________________
આપણને ઐક્યભાવનાની જરૂર છે.
જ જંતુઓ પણ આવી જાય છે. અજીવ એટલે જડ-જેને કર્મના ભેાગ નહિ તે. એના પાંચ ભેદ છે અને તેને પણ વિવેક કરી અનેક ભેદ કહ્યા છે. અજીવ પદાર્થ અનંત છે. દેહાર્દિ રચનાને તે પુદ્ગલ નામ આપે છે; અને તેના અણુ અને સ્કન્ધ એવા બે ભાગ પાડે છે. અણુ પુદ્ગલ અતીદ્રિય છે. સ્કન્ધ પુદ્ગલ ઇંદ્રિયગાચર હેાય છે.
૩૫૧
જીવ પણ અનંત છે અને અનાદિ છે, જીવાના ત્રણ ભેદ ; નિત્યસિદ્ધ-મુક્તાત્મા અને બહાત્મા. નિત્યસિદ્ધ તે જિન. મહાત્મા મુક્ત થાય ત્યારે મુક્તાત્મા કહેવાય છે. કર્મથી લિપ્ત થએલા જીવ બહાત્મા કહેવાય છે. કર્મ અનાદિ સાંત છે, તેથી બહાત્માને મેક્ષ સભવે છે.
*
જૈન મત પ્રમાણે કર્મથી બધાએલા પુદ્ગલથી છૂટવું તે મેક્ષ; કારણ કે તે મતમાં જીવ તા અનાદિ છે. માર્ચ કહે છે તે પ્રમાણે તે મતમાં નિર્વાણનું તાત્પર્ય દેહપુદ્ગલમાંથી છૂટવામાં છે; અસ્તિત્વમાંથીજ છૂટવામાં નથી. જૈને પુનર્જન્મ સ્વીકારે છે, અને ખરા રસ્તા ઉપર ચડયા પછી આઠ જન્મે મનુષ્યને મેક્ષ થાય છે. · અસત્ ગુરૂ, અસત્ દેવ, અસત્ ધર્મ ઈત્યાદિમાં પ્રવૃત્તિ કરી, મિથ્યાત્વાદિમાં પડી, મન વચન કાયાને કર્મમાં આ સવાવે-પ્રવર્તાવે, તે આસ્રવ.' આ આસવને રોકવા જોઇએ. તે જેનાથી રાકાય તે સંવર, તાત્પર્ય કે, મન વચન અને કાયા ઉપર કાબુ રાખી જ્ઞાનમાર્ગમાં જવું એ મેાક્ષના રસ્તા છે. કર્મ માત્ર જેનાથી નિર્જર થાય-નાશ પામે અને બાકી કાંઈ ન રહે તેનું નામ નિર્જરા; માટે તપ, ધર્મ, યાગ ઇત્યાદિ કરવાં જોઇએ. આ બધાને બહુ સૂક્ષ્મ વિસ્તાર જૈન પુસ્તકામાં કરેલા છે. સમ્યગ્નાન, સમ્યગ્દર્શન, અને સમ્યગ્યારિત્ર એ રત્નત્રય મેક્ષનાં સાધન છે, તેથી કરીને જ્ઞાન થાય છે. મેાક્ષના ખરા આધાર તેા જ્ઞાન ઉપરજ છે. જીવ, અજીવના વિવેકનું સત્ય જ્ઞાન તે સમ્યગ્નાન. ગુરૂના વચનેામાં અને આગમ કિવા શાસ્ત્રોમાં અડગ શ્રદ્ધા તે સમ્યગ્દર્શન. સમ્યગ્યારિત્રને માટે પાંચ વૃત્તા જે પંચશીલ કહેવાય છે તે કહેલાં છે. ૧ અહિંસાઃ ૨ સુન્નત્, અર્થાત્, ક્રોધ, લાભ, બીક કે ગમતમાં પણ જૂઠુ ન ખેલવું; ૩ અસ્તેય, એટલે કાઈ આપણુને જે ન આપે તે ન લેવું; ૪ બ્રહ્મચર્ય; એટલે સ્ત્રીસંગ પરહરવા; અને ૫ અપરિગ્રહ કિવા ત્યાગ, એટલે પંચે દ્રિયના આકર્ષણને વશ થઇ વિષય પ્રતિ વળવું નહિ અથવા તેને વળગવું નહિ, આ પંચશીલ મેાક્ષના માર્ગમાં આવશ્યક છે.
જ્ઞાનની પ્રક્રિયા ( Theory of Knowledge ) માં જૈને સ્યાદ્વાદી છે, અને સપ્તભંગી ન્યાય સ્વીકારે છે. આ સ્યાદ્વાદને અનેકાંતવાદ પણ કહે છે. પદાર્થા એક અંત કિ`વા નિશ્ચય નહિ તે અનેકાંતવાદ. દરેક પદાર્થ સરૂપ પણ છે અને અસત્આપ પણ છે; અર્થાત્ સદસદ્રુપ છે. પટની અપેક્ષાથી ધટ નથી અને ટની અપેક્ષાથી ઘટ છે. આમ દરેક વસ્તુ ઉભયરૂપ છે. તેના સત્ ભાગને દ્રવ્ય કહે છે અને અસત્ ભાગને પર્યાય કહે છે, દ્રવ્ય અને પર્યાય એક બીજાથી સ્વતંત્ર રહેતા નથી; પણ સાથેજ રહે છે. પદાર્થ માત્ર દ્રવ્ય પર્યાયરૂપે છે, સદસડુપે છે. અપેક્ષાથી જોતાં દ્રવ્યરૂપે બધું નિત્ય છે, અને પર્યાયરૂપે અનિત્ય છે, આમ નિત્યાનિત્યના યાગરૂપ વિશ્વ માત્ર અનેલું છે.
જૈનેામાં શ્રાવક અને યતિ એવા એ ભેદ હોય છે. શ્રાવકા પ્રવૃત્તિધર્મ પાળે છે; * જીએ સ્વર્ગસ્થ મણીલાલ નભુભાઈના સિદ્ધાંતસાર ગ્રંથ.