________________
४००
શ્રી જૈન કન્ફન્સ હેરલ્ડ.
વાજામાં જવું-દરવાજામાં પ્રવેશ કરતાં હૈયાએ કરેલ અટકાવબહાર લટકતુ પાટીયું વાંચવા ભૈયાજીએ કરેલી ઇમારત–તે મર્દે પિતાની ઓરતને હાથ ઝાલી મંદીરમાં લઈ જવાની કરેલી હજાતેજી–સુરપર ચડેલા ભૈયાજી–બંનેની ચાલેલી પ્રથમ જબાનદરાજી, તેમાંથી ઉદ્ભવેલી મુક્કાબાજી–પરાણે તે મંદીરમાં તે મરદ તથા એરતનું દાખલ થવું–મંદીરમાં થયેલે હાહાકાર–એ મરદ તથા ઓરત પર પડેલ પ્રહાર-પોલીસ–પિલીસ”ના પિકારપિોલીસ પ્રવેશ-સુલેહના ભંગને અટકવ–એ મર્દ તથા ઓરતને ક્રોધમય દેખાવબંનેનું પાછા ફરવું–મેટરમાં પાછા સજ થવું–મોટરના ભુંગળાને અવાજ અને સરરર રવાના થવું.
–દેખાવ ત્રીજે –
ન્યાયમંદીર–લોકથી ચીકાર કોર્ટ–ચોપદારના ચુઉઉઉપના અવાજ-ન્યાયાધીશનો પ્રવેશસર્વે ઉભા થઈ નમન કરવું –ન્યાયાધીશ સાહેબે ઉંચા આસન પર બેઠક લેવી–કોર્ટમાં ફેલાયેલી ચુપકીદી–ધારાના હિમાયતીની બન્ને બાજુએ લાગેલી અલગાર-પ્રસરેલી ગરમીપંખાઓનું ખેચાવું.
વાદી પક્ષ—ભાટીયા મર્દ યાને હેની યાહુદી ઓરત. પ્રતિવાદી પક્ષ—વૈષ્ણવ મંદીરના ટ્રસ્ટીઓ શરૂ થયેલ કેસ –
“હીન્દુ ભાટીયાની યાદણ ઓરતને હીન્દુ મંદીરમાં પ્રવેશ કરવાનો હક છે કે નહી–“તેમજ” અન્ય કામમાં વટલી ગયેલ છતાં હીંદુપણ જાળવી રાખનાર શખ્સ હીંદુ ધર્મ સ્થાનકમાં દાખલ થાય તે ધર્મની લાગણી દુઃખાય કે કેમ-તેમજસાપરાધ ગ્રહ પ્રવેશ ને ગુન્હો બને કે કેમ”—એવા નીકળેલા પ્રાથમિક મુદ્દાઓ–તે મુદ્દાઓ ઉપર બંને તર્કના ધારાનાહીમાયતીઓની ચાલેલી ગરમાગરમ તકરાર-અસીલની સોલીસીટરના-કાનમાં અને બારીસ્ટરના કાનમાં ચાલતી ઘુસપુસ-થયેલા લંબાણુ ભાષણે-તે વખતે ટેબલ પર હાથ વતી થતી મુક્કાબાજી–ટેબલમાં પડતાચીરા–લેઢાની ટેબલ ગોઠવવાનો તાતકાળીક હુકમ–સોલીસીટરની જુદા જુદા કાયદાના પિથાની થતી ઉથલપાથલ–ચુકાદો બાકી રાખી કોર્ટનું ટીફીન (નાસ્તો) લેવા ઉઠવું.
નોટ–દરેક દેખાવની વચમાં દશ મીનીટને વિસામો દેવામાં આવશે. તે દરમ્યાન સારંગ પિળનું જાણીતું સ્ટ્રીંગ એન્ડ પાનકેરના નાકા વાળા પ્રખ્યાત પીરૂ પીપડીની ખાસ સરદારી હેઠળ મધુર શરદો વગાડી પ્રેક્ષકોના મન રંજીદા કરશે.
J. T. Kothary. B. A. L. L B.
લકબે–ત્યા જેવી)
ધોરાજી.