________________
૩પ૭
જેને અને ગુજરાતનું નવવને. जैनो अने गुजरातनुं नवजीवन.
લખનાર – રા. રા. રણજીતરાવ વાવાભાઈ
મુંબઇ ઇલાકામાં ( વડોદરા રાજ્ય બાદ કરતાં ) જૈનની સંખ્યા ૪, ૮૯, ૯૫ર છે. ગુજરાતના વેતામ્બર અને કર્ણાટકના દિગમ્બર જૈનોની ભેગી આ સંખ્યા છે. સરકાર તરફથી પ્રસિદ્ધ થતા વસ્તિગણનાના હેવાલ (Census Reports) પરથી બન્નેની સંખ્યા જુદી પાડી શકાતી નથી. જેમ ગુજરાતમાં દિગમ્બરે છે તેમ દખણમાં કવેતામ્બર પણ છે. સિંધમાં જે જનો છે તે કચ્છને ગુજરાતમાંથી વેપાર માટે ત્યાં ગયેલા હશે. એમનામાં કેટલાક મારવાડી જૈન પણ હશે. મુંબાઈ બેટમાં ૩૦,૪૬૦ જેનો છે-- આમાં પણ વેતાઅર, દિગમ્બર અને સ્થાનકવાસી ભેળા ગણાયેલા છે તેમ દખણી અને ગુજરાતી પણ. આપણાં ગુજરાતમાં ૨,૬૯,૯૨૮ જેનો છે. કર્ણાટકમાં ફકત ૬૨,૨૮૬ છે. આ પરથી સ્પષ્ટ જણાય છે કે આપણા ઈલાકામાં ગુજરાતી જનોની સંખ્યા વધારે છે. - ગુજરાતમાં ૭૧,૮૫,૮૭૫ માણસો વસે છે; એટલે કુલ વસ્તિના લગભગ છવ્વીસમે અંશે જેને છે; છતાં દેશના જીવન પર એમને પ્રભાવ હાસુને નથી. પારસીઓ ફક્ત ૮૩,૫૬પ હોવા છતાં અગ્રેસર થએલા છે. સંખ્યા કરતાં દેશના ઐતિહાસિક અને આર્થિક જીવનમાં જેવી પ્રતિષ્ઠા મેળવાય તે પ્રમાણુ પ્રભાવ પડે છે. .
ભાવનગરની સુપ્રસિદ્ધ જૈનધર્મપ્રસારક સભાના મહોત્સવ સમયે પ્રગટ થયેલા એમના વાજિંત્રના ખાસ અંકમાં ગુજરાતના ઇતિહાસમાં જેનેએ લીધેલા ગેરવશાલી ભાગ વિશે હું એક પરિચ્છેદ લખ્યો હતો એટલે આ સ્થળે તેનું પુનઃ કથન કરતો નથી. ભૂતકાળમાંજ જેને ગુજરાતના અગ્રગણ્ય નાગરિકો હતા અને હવે નથી એવું કોનાથી કહી શકાશે અમદાવાદ શહેરમાં વધતા જતા મીલ ઉદ્યોગમાં, સુરત મુંબાઈને ઝવેરાતના વેપારમાં, મુંબઈના વેપારમાં અને ન્હાના ન્હાનાં ગામડાઓમાં પણ ગામડાની હાની લ્હાની જરૂરિયાતોને પહોંચી વળવા જામેલા ન્હાના નાના વેપારમાં પણ જનોને મેખરે રહેતા કાણે નથી જોયા ? કાઠીઆવાડમાં નાગરની સાથે રાજકારી નોકરી માટે જબરી હરીફાઈ કરનારાઓ આજે કદાચ એ પ્રદેશમાં પાછળ પડ્યા હશે પણ વેપારમાં તો આગળને આગળ વધતાજ જાય છે.
આધુનિક ગુજરાતમાં વેપાર અને ઉદ્યોગદ્વારા પૈસે પેદા કરનાર વર્ગમાં જેનો પણ આગળ પડતા છે. ગુજરાત સાથે એમને જૂન અને નિકટને સંબંધ છે. એમનાં કેટલાંક મહેણાં તીર્થક્ષેત્રે ગુજરાતમાં છે. અને વેપાર તથા ઉદ્યાગદ્વારા ગુજરાતના પ્રજાજીવનના દરેક થર સાથે તેમને નાણા પ્રકારને નાતે છે. ગુજરાતી વાણી અને સાહિત્યની એમના સાધુઓએ સારી અવિરત સેવા કરેલી છે. પોતાની ધર્મભાવના મૂર્તિ કરવા બાંધેલા મંદિરે થી હિન્દુસ્તાનની સ્થાપત્ય કલામાં ગુજરાતની જૈન પદ્ધતિ એમણે ઉમેરી છે અને
* વડોદરા રાજ્ય મુંબાઈ ઈલાકામાં ન ગણતું હેવાથી એમાં વસતા જૈનોની સંખ્યા આમાં ઉમેરી શકાઈ નથી. તેમ કચ્છને ગુજરાતની અંદર લેવામાં આવેલું હોવાથી કચ્છી જૈનોની સંખ્યા આમાં ઉમેરાએલી છે. જ્યાં જ્યાં આ લેખમાં ગુજરાતની વસ્તિ ગણાવી હોય ત્યાં ત્યાં વડોદરાની સામીલ ન લેવી.