________________
૩૬૦'
શ્રી જૈન કૅન્ફરન્સ હેરા. સ્વતંત્રતાને બદલે પરતંત્રતા રહે છે; પિતાના વિચારને બદલે બીજાના વિચારે પ્રગટ કરતાં કરવી પડતી છેતરપિંડીનું પાતક લાગે છે. પ્રગટ થએલા વિચારો અને નિરંતરના આચારે વચ્ચે કઈ પ્રકારનું કાર્યકારણભાવ રહેતે નથી, એટલે આચારનાં રૂપાંતર અને ઉચ્ચતા સધાતાં નથી.
સારાંશમાં, જૈન ધનાઢય હેવાથી, વેપારી હોવાથી, અને ઘણાં સાંસારિક બંધનોથી મુક્ત હોવાથી ગુજરાતના નવજીવનને યોગ્ય કેળવણીની ખીલવણીમાં આગળ પડત, સમર્થ અને સાધ્યસાધક ભાગ લે એનાથી રૂડ દિવસ કો?
કેળવણી પછી બીજો મહત્વનો આપણું જીવનને પ્રશ્ન સાંસારિક ઉન્નતિને છે. શરૂઆતમાંજ કહ્યું કે આપણે દુનીઆની અગ્રેસર પ્રજાઓની હારમાં ઉભા રહેવું છે, એમની સાથેની હરીફાઈમાં થતો આપણો હાસ અટકાવવાને છે અને જે વાર આપણું પૂર્વજો આપણને આપી ગયા છે તેથી મોટો વારસો આપણાં સંતાનોને આપણે આપવો છે. આપણું સંસારમાં જે જે દેબ હેય, આ ઉચ્ચ સાધ્યની સાધનામાં જે જે અંતરાય આવતા હેય, તે દૂર કરવા જોઈએ.
પહેલે સવાલ આપણું ગુજરાતીઓની શરીરસંપત્તિને છે. જેવી બળવાન એ હેવી જોઈએ તેવી નથી, તેમ જોઈએ તેટલી દીર્ધાયુ પણ નથી. આપણે મલકુસ્તી કરવા અને સુખવૈભવવિલાસ ભોગવવા બળ અને આયુષ્ય નથી જોઈતાં પણ આપણું જે સાધ્ય છે તે પ્રાપ્ત કરવા. આ લેખ લાંબો થવાને ભયે આ પ્રશ્નવિશે વિશેષ નથી લખતો.
બીજે સવાલ સ્ત્રીઓની સ્થિતિ ઉન્નત કરવાનો છે. જેમાં સ્ત્રીઓ માટે હલકો અભિપ્રાય છે તે બનતી તાકીદે દુર થવો જોઈએ. દેશના ગમે તે ભાગ સાથે લગ્નથી સંબંધ થઈ શકે, ગમે તેટલી મહેકી ઉમ્મરે લગ્ન થઈ શકે એવી કામની સ્ત્રીઓ ગુજરાતની આગેવાન થવી જોઈએ. તેમની કેળવણી, સંસ્કાર, દેશપ્રીતિ, લક્ષ્મી, વ્યવહારુપણું વગેરેથી દેશના જીવનમાં તેમના દ્વારા રજ રંગ આવો જોઈએ. સંસારસેવાના મહાપ્રનમાં તેમની સામેલગિરિ થવાથી કેટલો બધો લાભ થાય ! હાલ શ્રાવિકાશાળાઓ જે કેળવણી આપે છે તે બસ નથી. તમારી પાસે પૈસે છે, હિન્દુઓ જેવાં તમારે ધર્મનાં બન્ધન નથી, સંસારમાંથી મુક્ત થવું હોય ત્યારે થઈ સાધ્વી બની શકાય છે, તે પછી સરસ્વતીનું સાસરું તમારે ત્યાંજ થવું જોઈએ—સામાન્ય ઉક્તિ છે કે સરસ્વતીનું બ્રાહ્મણોને ઘેર પીએ છે અને જૈનોને ત્યાં સાસરું. હસ્તલેખોને સંભાળથી રાખવા માટે પડેલી ઉક્તિ સમગ્ર જીવનથી ખરી પાડવા જેને પ્રવૃત્ત નહીં થાય ? તમારામાં દરવર્ષે સ્ત્રીગ્રેજ્યુએટોની સંખ્યા નહીં વધે તે કોનામાં વધશે ? યુરોપ સાથે સંબંધ રાખનારી કામમાં એ પ્રગતિમાન દેશના નારીજીવન જેવું સ્વતંત્ર ઉન્નત અને ઉદાર નારીજીવન નહીં થાય તે કેનામાં થશે ? ગુજરાતની ઈતર કામમાં એ જીવન અભિજાત કરવા તમારે તમારું નારીજીવન ફેરવવું જોઈએ. તમારી સુશિક્ષિત સન્નારીઓ અને સાધ્વીઓ દ્વારા એ કર્તવ્ય તમારે લેવું જોઈએ. શ્રાવિકાશાળાઓ સ્થાપ્યાથી સતપ માનવાનું નથી પણ એમાં ઉદ્ભવતી સુગંધ સર્વત્ર ફેલાવવાની છે.
લગ્ન સંબંધી પ્રત્યવાય ન હોવાથી-કદાચ હોય પણ તમારા ધર્મનું વાસ્તવ સ્વરુપ સમજી તે દૂર કરી દેશના અનેક ભાગ અને ઘરને જોડી દેશમાં એકતાની લાગણી તમે ન ફેલાવો–અનુભવા તો કોણ કરશે ? વૈષ્ણવો સાથે પણ તમારે લગ્ન વ્યવહાર છે. ન્હાનીસૂની તકે તમારે સ્વાધીન દેશસેવા અને જનસેવાની કેટલી બધી છે ?