SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ રકુટ નેધ. વાયેલા કહેવાતા જનેને પણ વિશ્વાસ બેસતો નહતો. એવી જ રીતે બીજી ઘણી બાબતોમાં પૂર્વના મહાન દષ્ટાઓના શબ્દોને આજના શોધકે અને અભ્યાસીઓ પ્રતિદિન ખરા પાડતા જાય છે. થોડાએક વરસ ઉપર એક જૈન ગ્રેજ્યુએટ અમારું લક્ષ જૈનહિતોપદેશ ભા. ૧ને પૃ ૧૧૧ માંના નીચેના શબ્દ ઉપર ખેંચીને કહ્યું હતું કે “આ કેવું કોળકલ્પિત લાગે છે ! આવાં આવાં નાપાયાદાર અને અસંભવિત કથાનો પરિચય થયા બાદ કણ જૈન શાસ્ત્રો પર શ્રદ્ધા રાખી શકે?” જૈનહિતપદેશમાંથી તે મહાશયે બતાવેલા શબ્દો નીચે પ્રમાણે છે:-- “મનુષ્યનું આયુષ્ય ૧૨૦ વર્ષનું, હાથી ૧૨૦, ઘોડા ૪૦, વાઘ '૪, કાગડા ૧૦૦, ગધેડા ૨૪, ગેંડા ૨૦, સારસ ૬૦, કેચપક્ષી ૦, કુકડા ,, બગલા ૬૦, સર્ષ ૧ર૦, સમલી પર, સૂવર ૫૦, કાનકડીઆ (વાગેલ) ૫૦, હંસ ૧૦૦, સિંહ ૧૦૦, કાચબો ૧૦૦થી ૧૦૦૦, ગીધપક્ષી ૧૦૦, બકરી ૧૧, કુતરા ૧રથી ૧૬, શિયાળ ૧૩, હરણ ૨૪, બીલાડી ૧૨, સૂડે ૧૨, બપયા ૩૦, માછલાં ૧૦૦થી ૧૦૦૦, ઉંટ ૨૫, ભેંસ ૨૫, ગાય રપ, બેલ ૨૫, ઘેટા ૧૬, રૂપારેલ ચલ્લી ૩૦, ઘુવડ તથા ચીબરી ૫૦ વર્ષ, જુ-કંસારી ૩ માસ, વીંછી ૬ માસ, ચીરે પ્રિય જવ 1 માસથી ૬ માસ, ગરોળી 1 વરસ, કાંકી 1 વરસ, કીડી ૪૮ દિવસ, ઉંદર ૨ વર્ષ, અને સસલાનું ૧થી ચૌદ વર્ષ સુધીનું આયુષ્ય છે.” આ શબ્દો જ્યારે અમને બતાવવામાં આવ્યા ત્યારે હાલના શોધકને મળેલી હકીકતથી અમે જાણતા નહતા. પરંતુ ત્યારબાદ માત્ર થોડા દિવસ ઉપર “કેળવણી ” નામના માસિકના ફેબ્રુઆરી ૧૮૧૩ ના અંકનો નીચેનો ફકરો અમારા વાંચવામાં આવ્યો – “પ્રાણુઓની આયુષ્ય મર્યાદા–આ સંબંધી કેટલાક આંકડા વર્તમાન શોધના પરિણામે નીચે આપ્યા છે-કે-ફલાઈ નામની માંખ ૨૪ કલાક જીવે છે. મે-જુલાઈ નામે માંખ ૬ અઠવાડિયાં જીવે છે. પતંગિયું બે મહિના જીવે છે. આગિયો કીડે અને મધમાખ એક વર્ષ જીવે છે. સસલાં અને ઘેટાં ૬થી ૧૦ વર્ષ જીવે છે. વરૂ ૧૫ વર્ષ જીવે છે. બુલબુલ પક્ષી ૧૨ વર્ષ જીવે છે. કૂતરે ૧૫થી ૨૫ વર્ષ જીવે છે. ઘેડ ૨૫-૩૦ વર્ષ, ગરૂડ પક્ષી ૩૦ વર્ષ, હરણ ૩૦ થી ૪૦ વર્ષ, તથા બગલે, સિંહ, અને રીંછ ૫૦ વર્ષ જીવે છે. કાગડો ૮૦ વર્ષ જીવે છે. કચ, પિપટ અને હાથી ૧૦૦ વર્ષ જીવે છે. આઈહી નામે એક પ્રકારને વેલે ૨૦૦ કરતાં વધારે વર્ષ જીવે છે. કેટલાંક ક્ષે ૩૦૦, ૫૦૦ કે ૧૦૦૦ વર્ષ જીવે છે. દેવદારનું ઝાડ ૧ર૦૦ વર્ષ જીવે છે. કેળવણી. ફેબ્રુ. ૧૮૧૩. અમારા ઉપર જણાવેલા જૈન ગ્રેજ્યુએટ મિત્ર અને બીજાઓ આ આંકડાઓને જૈન શાસ્ત્રકારોએ લખેલા આંકડાઓ સાથે સરખાવશે તે માલમ પડશે કે, બને લગભગ મળતા આવે છે. જે નો તફાવત જણાય છે તે જ્ઞાનીઓના અને પદાર્થવિજ્ઞાનીઓના જમાનાના દેશ-કાળ વચ્ચેના તફાવતને આભારી છે; કારણ કે એક જ જાતનાં પ્રાણી એકદેશમાં જેટલાં વર્ષ જીવે તે કરતાં બીજા દિવસમાં બહુ યા ઓછા વર્ષ જીવે એ સંભવિત છે. બાહ્ય દષ્ટિની મદદથી ઉંડામાં ઉંડા ઉતરીને કરાતી શેનાં પરિણામ, બાહ્ય દષ્ટિ કે કઈ જ સાધનની મદદ વગર આંતર ચક્ષુથી જોવાયેલાં સત્યને જૂફ પાડી આપવાનું નહિ પણ સાબીત કરી આપવાનું કામ બજાવે છે એ કેટલે આનંદને વિષય છે. !
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy