________________
શ્રી જૈન કૅન્ફરન્સ હેરા.
જરૂર રહે નહિ ! એવી અપવિત્ર વસ્તુ ઘરમાં લાવતાં તમે જરા વિચાર પણ ન કર્યો ?” વણિકે કૃત્રિમ વમન કરીને સઘળું ખાધેલું બહાર કાઢ્યું. એ પ્રમાણે મુંજની ખોપરીની વિલક્ષણ અવસ્થા થઈ !
આ અતિશયોક્તિ ભરેલી વિચિત્ર અને કલ્પિત વાર્તા જેડી કાઢવામાં લેખકનો આશય મુંજના કર્મની ગતિની વિચિત્રતા બતાવવાનું છે. મુંજ વિદ્વાન અને પરાક્રમી હતું, પરંતુ તેણે એવાં અવિચારી કાર્યો કર્યા હતાં કે એ કર્મોનાજ પરિપાકથી તે અત્યંત હીન અવસ્થામાં મરણ પામ્યો હતો. એક રાજા એ રીતે મરણ પામે, તેનું મુડદુ પણ રઝળતું રહે અને વળી તેની પરી પર પણ અનેક વીતક વીતે એ કર્મપરિપાકની વિચિત્ર અને ગહનગતિ બતાવવાના આશયથી બુદ્ધિચમત્કારના અતિરેકવાળી એ કથા ગુંથવામાં આવેલી જણાય છે.
(૪) વિરાગેપદેશક કળાઓ, જેનું લગભગ સઘળું સાહિત્ય વૈરાગ્યોપદેશક છે, તે સાથે જૈનાચાર્યોએ અને જૈન મુનિઓએ ગુંથેલી કથા-વાર્તાઓ સશે વૈરાગ્યપદેશક માલૂમ પડે છે. ઐતિહાસિક કથાઓ, રાજકથાઓ, ચમત્કારિક કથાઓ એ સર્વમાં પરિણામે વૈરાગ્યને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને તેથી પ્રસંગોપાત રસની વિવિધતા જોવામાં આવે છે છતાં તેને અંત તે વૈરાગ્યમય શાક્તરસમાં જ આપવામાં આવેલું હોય છે. ઘણું શૃંગારરસથી ભરેલા રાસો પણ અંતિમ વિભાગમાં વૈરાગ્યજનક અસરથી ભરપૂર માલૂમ પડે છે. “જૈન” શબ્દમાં સમાએ ઉચ્ચ હેતુ–જે પરિપુ ઉપર જય મેળવી મેગતિને પામવાનો છે તે જૈન સાહિત્યના પ્રત્યેક અંગમાં આ રીતે પ્રાધાન્ય ભોગવત માલૂમ પડે છે. જૈન આચાર્યો અને મુનિઓએ રચેલી કઈ ઢાળ કવિતા કે વાર્તામાં વૈરાગ્યમય પરિણામ વિના બીજું કશું જોવામાં આવશે નહિ, એ બાબત “જૈન” શબ્દ ઉપર તેઓનું કેવું અનિમેષ ધ્યાન લાગી રહ્યું હશે તેનું સુચન કરનારી થઈ પડે છે. કથાઓના આલેખનમાં પરિણામ વૈરા
મય લાવવા છતાં આ લેખ રસપરિપત્તિ કરવાની શક્તિમાં ન્યૂનતાવાળા જણાયા નથી. કરૂણું અને શાન્તરસ તરફ તે તેનો સ્વભાવ સહજ દેરાએલેજ હોય છે, પરંતુ શૃંગાર, હાસ્ય અને ભયાનક રસમાં પણ તેઓ સારી રીતે આગળ વધેલા જણાયા છે. બિભત્સરસ કથાવાર્તાઓના પ્રસંગમાં બહુ ઉભરાતા નથી તેથી તે સ્વલ્પ જણાય છે.
આ રીતે તેનું કથાસાહિત્ય રસમયતાના ધરણથી પણ ભાષા ઉપર માંટે ઉપકાર કરનારું જણાય છે.
(૫) ચમત્કારિક કથાઓ, અસંભવ દોષથી ભરેલી ચમત્કારિક કથાઓ સામાન્ય સમાજને માટે ગુજરાતી સાહિત્યમાં બહુ ઉભરાવા લાગી છે અને એવી કથાઓ ગહન વિચારોવાળી કથાઓ નહિ સમજી શકનારાઓને બહુ આનદ આપનારી થઈ પડે છે. આવી કથાઓ જૈન સાહિત્યમાં છે ખરી પરંતુ અન્ય કથાઓના પ્રમાણમાં બહુ ઘેડી છે. વસ્તુતઃ લોકોત્તર કથાઓ ચમત્કારથી ભરેલી જણાય છે, પરંતુ તે કથાઓ અવિનાના ચમત્કાર બતાવવા માટે રચાયેલી હેતી નથી. ઉચ્ચ હેતુમય દૃષ્ટિથીજ જૈન કથાસંગ્રહ લખાએલે હોવાથી આવી વાર્તાઓ જૈન સાહિત્યમાં નથી. આ પ્રકારની વાર્તાઓ લંકા ઉપર કાંઈ ઉપકારક અસર કરનારી હતી નથી અને પરોપકાર કરવા માટે દિક્ષિત થએલા જૈન મુનિઓએ જ કારણથી