________________
શ્રી જૈન કાન્ફરન્સ હેરલ્ડ.
કર્માંના આ પ્રમાણે આપણે વિભાગ પાડી શકીએ. આજ દિવસ સુધી બાંધેલાં ( inoluding past and the transient present-આમાં ભૂત તેમજ ક્ષણિક વર્તમાન કર્મના સમાવેશ થાય છે ) ને હવે ખધારશે તે. હવે બધાશે તેનું નામ · પુરૂષાર્થ-એ આપણા હાથમાં છે. સંવતત્વમાં રહી આપણે નિર્જરા કરી શકીએ. ભૂત કમાના એ પેટાભાગ પડી શકેઃ હમણાં આપણે જે ભાગવીએ છીએ-જે હમણાં આપણને અસર આપી રહ્યા છે e. g. ઉદાહરણ તરીકે આપણી માંદગી; તે “ ક્રિયમાણુ ”−છૂટા તીરની જેવા ભાગવે છૂટકા.-ખીજા ‘સચિત’–પ્રારબ્ધ’-જે કર્મના ખજાના હજી ભર્યાં છે, જે હવે પછી ફળ આપશે તે. એમની અસર આપણે નિર્જરા કરી પાતળી કરી શકીએ. આ પરિભાષા -phraseology-‘વેદ' અનુસાર છે. મને આપણી પરિભાષા—સત્તા, ઉદય, ઉદીરણા વગેરે બરાબર ધ્યાન નથી, તેથી તેમ લખ્યું છે.
"
૩૪૮
*
આ ઉપરથી આપણું કર્તવ્ય સહજ સમજી શકાય એમ છે- (૧) જે કમી ‘ઉદય’માં છે—‘ક્રિયામાણ’ છે–તેમને સમભાવે–રાગદ્વેષના પરિણામ લાવ્યા વિના–મન ચળવિચળ કા વિના—ભગવાં (૨) નવાં કર્મ બનતાં સુધી બાંધવાં નહિ–સંવરતત્ત્વમાં રહેવા કાળેશ કરવી, પણ તે મુશ્કેલ છે, માટે સત્ ‘ પુરૂષાર્થ ' કરવા. (૩) જે · સત્તામાં '−latent રહ્યા છે એવા ‘ સંચિત ’કમેં ને સત્શાસ્ત્ર, વિનય, માનસિક (ઉપર ટાંકેલ સરસ્વતીચંદ્રના ઉતારા સરખાવા ) તથા શારીરિક તપ આદિથી નિર્જરા-ક્ષય-કરવા મથવું. એમાં વર્તમાન કર્મસને વેદવું બહુ દુર્ધટ છે. એમાં જ્ઞાનીને અજ્ઞાનીની ક્રિયાને ફેર તરતજ જણાઇ આવે છે. ઘોડા ઉપરથી આપણે અચાનક પડયા, જ્યાં આપણે ધાડાપર રોષ કરીએ છીએ કે તેણે તોફાન કર્યું ત્યારે આપણે પડયા,' તે પશ્ચાતાપ કરીએ છીએ કે ‘ આપણે તેનું શું બગાડયું હતું ? ' જ્યારે જ્ઞાની ત્યાં એવા દ્વેષ કરતા નથી, મનને શાંત રાખે છે ને વિચારે છે કે પ્રારબ્ધમાં હતું તે ભેગવ્યું. આપણે રાષ કરી નવા બંધ પાડીએ છીએ, જ્યારે જ્ઞાની નવાં કર્મ બાંધતા નથી એટલું નહિ પણ ઉલટું સમભાવે વેદવાથી નિર્જરા કરે છે, મામ મહદ્ ફેર છે.
,
"
આંખમાં કાંકરી પડે કે શય્યામાં માંકણુ હોય તેા જ્ઞાની કાંઈ તેને રહેવા દેતા નથી– દૂર કરે છે-પણ તે ચિત્તમાં કાંઇ વિકલ્પ લાવ્યા વિના-પ્રસન્ન ચિત્તે પરિસહ સહન કરવાની બુદ્ધિથી; જ્યારે અજ્ઞાની મનને ચળવળાવી-રાગદ્વેષ કે હર્ષશાકથી તે ક્રિયા કરે છે. તેથી પરિણામ જુદાં આવે છે.
સમક્તિ વિનાના એક પળમાં અસંખ્યાતાં નવાં કર્મ બાંધે છે, જ્યારે જ્ઞાની તેજકાળમાં તેવાજ પ્રસગામાં-અસંખ્યાતા ખપાવી નાંખે છે ! શું જ્ઞાનીની અલિહારી છે ! આપણને રાગાદિ થાય છે તે પૂર્વકર્મ કે આ ભવમાં ખાવાપીવામાં કરેલ અતિચારને લીધે થાય છે. તેમાં હિંસક દવા વાપરવાથી કર્મને વધારા થાય છે. કદાચ તાંત્કાલિક ભૂતકર્મની બાબતમાં આપને ફાયદો કરે, પણ હિંસક દવા વાપરવાથી નવા કર્મના બંધ પડે ને તે ભવિષ્યમાં ફળ આપ્યા વિના રહે નહિ. એ વાત પ્રસંગવશાત કહી છે, તે આ સબંધમાં બરાબર સમજી શકાય એમ છે.
ધર્મવિષય હવે ટુંકામાં પૂર્ણ કરૂં છું. સમકીતી-જ્ઞાનીનાં-લક્ષણ શ્રીમદ્ રાયચ કે નીચે મુજબ ગાયાં છેઃ