________________
૪૦૧
જીવનમાં અનુકરણીય નિયમ. । जीवनमा अनुकरणीय नियमो.
લખનાર –કાપડીયા નેમચંદ ગીરધરલાલ–ભાવનગર. મનુષ્ય સ્વભાવ તપાસતાં જે કાંઈ તેની નબળી બાજુ દેખાય, તે તરફ તમે દુર્લક્ષ રાખતા શીખજે, અને તેની મજબુત બાજુ તરફ દષ્ટિ રાખી તેનું અનુકરણ કરજે, અને તમે પણ તેવા મજબુત થઈ શકશો
જ્યારે કોઈ પણ બાબત માટે તમે તમારે નિર્ણય દર્શો, ત્યારે હમેશાં તમારું લક્ષ તમારા મન તરફ આપ; કારણકે મન ઉપર લક્ષ આપીને તેના આદેશાનુસાર વર્તન કરવાથી અવશ્ય તમારું નિર્ણત કાર્ય ફળીભૂત થશેજ.
કાઈની પણ ભૂલ શોધવાનો પ્રયત્ન જ આદરશે નહિ. દરેક મનુષ્ય અગર પ્રાણીમાંથી સદ્ગણો-સારભૂત ગુણો શોધજો. મનને હમેશાં હલકી બાબત તરફ દેરશોજ નહિ. દરેક
સ્થળે જે ઉત્તમ સાર માલૂમ પડે તે તરફજ લક્ષ આપજે, અને દરેક વસ્તુમાંથી પણ ઈરછવાલાયક સાર તમે હમેશાં શોધી શકશે. •
જ્યારે જ્યારે કાંઈ પણ કાર્ય કરવાની મનુષ્યને દરછા થાય છે, ત્યારે ત્યારે તેની શક્તિ અને સારાં કૃત્ય તરફનું તેનું વલણ–તે બે બાબતે ઉપર ધ્યાન આપવામાં આવે છે. તે બંને માટે શુદ્ધ, આનંદી, દ્રઢ, મજબુત, સદ્ગુણગ્રાહી મનની ખાસ જરૂર છે. મનને તેવું બનાવવા પ્રયત્ન આદરો, અને તમારાં ઇચ્છીત કાર્ય સત્વરેજ ફળદાયી નીવડશે. '
જ્યારે કોઈ પણ કાર્ય કરતાં ગુંચવાડો થઈ જાય, તેમાંથી બહાર કેવી રીતે નીકળવું તે સુઝે નહિ, મન મુંઝાઈ જાય, ત્યારે થોડી ક્ષણ સુધી શાંત થઈ જાઓ, આંતર હૃદયમાં પણ શાંતિ રાખો, મનને થોડો વખત બીજી વળણ તરફ દોરે. દરેક કાર્યમાંથી બહાર નીકળવાને રસ્તો હોય જ છે, પણ ગુંચવાઈ ગયેલું મન તે શોધી કાઢવાને અશક્ત થઈ જાય છે. થોડી ક્ષણ તદન શાંતિ રાખવાથી તે ગુંચવણ તરતજ દૂર થાય છે, અને મન સ્વત જ માર્ગ શોધી કાઢે છે, અને મુંઝવણ દૂર થાય છે. - જે કાંઈ પ્રાપ્ત કરવાની તમારી ઇચ્છા હોય, તે દછામાં જ્યારે તમે નાસીપાસ થાઓ, ત્યારે એક ક્ષણ પણ નાસીપાસીને-દિલગીરીને તમારા હૃદયમાં પેસવા દેશે નહિ. તરતજ તમારા મનની વળણ ફેરવી નાંખજે, અને પ્રથમના કરતાં વધારે સારી વસ્તુની ઈચ્છા કરજે. આ પ્રમાણે વર્તન કરવાથી દરેક કાર્યનું-દરેક ઇચ્છાનું પરિણામ તમારા લાભમાંજ આવશે તે નિશ્ચય માનજે.
જ્યારે જ્યારે કોઈ પણ મનુષ્ય એમ ધારે કે મેં અતિશય કાર્ય કર્યું છે, હું કાર્ય કરીને થાકી ગયો છું, ત્યારે નકી માનજે કે તે માણસ કાર્ય કરવાની પદ્ધતિથી તદન અજ્ઞાત છે. વારંવાર કાર્ય કરવાથી શ્રમ લાગી જાય છે તેવું દર્શાવનાર માટે ચેકસ માનજે કે તે અન્ય કાર્યો કરવાને અસમર્થ છે. આખો દિવસ કાર્ય કરતાં પણ શ્રમ લાગતાજ નથી. મનમાં અતિશય કાર્ય કરવાની ગણત્રી ગણનારજ શ્રમિત થઈ જાય છે. વળી કાર્ય કરવાથી શ્રમ લાગી જાય છે તેમ વિચારનારની કાર્ય કરવાની શક્તિ પણ ઓછી થતી જાય છે; પરંતુ જ્યારે જ્યારે ખપ પડે ત્યારે ત્યારે શ્રમને નકામે વિચાર નહિ કરનાર, અને દરેક આવેલ કાર્ય કરવામાં તત્પર મનુષ્યની શક્તિ હમેશાં વૃદ્ધિજ પામતી જાય છે.
કોઈ કોઈ વાર જીવનમાં એવો વખત આવી જાય છે કે જ્યારે કોઈપણ કાર્ય કરવાં સારાં લાગતાંજ નથી. દરેક કાર્ય અનિચ્છીત-ભૂલવાળાંજ લાગે છે, પણ તે વખતે ભૂલ