SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન અને ગુજરાતનું નવજીવન. ૩૬૧ - તમારી પુત્રી સુશિક્ષિત અને સંસ્કારી થશે તો કેળવાયેલી બંગાલની માફક સમગ્ર હિંદમાં ભિન્નભિન્ન સ્થળે લગ્નસંબંધ બાંધશે અને જ્યાં જ્યાં તમારી વ્યાપારનિપુણ તાની ખામી હશે ત્યાં ત્યાં પિતાનાં સંતાન દ્વારા જગાવશે. આઘે શું કામ જઈએ ? દક્ષિ ના સ્વાર્થત્યાગ. દેશપ્રેમ, વિદ્યાભિરૂચિ, જકશક્તિ અને ગુજરાતના દ્રપાદકશક્તિ, વ્યવહાર નિષ્ણાતતા, દાનવીરતા આદિનો સમન્વય એ બે પ્રતિ વચ્ચેનાં લગ્નવ્યવહારથી થાય અને આપણા દેશની પ્રગતિ વધે એવો માર્ગ તમારા વિના કેનાથી અત્યાર કરવાની શરૂઆત થશે ? પતિત, અધમ, નિરાધાર રોગી આદિના ઉદ્ધારને પ્રશ્ન પણ સંસારન્નતિને લગતો છે. પાંજરાપિળ સ્થાપનાર અને નીભાવનાર જૈને ઇસ્પિતાલ, અનાથાશ્રયે. પતિતપાવક મઠે વગેરે સ્થાપે એ ધર્મ છે. નીતિમય જીવન ઉન્નત અને ઉદાત્ત કરવાની જરૂર પૂરેપૂરી સમજાવી જોઈએ. વેપાર, નીતિથીજ વધે છે અને ટકે છે. દેશની આગેવાની પણ એજ નીતિથી લેવાય છે. કેળવણીના પ્રસારથી, સંસારમાં સ્ત્રીનું સ્થાન ઉન્નતિપ્રદ કરવાથી અને ધર્મનું ખરું સ્વરૂપ જીવનમાં મૂર્તિમંત કરવાથી નીતિની ભાવના અને તદનુસાર આચરણ ઉત્કૃષ્ટ થવાનાંજ. - આપણુ રાજદારી જીવનના વિકાસમાં–પ્રાચીન કાળમાં રાજા અને પ્રજા ઉલ્યની મધ્યસ્થ રહી સર્વેનું હિત સાધનાર નગરશેઠ જે કમમાંથી થતા તે કામ આગળ પડતે અને પ્રભાવ પાડતે ભાગ ન લે એ નામોશી ભરેલું નથી? અમદાવાદના ત્રણ દરવાજા પરના શિલાલેખ અમદાવાદના નગરશેઠની પ્રજાસેવાનો જેવો અનુભવ કરાવે છે તેવો અનુભવ કરાવવાનું ભાગ્ય જૈન કોમમાં નથી? બાદશાહી અને ઈલાકેવાર, કાઉન્સીલમાં પ્રજાના પ્રતિનિધિ થઈ. મ્યુનિસિપાલિટિ અને લેકલ બોર્ડમાં સભાસદ થઈ દેશસેવા કરતાં જેને પાછળ રહે, એ જૈનો માટે જેમને અભિમાન છે તેમનાથી કેમ સંખાય ? પ્રજાના ઘરેઘરમાં વસનારી કોમ પ્રજાની જરૂરિઆ સમજી શકે, પિતાની વ્યવહારદક્ષતાથી રાજકર્તાને તેનું સ્વરૂપ યથાર્થ સમજાવી શકે અને તે પૂરી પાડવાનાં સાધનો ઉપજાવી શકે. રાજ્યની અને પ્રજાની આબાદી હોય તે જ વેપાર અને ઉદ્યોગની આબાદી છે. રાજા અને પ્રજાથી માન્ય થએલા વેપારીઓ વેપાર અને ઉદ્યોગની વૃદ્ધિમાં પડતી મુશ્કેલીઓ તરી શકે છે. લક્ષ્મીસંપન્ન જૈનો સરસ્વતી સંપન્ન થઈ આ પ્રદેશમાં પડે તે મને અને દેશને ફાયદો છે. વારંવાર તીર્થો સંબંધે રાજા પ્રજા વચ્ચે અણુરાગ થાય છે તે દૂર કરવાનું ભાગ્ય પણ આવા આગેવાનને પ્રાપ્ત થાય છે. રાજાની સેવા કરવાની છે, તેમ પ્રજાની સેવા પણ કરવાની છે. અમદાવાદમાં મ્યુનિસિપાલીટીની વ્યવસ્થામાં ધનાઢયતાને લીધે જૈનેનો સાર હાથ છે, રા. બા. રણછોડભાઈએ કે સર ચીનુભાઈએ પિતાનાં બુદ્ધિ, અનુભવ અને લક્ષ્મીથી અમદાવાદની જે સેવા આદરી છે તે સેવાન કેટલે અંશ ધનાઢય જૈનથી થયો છે ? મંદીર બંધાવવામાંજ નાગરિકકર્તવ્ય સમાપ્ત થતું નથી. નિશાળો, ગ્રંથાલય, ઇસ્પિતાલે, સંગ્રહસ્થાન, પ્રયોગશાળા, કર્મમઠ, બગીચા આદિની સ્થાપના પર જેટલું લક્ષ અપાવવું જાઈએ તેટલું અપાયું નથી. પશ્ચિમનાં ઉદ્યોગસ્થાન નગર જેવી અમદાવાદની ખીલવટ જ્યાં લગી થઈ નથી ત્યાં લગી ઉદ્યોગવીર નાગરિકના ધનાર્જનની સફળતા શી? રાજદ્વારી જીવનમાં-પ્રજાની જરૂરિયાત અને અભિલાષાઓ રાજકર્તાઓને રેશન કરી તે તૃપ્ત કરાવવા કરવી પડતી ચળવળમાં તેઓ આગેવાન ન
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy