________________
૭પર
શ્રી જૈન ફ્રાન્ફરન્સ હેરલ્ડ.
યતિ નિવૃત્તિધર્મ પાળે છે, યતિઓ ઉપાશ્રયમાં રહે છે અને સાધુએ ગામેગામ ક્રૂરતા રહે છે. આ યુતિ અને સાધુએ પેાતાને ધર્મ સખત રીતે પાળે છે; અને શ્રાવકાને ઉપદેશ આપે છે.
જૈન ધર્મમાં પણ વેદો અને પુરાણા છે. ઇંદ્રાદિ દેવાની કથા છે; અને બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને ગણપતિની ગાણુ રીતે પૂજા પણ થાય છે. પરંતુ તે ધર્મનું ખરૂં લાક્ષણિક ચિન્હ ‘ અહિંસા પરમો ધર્મ છે. ' અને આ બાબતમાં એ ધર્મની અસર આખા હિંદુસ્તાનમાં બહુ પ્રબળ થઇ છે. વેદધર્મ પણ આ અસરથી કાંઇક રૂપાંતરતાને પામ્યા છે.
"
સમય જતાં ખુદ જૈન ધર્મમાં પણ અનેક શાખાએ થઈ ગઈ છે. દિગંબર અને શ્વેતાંબર શાખાઓ પ્રસિદ્ધ છે. સિવાય અનેક ગચ્છ બંધાઇ ગયા છે. જૈતેમાં મૂર્તિપૂજા પ્રથમથી છે, પણ સ્થાનકવાસી અથવા ઢુંઢીઆ મૂત્તિને પૂજતા નથી. ઘણીવાર ગચ્છામાં માંહેામાંહે ભાજનવ્યવહાર હાતા નથી, અને કન્યાવ્યવહાર પણ હાતા નથી. માંહેામાંહે વિખવાદ અને કલહ પણ જોવામાં આવે છે. તથા-દ્રુઢીઆના કજીઆ ઠેકાણે ઠેકાણે થતા જોવામાં આવે છે. અંતરાત્મા, બહિરાત્મા, અને પરમાત્મા એવા ભેદ જૈન ધર્મ બતાવે છે, અને તેમનુ રહસ્ય એ છે કે બાહ્ય સૃષ્ટિ અને આંતર સૃષ્ટિની સાથે એકસુર થઇ રહેવુ, અને સમચિત્તતાને સેવવી. પરંતુ આવા કલહથી એ ઉદ્દેશ ફળીભૂત થતાજ નથી એ વાતૃ સુજ્ઞ વાંચનારને સમજાવવી પડે એમ નથી. હિંદુસ્તાનને અત્યારે ઐક્યભાવનાની કેટલી બધી જરૂર છે એ વાત દરેક વિચારક સારી પેઠે સમજે છે, પરતુ ધરમાં કલહ, નાતમાં કલહ, જાતમાં કલહ, રેલવેમાં એ ઘડી જ સાથે બેસવાનું હાય ત્યાં પણ કલહુ; આવી અત્યારની સ્થિતિ ઘણી શૈાચનીય છે. એ સ્થિતિ દૂર કરવાના પ્રયાસ દરેક સમજીએ કરવા ઘટે છે.
મુસલમાની રાજ્ય સિવાય ધર્મને નામે આપણા દેશમાં સ્કૂલ થયા નથી કે ત્રાસ વરતાયા નથી એ વાત ખરી છે, પણ સાથે સાથે અનેક મતમતાંતરને લીધે એક બીજાની વચ્ચે ગાઢ પરિચય અને ભ્રાતૃભાવ પણ જામ્યા નથી એ વાત પણ સાચી છે. ગમે તે ધર્મ માનો, પણ આપણે બધા એકજ ભૂમિનાં બાળકા છીએ એ વાત કાઈ એ પણ ભૂલી જવી જોઇતી નથી. અને ગૂઢ તત્ત્વચિંતનના ગહન પ્રશ્નાને એક કારે રાખતાં, આર્યાવર્તના અનેક ધામાં મુદ્દે સામ્ય જ રહેલુ છે. કયા ધર્મ ચેરી કરવાની પરવાનગી આપે છે ? ક્યા ધર્મ વ્યભિચારની છૂટ આપે છે ? ક્યા ધર્મ હિંસામાં આનંદ માને છે ? ક્યા ધર્મ આચાર વિચાર વિશુદ્ધ રાખવાની ના કહે છે ? સૈાને વ્યવહારમાં વિશુદ્ધ રહી આત્માનુ કલ્યાણ સાધવુ છે; માત્ર જૂદાં જુદાં મનુષ્યોને જૂદા જૂદા રસ્તા સજ્યા છે; સૈાનું દષ્ટિબિંદુ તો એકજ છે. દરેક ધર્મના સામાન્ય અંશ લઇએ તેા જૈના બ્રાહ્મણધર્મ પાળે છે અને બ્રાહ્મણા જૈનધર્મ પાળે છે. વિવાદના વિષયે નિર્જીવ છે. એકને ટીલુ' ગમે છે, તા ખીજાને ચાંદલા ગમે છે. એક કંકુનો ચાંદલા કરે છે, તા ખીજો કૅસરના ચાંદલા કરે છે. એક માણસ ટોપી પેહેરું, અને ખીજો પાઘડી ઘાલે; અથવા એક અંગરખુ પેહેરે અને ખીજો કાટ પેહેરે; તે તે વાત આપણે લક્ષમાં લેતા નથી; તે પછી ચાંદલાની વાત એટલી બધી અગત્યની શા માટે થઇ પડે છે ? ખરું કહીએ તે આવા બાહ્યાચારમાંજ પોતાના ધર્મની સર્વ સમૃદ્ધિ માની મેડ્રેલા અજ્ઞાનીએજ ધર્મના વિવાદમાં અને તકરારમાં પડે છે,