________________
શ્રી જૈન કૅન્ફરન્સ હેર,
મેળવી મેક્ષ સિદ્ધ પુરૂષ જે થાય તે જ એને જ અહંત કિતા તીર્થકર કહે છે. પિતાના જીવનની યાત્રા જેણે સફળ કરી હોય તે તીર્થંકર. એવા ચોવીસ તીર્થંકર જૈને માને છે. પ્રથમ ઉપભદેવ થયા. તે પછી ત્રેવીસમા પાર્શ્વનાથ થયા અને ચોવીસમા મહાવીર સ્વામી થયા. આ વીસ તીર્થંકરને ઇશ્વર ગણી જૈને પૂજે છે. જેમાં મૂર્તિપૂજા છે; અને આબુ, ગિરનાર, શત્રુંજય ઈત્યાદિ સ્થળોએ તેમણે બાંધેલા ભવ્ય અને સુંદર દેવાલય શિલ્પકળાને નમુનારૂપ આજ પણ ગણાય છે.
વિદ્વાને એમ માને છે કે આ ચોવીસ તીર્થંકરમાં પાર્શ્વનાથ કદિ ઐતિહાસિક પુરૂષ હોય પણ ખરા. પરંતુ જૈનધર્મને સતેજ કરી ચતરફ ફેલાવનાર મહાવીરસ્વામી તે ઐતિહાસિક પુરૂષ હતા એ બાબત કોઈને સંશય નથી. ભદ્રબાહુના કલ્પસૂત્રમાં મહાવીર સ્વામીનું જીવનચરિત આપેલું છે. વિદે દેશમાં આવેલા કુંદ ગામમાં તેમને જન્મ થયો હતો. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલાદેવી હતું. તેમનું પિતાનું નામ પૂર્વાશ્રમમાં વર્ધમાન હતું. તેમનું ગેત્ર કાશ્યપ હતું અને જાતે ક્ષત્રીય હતા. તેમની પત્નીનું નામ યશોદા હતું. ૨૮ વર્ષની ઉમરે, માતાપિતા ગુજરી ગયા પછી, વડીલની રજા લઈ તેમણે દીક્ષા લીધી હતી. બાર વર્ષ તેમણે તપ કર્યું હતું. તપના બીજા વર્ષથી તેઓ દિગંબરાવસ્થામાં રહેતા. આ બાર વર્ષ પછી કૈવલ્ય પદને પામી તેઓ સર્વજ્ઞ થયા; અને તીર્થકર કહેવાણા, પછી ત્રીશ વર્ષ સુધી જૈનધર્મને તેમણે બધા આપે, અને પિતાના સાધુઓની સંસ્થા સુવ્યવસ્થિત કરી. તેમના શિષ્ય ગણુ અને ગણધરે કહેવાતા. પાવા નામના ગામમાં તેમને દેહ પડ્યો હતે.
જૈન મતમાં જગતના કન્નુરૂપ ઈશ્વરને સ્વીકાર નથી; પરંતુ અહત અથવા તીર્થંકરેને ઈશ્વરરૂપ માની તેમની પૂજા કરવાને પ્રચાર છે. જગત અનાદિ છે, અને એની મેબેજ થતું ચાલ્યું આવે છે અને ચાલ્યું જશે. તેને કર્તા કોઈ સિદ્ધ થઈ શકતો નથી, તેથી કર્ણારૂપ ઈશ્વર માનવાની જરૂર રહેતી નથી. જગતમાં ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળ એવા બે કાળ વારાફરતી આવ્યા કરે છે. અવસર્પિણી કાળમાં સારી વસ્તુઓ ક્ષીણ થતી જાય છે; ઉત્સર્પિણી કાળમાં તેમની વૃદ્ધિ થતી જાય છે. દરેકના જ છે આરા છે. દુઃખ દુઃખ, દુઃખ, દુઃખ સુખ, સુખ દુઃખ, સુખ અને સુખ સુખ એવા છે આરા ઉત્સર્પિણી કાળના છે. અવસર્પિણી કાળના આરા તેથી ઉલટા એટલે સુખ સુખ, સુખ, સુખ દુઃખ, દુઃખ સુખ, દુઃખ અને દુઃખ દુઃખ એવા છે. હાલ અવસર્પિણી કાળને પાંચમો આરો એટલે દુઃખને આરે ચાલે છે. દરેક કાળમાં વીસ વીસ તીર્થંકરો થાય છે અને તેથી ધર્મની ધ્વજા ફરકતી રહે છે.
પદાર્થને અસ્તિકાય કે તત્વની સંજ્ઞા જૈન આપે છે. વિશ્વના બધા પદાર્થોને સમાવેશ તેઓ બે તત્વોમાં કરી લે છે. જીવ અને અજીવ. આ વાતનો વિસ્તાર કરી કેટલાક સાત તો માને છે અને કેટલાક નવ તો માને છે. તે નવ તત્વ આ પ્રમાણે છે; જીવ, અજીવ, પુષ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. જીવના વિસ્તારપૂર્વક ભેદ કહી છેવટે તેઓ તેના પ૬૩ ભેદ બતાવે છે; અને તેમાં ઝાડ, જીવડાં અને સૂક્ષ્મ
જુઓ જે કેબીનું નસત્ર.