SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ આજ. ૩૯૧ નરક નિગદમાં જલદી પહોંચાડવાનેજ હેવ મ તેમના મુગ્ધ ભક્તજનો તેમને યથેષ્ટ ભેગસામગ્રી પૂરી પાડવામાં બનતી સહાય આપે છેજ. આ રીતે જ્યાં ધર્મપૂર્તો પિતેજ પિતાની પાયમાલી કરી રહ્યા હોય ત્યાં તેમનાજ આશ્રયે રહેલા મુગ્ધ જનેના પાર પહોંચવાનું કહેવું જ શું ? ધર્મનું નાવ ચલાવવા દીક્ષિત થયેલા ધર્મ-ગુરૂઓના માથે જે જોખમદારી રહેલી છે તેની કશી પરવા નહિં કરતાં ધર્મનું નાવ ઉંધુંવાળી સ્વપરની પાયમાલી કરતા કેટલાક જડભરતો અત્યારે નજરે પડતા જણાયાથી તેવા હીણભાગી ધૂર્ત સાધુની નાવમાં બેસનારને કંઈક ચેતવણી આપવા અત્ર પ્રસંગે ઉંડી લાગણીથી જે કંઈ કહેવામાં આવ્યું છે, તેની કદર કરી કંઈ પણ પરીક્ષા વગર કેવળ અંધ શ્રદ્ધાથી એવા પાપીજનોને પિષણ આપતાં ડરતા રહેવું ઉચિત છે. નહિં તે નાહક પૈસાની પાયમાલી સાથે એવા અને સતીષણથી ભવિષ્યમાં ધર્મને બહુ હાનિ પહોંચશે એટલું વિચારશીલ જનોના લક્ષમાં રહે. ધર્મગુરૂઓ તો સતશાસ્ત્રજ્ઞ, સ્વસંયમમાર્ગમાં સુદઢ, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના જાણ, ક્ષમાદિક દશવિધ ધર્મશિક્ષાના ધારક અને પાલક, પરમ ઉચ્ચ ભાવનામય, પરોપકારપરાયણ, કતૃત્વ અભિમાન રહિત, અને ટુંકાણમાં શિષ્ટાચાર પ્રમાણે જ ચાલનારા હોવા જોઈયે. સહુ જગત જીવોને આત્મ સમાન સમજી સમાનભાવ (સમતા) ને સેવનારા સુસાધુ જનનું અસ્તિત્વ જગતને આશિર્વાદ રૂપ છે. તેમના અમૂલ્ય ઉપદેશની અસરનું તે કહેવું જ શું? એક તેમની ઉત્તમ રહેણી-કરણીજ મહા લાભદાયી નીવડે છે. સદા સર્વદા સુસાધુ પુરૂષનું અસ્તિત્વ સર્વ રીતે જગતને ઉપકારક છે. ઈતિશ. આજ, લેખક–રા. મણિલાલ મેહનલાલ. વકીલ. પાદરાકર. . આજ આપણી ને કાલ કોઈની ! ૧ આજ—એજ કેવળ મહારો દિવસ છે. ૨ હું જાગ્રત થયો ત્યાંથી તે હું નિદ્રાવશ થઇશ ત્યાં સુધી દિવસ તેજ મહારો દિ વસ છે. આવતી કાલ પર મહારૂં બીલકુલ સ્વામિત્વ નથી. જેની પર મહારું સ્વામિ• વ નથી એવા બે દિવસ–તે આવતી કાલ અને ગઈ કાલ. ૩ ગઈ કાલે હું જે છે તે કદી પણ ન બોલ્યુ થનાર નથી. ગઈ કાલે જે મહેં કર્યું તે કદી પણ ન–કર્યું થનાર નથી. ૪ ગઈ કાલે મહારા હાથે થયેલ કેટલાક સુંદર અને સંસ્મરણિય સત્કાર્યો બદલજ મારા હૃદયમાં ગઈ કાલની સ્મૃતિ રહો, એવી મારી ઈચ્છા છે. ગઈકાલનાં દુ:ખે, ખેદકારક બનાવો, તાપ, અનુતાપ, ઉપાધિઓ એ સર્વ ગઈકાલની સમાપ્તિ સાથેજ અસ્ત થયાં એવું હું સમજુ છું. આજના અરૂણોદય થવા સાથે નવીનજ વિશ્વને ને નવીનજ શુભાશાઓને ઉદય થયે. ગઈ કાલે જે ખડક મને કેવળ અભેદ્ય લાગે તે આજ કેવળ સુગમ ને સરળ લાભકારક જણાય છે,
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy