________________
. ૧૭૬
જૈન કૅન્ફરન્સ હેર. नवा जैन बॅरीस्टरने मान.
શ્રીયુત મકનજી ઠાભાઈ , . . .. E, Bar-at-law વિલાયતથી પાછા ફરતાં તા. ૧૫ મી એપ્રીલના દિવસે તેમના માનમાં એક ભવ્ય મેળાવડો અત્રેના શ્રી જૈન ઍસેસીએશન ઓફ ઈન્ડિઆ તરફથી કરવામાં આવ્યું હતું, જેમાં કેટલાક જાણીતા જૈન અગ્રેસરેએ હાજરી આપી હતી. અત્યારનાં ગાયન, પ્રીતિભોજન અને નિર્દોષ વાર્તાલાપથી પ્રસન્ન થઈ સભાજને શ્રીયુત મકનજીભાઈને ચળકતું ભવિષ્ય ઈચ્છી છુટા પડયા હતા. એક વખત આપણું મહાન કેન્ફરન્સની ઉત્તમ પ્રકારે આનરરી સેવા બજાવનારા આ બંધુને અમે પણ આબાદ અંદગી ઇચ્છવા સાથે સંઘસેવાના કામમાં પ્રથમ મુજબ અને તેથી પણ વધારે પ્રમાણમાં ભાગ લેતા જેવા ઉમેદ રાખીએ છીએ.
प्रगतिनो पवनः आपणे शुं ते पवनथी दूर रहीशुं ?
સ્થાનકવાસી જૈન કેમ કે જે આપણી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન ફોમ કરતાં ઘણી પાછળ જાગી છે તે કોમ છેલ્લાં છ વર્ષથી કન્ફરન્સની સંસ્થા સ્થાપીને પાંચ બેઠક કરી ચૂકી છે અને ગયા'માસમાં દક્ષિણ સીકંદ્રાબાદ મુકામે મળેલી તેમની કોન્ફરન્સે તે રૂ. ૩ર૦૦૦ જેટલું એક સારૂં ફંડ માત્ર ૪૦૦ જેટલાજ પ્રતિનિધિઓની હાજરી છતાં કર્યું છે. દક્ષિણમાં એક જેન બાલાશ્રમ ખોલવાનું ઠરાવી તે ખાતે કૅન્ફરન્સ ઓફીસ તરફથી અમુક ભાસિક મદદ આપવાનું પણ ઠરાવવામાં આવ્યું છે. વળી તે કોમના એક પત્રકારે, કેટલુંક થયાં કૅન્ફરન્સ ઑફિસમાં બોલાવેલું “વિત્તજક કં” પણ આ સંમેલનમાં સારી સરખી મદદ મેળવી શકાયું હતું અને તે જ પત્રકારે અમુક મુનિને લગતા ગંભીર ટાનું સમાધાન કરાવી “જૈન શાસ્ત્રોદ્ધાર” માટે એક નવુંજ કું ખોલાવ્યું હતું અને તેમાંથી રૂ. ૫૦૦૦ નું એક પ્રેસ કોન્ફરન્સ ઑફિસ માટે ખરીદી સુત્રોનાં શુદ્ધ ભાષાંતર તૈયાર કરાવવા તથા છપાવવાનું ઠરાવ્યું હતું. આ ઉપરાંત એક એવો પણ સંતોષજનક ઠરાવ થયો હતો કે જૈનના ત્રણે ફીરકાઓ વચ્ચેના કલેષને દૂર કરવા માટે જે દરેક વર્ગમાંથી ૨૫-૨૫ મેમ્બરો નીમવામાં આવે તો તે કામમાં પૈસા, માણસ અને પરિશ્રમને પિતા તરફનો ફાળો આપવા તે કૉન્ફરન્સ તૈયાર છે. *
" આ સર્વપરથી સૂચિત થાય છે કે સદરહુ ભાઈબંધ કોમને પ્રગતિને પવન લાગી ચૂકયો છે. સ્થા. જૈન ભાઈઓ હમણાં કાંઈક નિંદ્રામાંથી જાગવા લાગ્યા છે એ ખરૂં, પણ હજી તેમને ઘણું કરવાનું બાકી રહે છે.
આપણું શ્વેતામ્બર ભાઈઓએ આ તથા બીજી ભાઈબંધ કેમોની પ્રગતિ જોઈ પોતાની ધીમી પડેલી ચાલ ઉતાવળી અને સુદઢ કરવા કમર કસવી જોઈએ છે. આપણે આશા રાખીશું કે આવતી પંજાબમાં મળનારી આપણી કૉન્ફરન્સ સીકંદ્રાબાદ કૅન્ફરન્સ કરતાં પણ વધુ ફંડ કરવામાં અને વધુ સુસંપ ઉત્પન્ન કરવામાં તથા વધુ વ્યવહારૂ ઠરાવો જવામાં ફતેહમંદ થશે.