________________
જૈન કથા સાહિત્ય.
३१७
વ્યર્થ કાળક્ષેપ કરનારી એવી કથાઓ ગુથી જણાતી નથી. ક્ષણિક આનંદ આપવાને અને મગજને સ્વમવત ઘટનાઓમાં ગુંચવી મેલવાને આ વાર્તાઓ કામે લાગી શકે ખરી, પરંતુ જેન દૃષ્ટિને એ પ્રકારનું સાહિત્ય અગત્યનું લાગ્યું જણાતું નથી.
(૬) સાંસારિક કથાઓ અને (૭) નવલ કથાઓ, નવું સાહિત્ય ઉત્પન્ન કરવું એ કાર્ય જાણે કે એકલા ત્યાગીઓનુંજ હોયની, તેવી માનીનતા જૈનવર્ગમાં વિશેષ પ્રસરેલી માલૂમ પડે છે. પ્રાચીન સમયમાં તો એ કાર્ય જૈન મુનિઓએ કર્યું છે અને હાલમાં ત્યાગી અને સંસારી ઉભયવર્ગ એ કાર્યમાં પડેલા છે. જૈન સંસારી વર્ગ જ્યારથી સાહિત્યપ્રવૃત્તિમાં પડ્યા છે, ત્યારથી જૈન નવલક્થાઓ લખવાનું ક્ષેત્ર ઉઘણું જણાય છે. જેનોને ત્યાગી માર્ગ ઘણો કઠિન છે. ગ્રંથલેખનમાં એ મુનિઓ માત્ર ઉપદેશ શૈલીથી જ લખી શકે તેમના નિયમ પ્રમાણે આદેશ શૈલીને તેઓ ગ્રહણ કરી શક્તા નથી. આ કારણથી શુદ્ર સાંસારિક કથાઓ મુનિ વર્ગને હસ્તે લખાએલી ભાગ્યેજ જોવામાં આવે છે. પ્રાચીન સમયની તેવી કથાઓ તો છેજ નહિ અને હાલમાં તે તરફ મુનિવર્ગની પ્રવૃત્તિ અતિ ન્યુ છે. ત્યાગી માર્ગ જેવી રીતે ઉત્તમ છે તેવી રીતે ગૃહસ્થ માર્ગ તેની કથાએ ઉત્તમ છે. સફળ રીતે સંસાર ચલાવો અને ધર્મ તથા નીતિથી સંસારમાં વિચરવું એ માર્ગ મનુષ્યત્વને સફળ કરનારો છે એ ઉદાર મત વિદ્વાને પ્રતિપાદન કરે છે, પરંતુ જૈન ત્યાગી વિદ્વાને તેને સંમત થતા નથી તેથી તેઓએ સંસારને ઉપદેશ કરનારી વાર્તાઓ કે રાસ લખેલાં નથી. ઉત્તમ શ્રાવકધર્મનું દર્શન કરાવનારા પ્રસંગો પસંદ કરીને તે વિષે ઘણીવાર લંબાણથી લખવાનું તેઓએ સ્વીકાર્યું છે, પરંતુ છેવટે ત્યાગ માર્ગને સર્વોત્તમ ગણી “નારી તે નરકની ખાણ છે” અને “સંસાર વિષનો કૂપ છે એવા ઉપદેશ આપ્યા છે અને તેથી આજકાલ યુવક વર્ગ અને અન્યમતીઓ જૈન વાર્તાઓના સંબંધમાં પ્રેજયુડીસ” (વહેમ) ધારણ કરવા લાગ્યા છે. સંસાર લખે છે એવો એકાન્ત ઉપદેશ જગતમાં સર્વથા પ્રિય થઈ શકે નહિ. તાવિક દષ્ટિથી જો સંસાર લુ જ હેય તે તેને રસમય બનાવીને મનુષ્યત્વને સફળ કરવાનો માર્ગ સૂચવવો એ વિદ્વાનને પરમ ધર્મ છે. મુનિઓને પણ એ એક પ્રકારને ધર્મ છે, તેવું ખુલ્લી રીતે કહેવાને માટે પણ હજી ઘણું કરીને એકાદ સૈકાની જરૂર પડશે !
જેને નવલકથાઓ તરફ જૈન સમાજની અભિરૂચિ વધતી જતી હોય એમ તે ખુલ્લું જણાય છે. કેટલીક નવલકથાઓ ઉત્તમ પ્રકારની પણ બહાર પડી છે અને જૈન લેખક મુનિઓ પણ આ નવી રોશનીની અસરવાળા થએલા જણાય છે. પ્રાચીન જૈનકથાઓ નવલકથાની ઢબમાં લખાવા માંડી છે અને તેવું સાહિત્ય એકદમ વધી જવાને તે સંભવ નથી જ, તે પણ એ માર્ગે જે કાંઇ પ્રવૃત્તિ થાય છે તે આશાજનક લાગે છે. નવલકથાઓ દ્વારા ઉપદેશનો પ્રચાર કરવામાં વધુ સફળતા મળી શકે છે એ તથ્ય પાશ્ચાત્ય લેખકાની પેઠે જૈન લેખકે અને મુનિઓને પણ અનુભવસિદ્ધ થશે, ત્યારેજ એ તરફ વિશેષ પ્રમાણમાં પ્રવૃત્તિ થશે, તે સિવાય-પારકા અનુભવને પ્રમાણભૂત માનીને એ દિશામાં આગળ વધવાનું જૈન વર્ગને રૂચે તેવું લાગતું નથી. સાંસારિક કથાઓ અને નવલકથાઓનું સાહિત્ય જમાના તરફ દષ્ટિ કરતાં સારી પેઠે લેકોપકારક થઈ પડવાનો સંભવ છે, પરંતુ તેના સંબંધમાં તે આ પ્રમાણે જન કથાસાહિત્યની હીન દશા છે. અમારા મુનિઓ ઉદાર થાય અને જૈન સંકુચિત વિચારેને ત્યજીને એ પ્રકારના સાહિત્યને ઉત્તેજન આપવા માંડે તેજ તે સાહિત્ય વૃદ્ધિ પામે,