________________
| જૈન કથા સાહિત્ય.
માજને બહુ આનંદ આપે છે. આ વાર્તાઓ બહુધા બુદ્ધિચમત્કારવાળી હોય છે અને તેવી વાતે વાંચનારાઓ તેમાંથી કાંઈ ઉચ્ચ બેધ લેઈ શકતા નથી, પરંતુ કિંચિત્ અંશે બુદ્ધિના વિકાસને અનુભવે છે. આ વર્ગણામાં આવતી જૈન કથાઓમાં બુદ્ધિચમત્કાર ઉપરાંત ઉપદેશનું તત્ત્વ પણ ખાસ કરીને ગુંથવામાં આવેલું હોય છે. રાજા વિક્રમાદિત્યની પેઠે શ્રેણિક રાજાના સમયમાં જ બનેલી કથાઓ જેનોના આ પ્રકારના કથાસાહિત્યમાં વિશેષ ઉભરાય છે. સામાન્યતઃ જે કોઈ રાજા કાંઈ વિશિષ્ટતાવાળો અને પરાક્રમી થઈ ગયો હોય છે તેનાજ સમયની વાર્તાઓ રચાય છે અને ગવાય છે. આપણું નાના મોટા રાસ અને હાળામાં આ પ્રકારનું કથાસાહિત્ય છે અને છેલ્લાં થોડાં વર્ષોમાં તે ઉપરથી ગદ્યવાર્તાઓ પણ લખાય છે. કેટલીકવાર આવા બુદ્ધિ ચમત્કારવાળી કલ્પિત કથાઓને ઇતિહાસ સાથે પણ જોડી દેવામાં આવે છે અને એ માર્ગ શ્રેતાઓને ઉત્તમ પ્રકારે બધ આપવાને હેતુ સાધી લેવામાં આવે છે.
આ પ્રકારની એક કથાનું એક દષ્ટાંત અહીં લખવું અનુચિત નહિ લેખાય. માળવાના રાજા મુંજરાજની ખોપરીનું એક વિચિત્ર દષ્ટાંત જૈન પદ્યસાહિત્યમાં જોવામાં આવ્યું છે. પ્રબંધ ચિતામણીમાં રાજા મુંજનો એક પ્રબંધ છે, તેમાં જણાવવામાં આવ્યું છે કે, મુંજ ઉપર તેલ ચડાઈ કરી હતી અને મુંજને કેદ કરીને તૈલપ પિતાના દેશમાં લાવ્યો હતે. કેદખાનામાં મુજે તૈલપની વિધવા બહેન મૃણાલવતી સાથે પતિ જોડી હતી. કેટલાક વખત પછી માળવાના મંત્રી રૂદ્રાદિત્યે ત્યાં આવીને એક સુરંગ ખોદાવી તેનું મહતું કેદખાનામાં લાવી મુંજને નસાડી લઈ જવાનો પ્રયત્ન કર્યો, પણ મુંજને તૈલપની વિધવા બહેને ફસાવ્યો અને મુંજ સુરંગમાં નાસતાં નાસતાં પકડાયો. તૈલપે મુંજને ભિખારીના વેશમાં ત્રણ દિવસ સુધી ગામમાં ફેરવ્યો અને પછી તેનો શિરચ્છેદ કરાવ્યું. તેનું મુડદું જંગલમાં રઝળતું રહ્યું. તે મુદ્દે તે પશુ પક્ષીઓ ખાઈ ગયાં પણ હાડકાં પડયાં રહ્યાં. એકવાર કઈ એક વણિક એ જંગલને માર્ગે નીકળ્યો તે તેણે મુંજની ખોપરી જોઈ અને તે ખોપરીના કપાળમાં “શું વીતી શું વીતશે” એ પ્રકારના કુદરતી અક્ષર જોયા ! મુંજને માથે ઘણું ઘણું વીત્યું હતું, પરન્તુ આ ખોપરીને માથે વળી બીજું વીતવાનું રહ્યું હશે ? એ કૌતુહલિક પ્રશ્ન તે વણિકના મગજમાં ઉપસ્થિત થતાં તેણે તે ખોપરી ઉપાડી લીધી અને ઘેર લાવીને તેને એક પેટીમાં સુરક્ષિત રાખી. રોજ હવામાં ઉડીને તે વણીક પેટી ખોલીને ખોપરી જેતે હતિ-એવું જાણવાના હેતુથી કે એ ખોપરીપર આખા દિવસમાં કાંઈ બીજું વીત્યું છે કે નહિ. રોજ આ પ્રમાણે જેવાથી વણિકની સ્ત્રીને સંશય ઉત્પન્ન થયો. પિટીમાં પરી છે એ વાત તે જાણતી નહોતી. તેણે પતિની ગેરહાજરીમાં પેટી ખોલી અને તેમાં ખોપરી જોતાંજ તે આશ્ચર્ય સાથે પતિ ઉપર કુદ્ધ બની પિતાને પતિ ખાપરી જેવી અપવિત્ર વસ્તુને લાવીને પેટીમાં મૂકે એ વાત તે ધર્મશીલ સ્ત્રીથી સહન થઈ શકી નહિ. તેણે પરી લઈ લીધી અને તેને ખાંડીને તેને બારીક ભૂકો કર્યો. તે સ્ત્રીને પતિ ઉપર એટલે કે આવ્યો હતો કે તેજ ખાપરીને ભૂકો રોટલી, દાળ, કઢી વગેરેમાં મિશ્રિત કરીને તેમાં સ્વાદિષ્ટ બીજા પદાર્થો ઉમેરીને પતિને ખવરાવ્યું ! જમ્યા પછી વણિકે પેલી ખોપરીની તપાસ કરી તે પેટીમાં જઈ નહિ. તેણે પિતાની સ્ત્રીને એ સંબંધી પૂછયું કે તેણે કહ્યું “ રોજ રોજ જે ચીજનું તમે દર્શન કરતા હતા તે ચીજ મેં તમારા પેટને સોંપી છે, કે જેથી તમારે દર્શન કરવાની