SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ આદર્શ જૈન સાધુઓ જગતનું હિત શું ન કરી શકે. ૩૮૯ રાગ તોડી. નિરપક્ષ વિરલા કોઈ અવધૂ! નરપક્ષ વિરલા કઈ દેખ્યા જગ સહુ જોઈ–અવધૂ સમરસ ભાવે ભલા ચિત્ત જાકે, થાપ ઉથાપ ન હોઈ અવિનાશીકે ઘરકી બાતાં, જાણેગી જન સોઈ– અવધૂ૦ ૧ રાવ રંકમેં ભેદ ન જાને, કનક ઉપલ સમ લેખે; નારી નાગણી કે નહિ પરિચય, તે શિવમંદીર પેખે– અવધુત્ર ૨ નિંદા સ્તુતિ શ્રવણ સુણીને, હરખ શેક નવ આણે; તે જગમેં જોગીશ્વર પૂરા, નિત્ય ચઢતે ગુણઠાણે અવધૂ. ૩ ચંદ્ર સમાન સૈમ્યતા જાકી, સાયર જિમ ગંભીરા; અપ્રમત્ત ભાખંડ પરે નિત્ય, સુરગિરિ સમ સુવિધારા અવધૂ. ૪ પંકજ નામ ધરાય પંકણું, રહત કમલક્યું ન્યારા; ચિદાનંદ ઐસે જન ઉત્તમ, તે સાહેબકા પારા અવધૂ. ૫ –ચિદાનંદ બહોતેરી. આવા સુપાત્ર સુશીલ–મહાત્મા સાધુ પુરૂષો ધારે તેટલું જગતનું હિત કરી શકે. ઉત્તમ સંયતના પ્રભાવથી જેમને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અસંગતારૂપ પાંચ મહાતેની સિદ્ધિ થઈ છે તેઓ સમર્થયેગવાળા મહાત્માઓ સ્વ–આત્મકલ્યાણ સાથે સ્વસંકલ્પ બળથી જગતના જીવોનું પણ બહુધા હિત કરી શકે છે. - જેઓ નિર્દોષ મોક્ષના માર્ગમાંજ પિતે પ્રવર્તે છે અને અન્ય યોગ્ય જીવોને પણ નિસ્પૃહ પણે એવાજ નિર્દોષ માર્ગમાં પ્રવર્તાવે છે, અને એ રીતે જે સ્વપરને તારવા સમર્થ હોય છે તેવાજ સત્ સાધુપુરૂષને આશ્રય કરે સ્વહિતેચ્છુ જનોને ઉચિત છે. એવા પરોપકારી સાધુજનો આપણી માતા, પિતા કે બાંધવા કરતાં વધારે પ્રેમ-આદરથી આપણે ઉદ્ધાર કરતા કાળજી રાખે છે. કહ્યું છે કે– “ વિતિ વધારાના सुगतिकुगतिमार्गों पुण्यपापे व्यनक्ति, अवगमयति कृत्याकृत्यभेदं गुरुयों; भवजलनिधि पोतस्तं विना नास्ति कश्चित् " અર્થાત કરૂણાલુ ગુરૂઓ આપણું અજ્ઞાન અંધકારને ફેડી નાંખે છે, (આપણી અનેક બ્રાન્તિઓને દૂર કરે છે. ) સાચે સાચા શાસ્ત્રરહસ્ય સમજાવે છે, સદ્ગતિ અને દુર્ગતિમાં ઈહી જનારાં પુણ્ય અને પાપનું સ્વરૂપ સ્પષ્ટ કરી બતાવે છે, તેમજ જે કંઈ હિત આચરણ તેમજ અહિત આચરણ છે તેનું સ્વરૂપ પણ સારી રીતે સમજાવે છે. ટૂંકાણમાં આ ભવસમુ પાર ઉતારનાર આવા સુગુરૂવગર બીજે કઈ સમર્થ નથી, તેથી આવા સુસાધુજનોનું જ શરણ કરવું યોગ્ય છે. તેમજ અન્યત્ર પણ કહ્યું છે કે “મન વચન અને કાયામાં પુન્ય અમૃતથી ભરેલા, અનેક ઉપકારની પરંપરાવ ત્રિભુવનને પ્રસન્ન
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy