SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનથી કંટાળેલા મિત્રને પત્ર. فؤاد બને છે, ને તે તેનેજ દશ્યમાન હોય છે, પણ આપણે તે દેખી શકતા નથી. તેથી આપણે તેને હસી કાઢીએ છીએ, પણ તેનું કહેવું સત હોય છે, જે કે પિતાની કલ્પનાબળથી તે બનેલું હોય છે. faith–શ્રદ્ધા–નિશ્ચયનું આ રહસ્ય છે. તે આવા પ્રકારની માન્યતા આપ આપના મનમાં બાંધી મૂકે તેથી કેટલું નુકશાન છે ? સન્મિત્રની જરૂર આગળ મેં આટલા માટેજ કહી છે. આપ એકલા હો તો મન ચકડોળે ચડી જાય; કેમકે સતશાસ્ત્રની પાર તેની આસપાસ હજી બંધાએલી નથી, તેથી તે જોઈએ તેમ ભમ્યાં કરે. માટે આપની પહેલી ફરજ એ છે કે વાચનમાં કે સત્સંગમાં મન પરોવવું, પણ એકલા બેસી કુતર્ક કરવા નહિ. હું કંટાળી ગયો છું.....” એ સંબંધે શરૂઆતમાં જે પદો તથા વા ટાંક્યાં છે તે ખુબ મનન કરવા યોગ્ય છે, ને તે અનુસાર સ્વાભાવિક વર્તન થવું જરૂરનું છે. તવદષ્ટિએ એ સમજવામાટે નવતત્ત્વનું સ્વરૂપ અત્રે ટુંકામાં દર્શાવી જવાની આવશ્યક્તા છે. મૂળ આ જગતમાં બે પદાર્થ છે. ૧ જીવ, અને ૨ અછવ. જીવ તે “જ્ઞાન”—ઉપગ’ સહિત ચેતનઅજીવ તે “જ્ઞાન”—-ઉપગ’ રહિત જડ. અજીવના પાંચ પેટભેદ-(૧) ધર્માસ્તિકાય–જે ગતિ -motion ને સહાયકારી થાય છે; (૨ ) અધર્માસ્તિકાય–જે સ્થિતિ-restને સહાયભૂત છે; (૩) આકાશ–ગતિ, સ્થિતિ માટે અવકાશ–જગા-space(૪) કાળ–ઉપચાર કરી તેને દ્રવ્ય પદાર્થ ગણેલ છે; કારણકે ખરી રીતે “વખત” એવો કઈ પદાર્થ નથી, પણ માત્ર વ્યવહાર અર્થે તે સંજ્ઞા માનવી પડે છે; ( ૫ ) પુદ્ગલ-atoms of matter. મુખ્ય દ્રવ્ય જીવ ને પુગલ છે. ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય–આકાશ એ સર્વ તેમને ગતિ–સ્થિતિમાં હાયકારી છે. By the bye, Newtonના પહેલા બે laws-motion અને rest સંબંધી, જેમના પર આખા science સાયન્સનો આધાર છે, તેને જૈન દ્રવ્ય તરીકે માને છે એ તેમની ઉંડી દષ્ટિ, પરમ વિવેકબુદ્ધિ બતાવી આપે છે. હવે જીવ, મન અને ઈદિ વડે અવનવા પુદ્ગલે નિરંતર આકર્ષે છે, ને તે પુન્ય કે પાપરૂપ પિંડ બંધાય છે. આ જીવ પુદ્ગલને સંબંધ-કર્મજાળને લીધે બાકીના સાત તવોનું અસ્તિત્વ છે. ૩. સારાં કામો જે સદ્ગતિ–શારીરિક શાતા વગેરે આપે તે પુણ્યતત્ત્વ. ૪. ખરાબ કૃ જે નરકાદિના હેતુ તે પાપતત્વ. ૫ કર્મ આવવાને નાળે-જેથી નવાં કર્મ બંધાય તે કારણો તે આશ્રવતત્વ. એ કારણે પાંચ છે –(અ) મિથ્યાત્વ=અજ્ઞાનવશે આત્મલક્ષી વિનાનું જ લૈકિક વર્તન, મન કાયાનો સ્વછંદી આચાર; (વ) કપાયધ, માન, માયા (કપટ), લેભ; (૪) અત્રતત્રક્રિયાનું નિરંકુશપણે–વ્રત નિયમ વિના વર્તન; (૬) યોગ-મન વચન અને કાયા એ ત્રણને વ્યાપાર; (૬) પ્રમાદ=નિદ્રા–આળસ-વિકથા (ખાવા પીવાની, શરીર સંબંધી કે લોક કે રાજ્ય વગેરેના ગપાટા-ધર્મકથા નહિ તે, વગેરે. કર્મ બાંધવાના આ હેતુઓ છે. ૬. મન, ઇન્દ્રિય- આ હેતુમાં રમતા કરે ત્યારે કમેને બંધ થાય. જેવા આપણું મનના પરિણામ તેવું કર્મનું બંધ પડે એ બંધતત્ત્વ. ૭. મનને એ બેટા કારણે માં પ્રવર્તતાં અટકાવીએ, નવાં કર્મો–આશ્રવ–નો અટકાવ તે સંવરતત્વ. સાધુને એવા પ્રકારને આચાર છે કે નવા કર્મો બંધાએ નહિ, ને જુનાં તપ આદિથી ખરતાં જાય. ૮. મનને આશ્રવથી નિધ કરી તપ, વિનય–સલ્ફાસ્ત્રનું અધ્યયન આદિ સત્કર્મોમાં પરેવાવુંતે નિર્જરા તત્વ. તેથી જુનાં “સંચિત કર્મો એક પછી એક ખરતાં જાય. ૯ સર્વથા નિજીરા એટલે સર્વે કમાનો ક્ષય તે ક્ષતત્વ.
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy