________________
જૈન અને ગુજરાતનું નવજીવન.
૩૫૯ આપણામાં પણ એ ધન કેમ ન આવે ? વેપાર કરતાં ન મેળવવા જે રાત્રિ દિવસ જીવતોડ મહેનત કરીએ છીએ તેનો અર્થોભાગ પણ આવાં કાર્યોમાં ગાળી શકીએ તે અભુદયને માર્ગ સરળ નહિ થાય? સંસાર પરથી મન ઉઠી જતાં સાધુ થઈએ ત્યારે આવા પરોપકારમાં મન પરોવીએ તે શું આપણું કલ્યાણ નહિ થાય ? "
- પાશ્ચાત્ય કેળવણી એનો પૂરેપૂરા સ્વરૂપમાં આપણે નહિ લઈએ ત્યાં લગી આપણો ઉદય નથી. નોકરીમાં, વેપારમાં, ઉદ્યમમાં, ખેતીમાં જ્યાં જાઓ ત્યાં એમના જેટલા જ સાધનસંપન્ન થઈશું તે જ આપણે શુક્રવાર વળશે. | વેપારઉદ્યોગમાં આગળ પડતા જૈનોએ પિતાની લમીથી સરસ્વતીનાં મંદિરો ઠેરઠેર સ્થાપી અખિલ દેશમાં તે મંદિરોને ઘંટનાદ રાત્રિદિવસ વાગતે રાખવા ઉપરાંત તેઓએ પોતે પણ ઉંચી કેળવણી લઈ સુશિક્ષિત થવું ઘટે છે. કેળવણી લેવાથી તેઓ આપણું નવજીવનનાં પ્રશ્નો અને સ્વરૂપો વિશે માહીતગાર થશે. પિતાની વ્યવહારૂ બુદ્ધિથી પ્રશ્નના ઉકેલ ઝટ આણશે અને એવા આણશે કે દેશની પ્રગતિને લાભદાયક નીવડે. સુંબાઈમાં પગ મૂક્યાને ૧ વીરસી થઈ નથી છતાં એ લલ્લુભાઈ સામળદાસ વેપારમાંજ નહીં પણ આપણું ઈલાકાના બીજા પ્રદેશોમાં પણ અગ્રેસર થતા જાય છે એ જેનોએ લક્ષમાં લેવા જેવું છે. પ્રેમચંદ રાયચંદના સ્વધર્મીઓ આજ આટઆટલાં વર્ષ થયાં મુંબઈમાં વસે છે પણ એવું સ્થાન કેમ નથી મેળવી શક્યા ? અમદાવાદમાં આટઆટલા ધનાટય જૈનો છે છતાં ત્યાં શું આગેવાની એમના હાથમાં છે? નગરશેઠાઈ કરનાર કેસમાં ખરી નગરશેઠાઈ હવે રહી છે? આફ્રિકા તે ઘણું જતા હતા અને હાડમારી ભોગવતા હતા પણ જ્યારે રા. રા. મેહનલાલ કરમચંદ ગાંધી ગયા ત્યારે ત્યાંના મામલાએ કેવું સ્વરક્ષક અને આત્મોન્નતિકારક સ્વરૂપ લીધું? મોતીને વેપાર ઘણું જન ઝવેરીઓ કરે છે પણ લંકાનાં મોતી લેવા વિલાયતમાં વેપારીઓની “સીન્ડીકેટ” થઈ એમનો ધંધો એમના હાથમાંથી પડાવી લીધે ત્યાં સુધી એવી રીતે જોડાઈ વેપાર એક હાથે કરવાનું કેમ જેને કેમ ન સૂઝયું? કારણ કેળવણીની ખામી અને તે દ્વારા દુનીઆનું હાલનું બંધારણ કેવું છે તે પારખવાની અશક્તિ. ઘણું જૈનો વૈરાગ્યથી સાધુ થઈ જાય છે પણ પુણામાં “ધી ડેકન એજ્યુકેશન સોસાયટિ,” “ધી સર્વન્ટસ્ ફ દડીઆ સંસાયટિ” કે “નિષ્કામ કર્મમઠ” ના જેવા સાધુઓ છે તેવા કેમ કોઈ નથી થતા ? - વેપારમાં પડનારને કેળવણી લેવાને વખત નથી એવું બહાનું કાઢવામાં આવે તે ઉત્તર સ્પષ્ટ છે કે હાનું ખોટું છે. ગમે તેટલો ધીકતો વેપાર હોય છતાં રોજના કલાક બે કલાક સુશિક્ષણ માટે કહાડી શકાય. તેમ આખું વર્ષ વેપારની ધમાલ પહોંચતી નથી. અમુક મહીના શાંતિ હોય છે. અમેરિકામાં હુન્નરઉદ્યાગની નિશાળના વિદ્યાર્થીઓને રજાના દિવસોમાં સાહિત્ય, કલા, ઇતિહાસ, તત્વજ્ઞાન આદિનું શિક્ષણ આપવામાં આવે છે, તેમ વેપારની રજામાં આંહી જેને દેશના આગેવાન બનાવે એવું શિક્ષણ આપનારી શાળાઓ જૈને નહિ સ્થાપે તો કેણ સ્થાપશે? વિશેષમાં ફાયદો એવો છે કે વેપારમાં ધુમનારની કેળવણી વેદીઆ નીવડવાને ભય નહિ રહે. - શ્રીમતે એમ ધારતા હોય કે ભણતર જ્યારે જોઈએ ત્યારે જે ભાવથી લેવા માંગીએ તે ભાવથી વેચાતું મળી શકે છે. વાત ખરી છે, પણ તેથી જે સંગીન લાભની ઉમેદ છે તે પાર પડતી નથી. લક્ષ્મીના નાશ સાથે એ સરસ્વતીનો સંગ નાશ પામે છે.