________________
પટે
શ્રી જેન કૅન્ફરન્સ હેરો.
ગુજરાતના મુસલમાન બાદશાહની મસી પર એ પદ્ધતિની છાપ કાયમની પાડી છે-વગેરે વગેરે રીતે ગુજરાતના જીવન પર એમની અસર હોવાથી સ્વાભાવિક પ્રશ્ન થાય છે કે એજ દેશના નવા જીવનપર આ કોમ કે પ્રભાવ પાડશે અથવા પાડી શકે ? પ્રશ્ન મહત્ત્વનો છે; તેને ઉત્તર આપવો સહેલું નથી અને તે પણ જૈન નહિ એવા ? ગુજરાતમાં વસનારાઓ એકએકમાં ભળી ગયેલા હોવા છતાં હિન્દુઓને, મુસલમાનને. જેનેને અને પારસીઓને પિતાના પડોસીઓના જીવનના પ્રશ્નો વિશે અજબ અજ્ઞાન હોય છે–અરે ! અંદર અંદર પણ જબરું હોય છે. હિન્દુઓમાં બ્રાહ્મણોને વાણીઆના જીવનના પ્રશ્નો કે વાણીઆઓને બ્રાહ્મણના જીવનના પ્રશ્નો વિશે માહીતી હોતી નથી. આવી સ્થિતિમાં ઉક્ત પ્રશ્ન ચર્ચવાની ધૃષ્ટતા અક્ષમ્ય જ લેખાય. છતાં બે કારણે સર આ વિષયનું દિગ્દર્શન કરવા પ્રવૃત્ત થયે છું. બ્રિટિશ રાજ્યની હંફાળી છાયા નીચે, ઇંગ્લીશ પ્રજાજીવન અને વાયદ્વારા જીવન ભાવના સાથે વધતા જતા પરિચયથી આપણું દષ્ટિબિન્દુ વિશાળ બન્યું છે. શેરીના, ગામડાના, નગરના કે કેમના પ્રશ્નો કરતાં દેશના વિશાળ પ્રશ્ન આપણી સમક્ષ ઉભા થતા જાય છે. આ વિશાળતામાં નેહાના ન્હાના ભેદપભેદો અદશ્ય થઈ જાય છે એટલે આવા ઉચ્ચ અને વિશાળ દૃષ્ટિબિન્દુથી અવલોકન કરતાં બનતા લગી અન્યાય થવાનો સંભવ ઓ છે. થવાને. બીજું ઈંગ્લીશ કેળવણીએ આપણે માથે મટી ખમદારી નાંખી. છે. આપણું અસંખ્ય અજ્ઞાન બધુઓને દેરવાનું કર્તવ્ય આપણને સોંપ્યું છે. ભૂતકાળમાં જે કામ શ્રષિઓ, સાધુઓ અને બ્રાહ્મણએ કર્યું છે તે કેળવાયેલાઓને આ જમાનામાં કર- વાનું છે;–અલબત્ત યથાશક્તિ જ આ કામ તેઓ સાધી શકશે. ( વિશાળ દષ્ટિબિન્દુથી અને કર્તવ્યની પ્રેરણાથી ટુંકામાં થાય તેવું દિગ્દર્શન કરું છું. એમાં દેવો જણાય તે તે મમતાના દેપ છે–ષના નથી–એવું ગણી ઉદારતાથી જે હૃદય 'આ નકશો આંકવા તત્પર થયું છે તેનો સત્કાર કરશે.
- અત્યારે આપણે સૌથી મહત્વને સવાલ કેળવણી છે. સંસારના જે જે પ્રદેશમાં ઉન્નતિ મેળવવા આપણે ઉત્સુક હાઈએ તે તે પ્રદેશમાં કેળવણીવડે સહેલાઈથી અને ઝટ જવાય છે. આપણું ધાર્મિક, સામાજીક રાજ્યકીય, આર્થિક અભ્યદય માટે આપણે મુશિક્ષિત થવાની જરૂર છે. દુનીઆમાં અત્યારે જીવવા માટે અને એ જીવનમાં સુખભવવિલાસ સતત મેળવવા માટે હરીફાઈ ચાલે છે. આપણા પુરાણું દેશને પણ એ હરીફાઈમાં ઉતરવું પડ્યું છે. હવે એ હરીફાઈમાંથી પાર ઉતરવું હોય તે આગણે આપણું હરીફે જેટલા કે બદ્ધ તેથી વધારે સાધનસંપન્ન થવું જોઈએ. ન થઈશું તો આપણો નાશ ચોક્કસ થવાનો.'
પથ લાંબો છે અને કામ વિકટ છે છતાં પ્રયત્ન કરીશું તે ફાવશુંજ. જૈન જેવી ધનાઢય કામ આ પ્ર”નને કેવી રીતે સાહાય આપે? કેળવણીનાં ફંડ સ્થાપી તેમાંથી શિષ્યવૃત્તિઓ આપે, વિદ્યાર્થીભવને ચલાવે, ન્હાના ન્હોટાં ગામોની જરૂરિયાત પ્રમાણે નિશાળ વગેરે સાધને આપે પરદેશની કેળવણીનો અનુભવ લેવા વિદ્વાને મોકલે, વગેરે. એકલે હાથે આ સર્વ કરવાનું નથી પણ ગુજરાતના બીજા વતનીઓ સાથે મળીને; શક્તિ, વૃત્તિ અને આગ્રહ હોય તે આગેવાની લઈને. '
આપણી પડોસમાં પુણામાં દક્ષિણી બંધુઓએ સ્વાર્થત્યાગથી, કર્તવ્યનિષ્ઠાથી અને નિપુણ યાજકશક્તિથી કેળવણીનાં ભવ્ય સ્થાને સ્થાપ્યાં છે. એમની પાસે આપણું જેટલું છે. ધન નથી પણ આપણે ધનથી કિમતી મને બળ અને દેશપ્રેમનું ધન એમની પાસે છે,