________________
૪૦૨
શ્રી જૈન ફ્રાન્સ હેરલ્ડ.
આપણા મનનીજ થાય છે તેમ નકી સમજજો. જ્યારે કાઇ પણ કાર્ય તરફ ખેાટી ર્દાષ્ટથી જોઇએ, ત્યારે તે સર્વ કાયા ભૂલવાળાં-ખેાટાં, આપણને નહિ ગમતાંજ લાગે છે, જ્યારે આપણે અંધારામાં હએ, ત્યારે દરેક વસ્તુ આપણને પણ અધકારમયજ લાગે છે. પણ પ્રકાશમાં આવવું તે જેમ શક્ય છે, તેમજ હમેશાં પ્રકાશમાં રહેવું તે પણ બની શકે તેવું છે. વળી જ્યારે આપણે પ્રકાશમાં હાઇએ, ત્યારે દરેક વસ્તુ પ્રકાશમય, સુંદર, ઈચ્છવા લાયક, સારીજ લાગે છે; સારાંશ કે પ્રકાશમાંજ રહેવું, અંધારાને આપણાથી સદાને માટે દૂરજ રાખવુ, અને આપણા જીવનમાં સર્વ પ્રકાશમયજ દેખાશે. પ્રકાશ તે પ્રકાશજ છે. આખા દિવસમાં થેડી ક્ષણા તે હમેશાં તદ્દન શાંતિમાંજ પસાર કરવાની ચાલુ ટેવ કદી છેડી દેશે નહિ. અને તે દિવસમાં જેટલા વખત બની શકે તેટલા વખત મનને શાંત–ગુંચવણ ભરેલા વિચારોથી રહિત-સંસારની ઉપાધિમય ખટપટાથી રહિત–રાખવા અવશ્ય પ્રયત્ન કરો. ઘેાડે થેડે વખતે આવી રીતે પ્રાપ્ત થતી શાંતિ મનને શુદ્ધ કરશે, વિચારશક્તિને વધારશે, અને મનની અવરાયેલી શક્તિ ધીમે ધીમે ખુલી થઈ જશે.
જ્યારે કાઇ પણ વખત તમે તમારી ધારણા સફળ થતી ન દેખા, તમારી ઈચ્છાનુસાર ફળપ્રાપ્તિ થતી માલૂમ ન પડે, ત્યારે કદી પણ દિલગીરી ધારણ કરશે નહિ. કાઇપણ વખતે શાક દર્શાવવા દુરજ રાખજો, કારણકે દિલગીરી દર્શાવ્યા વગર સર્વ સમયે તમારે જે કાર્ય સાધવું હેાય, જે ઈચ્છા ફળવતી કરવી હેાય તેમાં દ્રઢ મનથી ઉદ્યાગથી વળગી રહેવાથી અવશ્ય તે ફળશેજ, અને તમારી પ્રથમની ધારણા કરતાં વધારે સારૂં મૂળ તમે મેળવી શકશેા. દિલગીર અને નાસીપાસ દેખાવથી તે તે કાર્ય ઉપરના અને તમારા મન ઉપરના પણ તમારા કાણુ નાશ પામે છે.-ગુમ થઇ જાય છે, અને તે કામુ મેળવતાં ઘણા વધારે વખત અને પ્રયત્નની પાછી જરૂર પડે છે. પણ દ્રઢ મન, નિીત વિચાર, અને અડગ શ્રદ્ધા-ખતથી તે કાર્ય પછવાડે મંડયા રહેવાથી તે કાર્ય અવશ્ય સફળ થવાનુંજ, અને તમારી ઇચ્છિા પાર પડવાનીજ. માટે કદી કાઇ પણ કાર્ય કરતાં દિલગીર કે નાસીપાસ જવુંજ નહિ; શ્રદ્ધાથી અને ખતથી તે કાર્ય પાછળ મડવું, અને અવશ્ય વિજયમાળા તમનેજ મળવાની.
તમારે કદિ પણ નાહિંમત, નાસિપાસ, ગભરાયેલા મનવાળા, અગર શાકાન્વિત થવું નહિ. આવી રીતે મનનું નાહિ ંમત થવું, ગભરાઈ જવું તેજ તેની નબળાઈ સુચવે છે, અને તેવું નબળું મન જે કાંઈ મુશ્કેલીએ તત્કાળમાં આવેલી હાય, તે દૂર કરવા સમર્થ થઇ શકતું નથી, જે મન હિંમત રાખી શકે છે, નિર્ણયથી ચળતું નથી, સદા આનંદી રહી શકે છે, અને શ્રદ્ધાને ત્યજતું નથી, તેવા મનવાળા મનુષ્યાજ દરેક મુશ્કેલીનેા નાશ કરી શકે છે, કારણકે તે મનુષ્યા સર્વ સ્થિતિમાં સર્વ વખતે ગમે તેવા પ્રસ ંગેામાં પણ મજમુત રહી શકે છે. ગભરામણવાળી અંધકારમય ક્ષણામાં મનની નાસીપાસ—નાહિંમતી થઈ જવાની વલણુ તેજ નિષ્ફળતાનું મુખ્ય કારણ છે. કારણકે મુંઝાતાં મુંઝાતાં મન એવી સ્થિતિએ જઈ પહેોંચે છે કે જ્યારે તેની શક્તિ અને તેનામાં રહેલી ન્યાયમુદ્ધિને નાશ થઈ જાય છે. જ્યારે જ્યારે મુશ્કેલીભર્યા કલાકામાં પણ મન મજબુતાઇથી કાર્ય કરે છે, પોતાનું શાર્ય અજમાવી ગ્રહણ કરેલ કાર્ય પાર પહેાંચાડે છે, ત્યારે ત્યારે તેની શક્તિ-બુદ્ધિ-ચાતુર્યમાં સર્વદા વૃદ્ધિ થાય છે, તેથી તમે મનનપૂર્વક આ વાત લક્ષમાં રાખો કે તમારા મનને તમે કદી પણ નિરૂત્સાહી, નાહિંમતી, અગર નાસીપાસ થવા દેશેા નહિ, પણ હંમેશાં પ્રાપ્ત કાર્યમાં આગ્રહથી ખંતથી મચ્યા રહેજો, અને અવશ્ય ઉત્તમ ફળની તમને પ્રાપ્તિ થશેજ,