદા તમને સફળતા મળશેજ.
આપણા ચાલુ જીવનમાં એવી ઘણી વસ્તુઓ હોય છે, એવું ઘણું વિચારક્ષેત્ર હોય છે કે જેને માટે આપણે અન્ય મનુષ્યા ઉપર આધાર રાખવેા પડે છે; તેથી જે જે માણસના સહવાસમાં આપણે આવીએ તે તે માણસ સાથે યથાયેાગ્ય સબંધ થાય તેવી રીતે વર્તવાની ધણી જરૂર છે. જ્યારે જ્યારે તમે કૈાઈના સબંધમાં આવવા ઇચ્છે, ત્યારે ત્યારે આનંદી સ્વભાવ, મનની વિશાળતા વિગેરે સદ્ગુણાને ધારણ કરીનેજ, તમારાથી બને તેટલી ઉત્તમતા દર્શાવતાં તેના સંબંધમાં આવવા પ્રયત્ન કરો, તેમ કરવાથી તેની પાસેથી જેની તમારે અપેક્ષા હશે તે વસ્તુ ઉત્કૃષ્ટ સ્થિતિમાં તમે પ્રાપ્ત કરી શકશે. આપણે અન્ય મનુ
ધ્યમાં આપણા ઉપર વિશ્વાસ ઉત્પન્ન થાય, અને આપણી તે માટેની ચેાગ્યતાનેા તેના મનમાં નિર્ણય તરતજ થાય તેવી રીતે વર્તવું જોઇએ. દિલગીર, નાસીપાસ, દુ:ખી ચહેશ વિશ્વાસ ઉત્પન્ન કરી શકતાજ નથી; વળી તમારા મનમાં તે વસ્તુ પ્રાપ્ત થશે કે કેમ તેમાં શકા હેાય, ત્યાં સુધી પણ ઇચ્છીત કાર્ય ફળીભૂત થતું નથી. માટે શંકાને મનમાંથી દૂર કરી ઇચ્છિત કાર્ય સત્વરજ સફળ કરવાની તમારામાં શક્તિ છે તેવા તમારા મનના મજબુત નિર્ણય સાથે આનંદી સ્વભાવમાં રમણ કરતાં સર્વની સાથે સંબંધમાં આવવાના વિચાર રાખો, અને ધારેલ ધારણામાં તમે સત્વરજ ફળીભૂત થો, તેમાં જરાપણ સંશય નથી. દુનિયામાં કાઈ પણ વ્યક્તિને નીચે ઉતારી પાડવાના, હલકા દેખાડવાને પ્રયત્નજ આદરૌં નહિ, પણ તમારી જાતને જેમ બને તેમ આગળ વધારવા, વિચાર વાતાવરણમાં શ્રેષ્ઠ થવાનું, મન ઉપર અંકુશ રાખવાનું, ઇચ્છિત કાર્યની સફળતા થઈ શકે તેવા આંદોલનમાં વિહરવાનું શીખજો. કાર્યક્ષેત્રમાં આવી રીતે આગળ વધવાથી હમેશા પરિણામ લાભદાયીજચિરસ્થાયી–સ તાષકારકજ આવશે. પોતાની જાતને આગળ વધારવાની ટેવ હમેશાં પ્રાપ્ત કાર્ય સંપૂર્ણ કરાવે છે, અને મનને સ ંતોષ આનંદ ઉપજાવે છે. જ્યારે અન્યને ઉતારી