________________
૩૯૦
શ્રી જૈન કોન્ફરન્સ હેરલ્ડ કરતા, અને પરના લેશમાત્ર ગુણને પણ પર્વત તુલ્ય લેખી મનમાં પ્રમેદ ધરનારા એવા કઈ ( વિરલ ) સંતપુરુષે આ જગતીતલને પાવન કરે છે.” મતલબ કે પિતાનામાં ગમે તેવા અતુલ ગુણે વિદ્યમાન છતાં જે ફૂલાઈ જતા નથી પણું નમ્રતાથી નિસ્પૃહપણે અન્ય જનનું પણ હિત સાધવા સદાય ઉજમાળ રહે છે, વળી જેઓ જે કંઈ સ્વપર હિત કરી શકે છે તે પણ પિતાનું કર્તવ્યજ સમજીને કરે છે.ચાવત પર પકારને પણ જેઓ સ્વાર્થથી ભિન્ન લેખતા નથી તેવા મહાશયને જ જન્મ કે સાર્થક લેખવા ગ્ય છે. પ્રજનેત્તર રત્ન માલિકામાં કહ્યું છે કે આ માનવ ભવ તેને જ સફળ છે કે જે સ્વપરહિત કરવા સદઘત ( ઉજમાળ ) રહે છે. વળી એક સમર્થ મહાશયે કહ્યું છે કે “ જે કેવળ અન્યને જ સમજાવવામાં શરા પૂરા છે તેમને મનુષ્યમાં કોણ લેખે છે ? મનુષ્યની ખરી ગણત્રીમાં તે તેજ લેખાય છે કે જે નિજ આત્માને સમજાવવામાં દક્ષ-પ્રવીણ છે.” મતલબકે જે નિજ આત્માને ઓળખીને તેનું દમન કરી સ્વહિત સાધી શકે છે, તે જ ભાવ દયારૂપ અન્યનું હિત પણ પરમાર્થથી કરવા સમર્થ થઈ શકે છે. પરંતુ જે હીણભાગી જને પિતાનુંજ હિત કરી શકતા નથી તે પરનું ખરું હિત શી રીતે કરી શકશે ? જે પોતેજ તરી જાણતા નથી તે બીજાને કેવી રીતે તારી શકશે ? જે જાતેજ દુર્ભાગ-નિધન છે તે અન્યને કેમ સુભગ–સધન કરી શકશે ? તેમ જે પોતેજ હણાચારી, દંભી, માની અને પાપપકથી ખરડાયેલા છે તે અન્યજનોને શી રીતે સદાચારવંત-નીતિવંત અને નિષ્પાપ કરી શકશે? નહિંજ કરી શકે. તેમાં પણ જે કઈ સાધુ યોગ્ય દીક્ષા ગ્રહણ કરી કેવળ શુદ્ર બુદ્ધિથી તુચ્છ વિષયાદિક સુખની તીવ્ર આસક્તિ જેણે તેને લેપ કરે છે તેના જેવો કોઈ ઉગ્રપાપી હોઈ શકે નહિં. જે મૂઢામા પવિત્ર સાધુવેષની વિગેવણ કરે-કરાવે છે, એટલે સાધુવેષને છાજે એવો સદાચાર લેપી, આંકેલા સાંઢની પેરે તૃષ્ણ આસક્ત થઈ, ઉભય લેક વિરૂદ્ધ કાર્ય ગુપ્ત રીતે કે જાહેર રીતે કરી પિતાની નીચ અને હવસભરી વૃત્તિને પોષે છે તે નીચ-નાદાન–પામર પ્રાણીઓના શો હલ થશે તે સમજી શકાતું નથી. ધર્મના બાને કેવળ ઢગ ચલાવનારા અને ભોળા ભક્તજનોને કંઈ કંઈ પ્રકારની આશાઓ બતાવી ઠગીને ફોલી ખાનારા અધમ સાધુઓનું ભલું શીરીતે થઈ શકે ? જેઓ પિતાના ઘરનું જ ભૂંડું વાંચે છે, પિતાના જ ઘરમાં આગ મૂકે છે, હોશે કરી કાળકૂટ (ઝેર) પીએ છે, અને પેટે પથરે બાંધી દીવો લઈ કુવામાં પડે છે, તેમને બચાવ શી રીતે થઈ શકે ? કેણુ કરી શકે ? અને કેવી રીતે કરી શકે ? જ્યાં કોઈ પ્રકારનો ઈલાજ ચાલેજ નહિ ત્યાં કરવું શું ? જ્યાં સુધી વ્યાધિ સુસાધ્ય અથવા કષ્ટસાધ્ય હોય ત્યાંસુધી તેને ઔષધની ટાંકી લાગી શકે ખરી, પણ ત્યારે તે વ્યાધિ બિલકુલ અસાધ્ય કટિમાં જાય ત્યારે ગમે તેવો ધવંતરી વૈદ્ય હોય તે પણ શું કરી શકે ? કશુંજ નહિ. તેણે પણ હાથ ખંખેરવાજ પડે. તેમ લેક લજજા, ધર્મ લજજા, કે પાપમાત્રમાં ડર તજી, છેક નિકૃષ્ટ કોટિમાં ઉતરી ગયેલા અને સંનિપાત થયેલાની જેમ અંતિમ ( આખર ) સ્થિતિએ પહોંચેલા ધર્મધૂર્ત સાધુઓની થયેલી દુર્દશા સુધારવા માટે પ્રયત્ન પણ એજ જણાય છે. જેમ અસાધ્ય રેગવાળાના અવસાન વખતે તેમના કેટલાક બહાલેસરીઓ રોગીને છેલ્લી વિદાયગિરી આપવા માટે જ હોય તેમ તેને યથેષ્ટ ખાનપાન કરાવે છે, તેમ ઉપર જણાવ્યા મુજબ અધમ દશાએ પહેલા ધર્મદ્રહી કહો કે આત્મ હી ( આત્મહત્યારા) સાધુઓને પણ