________________
૩૬૪
શ્રી જૈન કૅન્ફરન્સ હેર૭.
કથાઓનું સાહિત્ય જૈનોમાં અન્ય ધર્મઓના તે પ્રકારના સાહિત્ય કરતાં કેવળ ભિન્ન પ્રકારનું છે. ઈશ્વરને વ્યક્તિરૂપ માનનારાઓનું કથાસાહિત્ય-લૈકિક કથાસાહિત્ય તેનાં પુરાણોમાં જ મુખ્યત્વે કરીને સમાઈ રહેલું છે. પરમાત્માએ પોતાની અતુલ શક્તિ વડે અમુક અમુક પર્વત તોડી નાંખ્યા, વાયુને વહતે બંધ કરી દીધો, પાણીને ભાવી રાખ્યું ઇત્યાદિ ચમત્કારોના સૂચનથી એ પરાણિક કથાઓ ભરેલી હોય છે અને એ રીતે શ્રેતાઓ ઈશ્વરઉપર અનન્ય શ્રદ્ધા રાખતા થાય તેવો પ્રયત્ન કરવામાં આવેલ હોય છે. જૈન (લકાત્તર) કથાઓમાં બહુધા શુભ અને અશુભ કર્મોને પરિણામે જીવ કેવી શુભાશુભ જાતિઓમાં પુનર્જન્મ પામે છે તેનું વર્ણન કરવામાં આવેલું હોય છે. અદભુત અને ભયાનક . રસના સંબંધમાં તે જૈનની કથાઓ બીજાઓની કથાઓથી કોઈ પણ રીતે ઉતરતી જણાતી નથી, બલકે કેટલીક વાર રસપરિપત્તિમાં ચઢીયાતી જોવામાં આવે છે. ગરૂડ પુરાણુને ભયાનક રસ જૈનની ઘણી કથાઓમાં ઉભરાતો જોવામાં આવે છે. ખાસ કરીને વાર્તાઓમાં ઈશ્વરના સર્વોપરિપણુના અને સર્વવ્યાપકતાના ચમત્કારો કરતાં જીવન-કર્મ પરિપાકથી પરિણમતી નીચ વા ઉચ ગતિના આલેખ તે શ્રેતાઓને વધારે બુદ્ધિગમ્ય અને અસરકારક માલુમ પડે છે.
(૨) ઐતિહાસિક કથાઓ ઐતિહાસિક કથાઓના સંબંધમાં જૈન સાહિત્ય ઘણું પછાત જોવામાં આવે છે. જૈન અને જૈનેતર મહાપુરૂષનાં જે ચરિત્રો પ્રાચીન સમયમાં જૈન આચાર્યોને હસ્તે લખાએલાં છે તે બહુધા કથાના રૂપમાંજ લખાએલાં છે અને તેવી કથાઓ ના સંગ્રહ તેજ જૈનોનું ઐતિહાસિક કથાઓને લગતું સાહિત્ય છે. ‘ત્રિપષ્ટિશલાકા પુરૂષચરિત્ર ” એ એવા ચરિત્રોના સંગ્રહનો મુખ્ય ગ્રંથ છે. તેમાં તીર્થકરો, વાસુદેવ, ચક્રવતીઓ વગેરેનાં ચરિત્રની કથાઓ રસિક પ્રાચીન ઢબથી આળેખાયેલી છે. જેનેતર પુરાણો કરતાં કાંઈક ઉચ્ચ શ્રેણી પર ઉભું રહેતું એ એક જૈનીય પુરાણું છે. દેવપ્રભસૂરિકૃત પાંડવચરિત્ર' એ જેનું મહાભારત છે અને તેવુંજ એક જૈન રામાયણ પણ છે, જે ત્રિષ્ટિશલાકા પુરુષ ચરિત્રમાં સમન્વિત છે. તે ઉપરાંત “ભારતેશ્વર બાહુબલી', જગા ચરિત્ર, હરિ વિક્રમચરિત્ર’ એવાં પ્રકીર્ણ ચરિત્ર ગ્રંથો પણ છે. “કુમારપાળ ચરિત્ર, કુમારપાળ પ્રબંધ.”
પ્રબંધ ચિંતામણિ, વિકમ ચરિત્ર’ એ સઘળા ચરિત્ર ગ્રંથૈ જૈન અને જૈનેતર ઈતિહાસની વાર્તાઓના ગ્રંથો છે. ‘દ્વયાશ્રયની શૈલી દિધા છે તો પણ તેમાંની વર્ણનશૈલી કાવ્ય અને કથાની મધ્યવર્તિની છે. લીલાવતી, સુલસા, રત્નપાલ, ધર્મલકુમાર, ઈત્યાદિને લગતાં ચરિત્રો પણ પ્રાચીન જૈન વાર્તાસાહિત્યમાં લેખાય. આ વર્ગમાં અપાતી કેટલીક કથાઓ એવી છે કે જેમને અતિહાસિક કે કલ્પિત ગણામાં મૂકવાથી ઉભય રીતે શા કાશીલ રહેવું પડે છે.
(૩) રાજકથાઓ રાજાઓનાં પરાક્રમો ને કલકલ્પિત કથાઓ પણ સામાન્ય લેકસાહિત્યની પેડ જૈન સાહિત્યમાં પણ ઘણી છે. લેકસાહિત્યમાં જે કથા વાર્તાઓ છે તે કરતાં એ પ્રકારની જૈન કથા વાર્તાઓમાં એક પ્રકારનું વિશિષ્ટ તત્વ રહેલું છે. પરદુઃખભંજન રાજ વિક્રમાદિત્યની ભેજ અને કાલિદાસની કે અકબર અને બિરબલની નાની મોટી વાર્તાઓ પ્રાકૃત્ર જનસ