________________
જેવાનું કથાસાહિત્ય. जैनोनु कथासाहित्य.
(લખનાર રા. ચુનીલાલ વર્ધમાન શાહ)
જૈન આચાર્યોએ આર્યાવર્તને અનેક પ્રકારનું સાહિત્ય વારસામાં સોંપ્યું છે, તે સાહિ ત્યને કેટલાક વિભાગ કથાસાહિત્યને પણ છે. સંસ્કૃત, પ્રાકૃત અને માગધી ભાષામાં લખાએલા ગ્રંથને મોટો સંગ્રહ જૈન ગ્રંથભંડારમાં છે અને તેવા ગ્રંથો બહુ ઓછા પ્રસિદ્ધ થયા છે એટલે ગુજરાતી સાહિત્ય ઉપર એ ગ્રંથભંડારેએ જોઈએ તેટલે ઉપકાર કર્યો નથી, તથાપિ તે એક અમૂલ્ય ખજાનો છે અને ભવિષ્યમાં તે ગુજરાતી ભાષાના સાહિત્યમાં વૃદ્ધિ કરનારું એક મોટું સાધન થઈ પડશે એવી આશા રાખવી એ કેવળ વ્યર્થ નથી. આ હસ્તલિખિત જૈનસાહિત્યમાં અનેક ચરિત્રના અતિહાસિક ગ્રંથો અને કથાવાર્તાનાં નાનાં મોટાં પુસ્તકે હેવાં સંભવિત છે, અને તેવું માનવાનું એટલા ઉપરથી જ બને છે કે જેનેનું કથાસાહિત્ય-સમુચ્ચયે ગુજરાતમાં પ્રવર્તતા અન્યધાર્મિઓના કથા સાહિત્ય કરતાં કોઈ પણ રીતે ઓછું નથી. પ્રસિદ્ધ થઈ ગએલું એ પ્રકારનું સાહિત્ય જ્યારે આટલું મોટું છે, ત્યારે અપ્રસિદ્ધ સાહિત્યના ગ્રંથભંડારમાં બીજા અનેક જવાહર છુપાઈ - રહેલાં હશે એમ કેમ ન કહી શકાય ? અતુ ! અત્યારે તે આપણે આપણા હાથમાં જૈન સાહિત્યમાંના જે કથાથો બહાર પડી ચૂક્યા છે તે ઉપરથી જ તે સાહિત્યના વિસ્તારનું અવેલેકન કરીશું.
જૈન કથાઓના પ્રકાર. જૈન કથાઓની રચના મુખ્યત્વે કરીને સૂત્રોમાં કોઈ કોઈ પ્રસંગે આવતા ટુંક ચરિત્રો પરથી કરવામાં આવેલી જણાય છે અને કોઈ કોઈ કથાઓ જે માત્ર રૂપક જેવીજ હોય છે તે ચોક્કસ પ્રકારનો ઉપદેશ શ્રેતાઓના મગજમાં ઠસાવવા જાણે કપિત ગુપ્પનથી રચવામાં આવેલી જણાઈ આવે છે. કથાઓ રચાવાના–રચાઈ જવાના બીજા અનેક પ્રકારો છે અને તે તે પ્રકારો વડે ધીમે ધીમે નાની મોટી કથાઓ બીજાઓની પેઠે જૈનોમાં પણ દાખલ થઈ હોવી જોઈએ. આ સર્વ કથાઓને આપણે તેઓનાં જુદાં જુદાં લક્ષણોને અનુસરીને સાત વિભાગમાં વહેંચી નાંખીશું. (૧) લોકોત્તર કથાઓ, (૨) ઐતિહાસિક કથાઓ, (૩) રાજકથાઓ. (૪) વૈરાગ્યપદેશક કથાઓ, (૫) ચમત્કારિક કથાઓ, (૬) સાંસારિક કથાઓ, અને (૭) નવલકથાઓ.
(૧) લકત્તર કથાઓ. જીવનું સ્વરૂપ અને મુક્તિમાર્ગના સુચનના સંબંધમાં સઘળા ધ ન્યુનાધિક અંશે જુદા પડે છે. વેદ ધર્મ, વૈષ્ણવો, શેવ સર્વ કઈમાં જીવના સ્વરૂપના સંબંધમાં કોઈ કાંઈ મતભેદ છે, છતાં તેઓ સર્વ સર્વોપરિ પરમાત્માને-ઈશ્વરને જગતના કર્તા ભર્તા અને હર્તા તરીકે કબુલ રાખે છે. જેને કઈ આવી એક પરમાત્મ વ્યક્તિને સર્વોપરિ નહિ માનતાં બંધ અને મેલ આપનાર તરીકે વિવિધ કર્મપરિપાકને માને છે, તેથી લોકોત્તર