________________
આપણને ઐક્યભાવનાની જરૂર છે.
૩૪
વસ્તીની વૃદ્ધિ થતી ગઈ, તેમ તેમ તેઓ આગળ ફેલાતા ગયા; કારણ કે વિશાળ પ્રદેશ તેમની સન્મુખ પડે હત; સુધારાનું મુખ્ય મૂળ ખેતી છે, અને તેથી ખેતી સુધરતાં અન્ય બાબતોમાં પણ સુધારો વૃદ્ધિ પામતે ગયો. સમાજની વ્યવસ્થા સુધટિત થતી ચાલી, અને કળા હુનર ખીલતાં ગયાં. પરદેશ જવાની જરૂર ન હોવાથી, પરદેશગમનની વિરૂદ્ધ વૃત્તિ પણ અસ્તિત્વમાં આવતી ગઈ. રાજ્યવ્યવસ્થા બંધાવા લાગી, અને લેકે સુખશાંતિમાં પિતાના દિવસે નિર્ગમન કરવા લાગ્યા.
આવા અનુકુળ સંજોગના બળે આર્યપ્રજાની ધર્મભાવના ખુબ ખીલી શકી છે; એવી કે દુનિયાના કોઈ અન્ય દેશમાં તે એટલી ખીલી નથી. વેદકાળનું સાદું જીવન જેમ જેમ વિસ્તૃત પામતું ગયું, તેમ તેમ આર્યજીવનની આ ભાવનાને પ્રદેશ પણ વિસ્તાર પામતે ગયે, અને વેદકાળમાં કવિતારૂપે થતી દેવપૂજાથી આર્યોનાં ઉન્નત બનતાં હૃદયે અતૃપ્ત થવા લાગ્યાં. કેવળ વાણીથી જ દેવતાઓને પ્રસન્ન કરવાને બદલે તેમાં ક્રિયાઓ હવે ઉમેરાવા લાગી, અને ધીમે ધીમે આ ક્રિયાઓએ યજ્ઞ યાગાદિનું સ્વરૂપ લેવા માંડયું. બ્રાહ્મણ અને આરણ્યકરોમાં આ વૃત્તિને સંતોષવાનો પ્રયાસ છે, અને વેદના મંત્રો અને યજ્ઞયાગાદિના પ્રકારને ઝીણે ખુલાસે અને સ્પષ્ટતા તેમાં આપેલાં છે. સમય જતાં આ ભાવના સૂત્રરૂપે ગુંથાવા લાગી. એમ કરતાં એક કાળ એ આવ્યું કે તે સમયે યજ્ઞ યાગાદિને પ્રચાર ઘણે વધી પડ્યો. પશુઓનાં બળીદાન અપાવા લાગ્યાં; વખતે મનુષ્યનું બળીદાન પણ અપાતું. પ્રથમ સોમપાન થતું તેને બદલે કવચિત સુરાપાન પણ થવા લાગ્યું એમ પણ કેટલાક વિદ્વાનોનું માનવું છે. બ્રાહ્મણવર્ગ બહુજ આગળ આવ્ય, કારણ કે એ વર્ગ વિના યજ્ઞ યાગાદિ થઈ શકતા નહિ. ચાર વર્ણને બદલે અનેક નાતે અને પેટા નાતે થવાનું વલણ દેખાવા લાગ્યું. અંદર અંદર વિખવાદ થવા લાગ્યો અને અંદર અંદરના કલહને લીધે દેશની દુર્દશા દષ્ટિ મર્યાદામાં ભમવા લાગી. આ સમયે લેકોને ઉદ્ધાર કરવા બૈધ અને જૈન ધર્મ બહાર પડ્યા,
આ બને ધર્મોમાં બે વાત મુખ્ય હતી. બ્રાહ્મણધર્મમાં વર્ણવ્યવસ્થાને લઈને ધર્મની બાબતમાં પણ પક્ષાપક્ષ હવે તે કાઢી નાખવો, અને કર્મમાર્ગને લીધે પશુ ઈત્યાદિની હિંસા વધી ગઈ હતી તે નાબુદ કરવી. બ્રાહ્મણે કહેતા કે ધર્મપર કેટલીક બાબતમાં અન્ય વર્ણોને અધિકાર નથી; આ વાત આ બન્ને ધર્મને રૂચી નહિ. પરંતુ અહિંસા ધર્મને બહુ આગ્રહ બાદ્ધમતને નહોત; જૈન ધર્મમાં આ વાત ગળે હતી, અને અદ્યાપિપર્યત પણ છે. સમય જતાં બાહેંધર્મ હિંદુસ્તાનમાંથી નાબુદ થયો, અને તેનું કારણ પણ સ્પષ્ટ છે. બ્રાહ્મણધર્મનું ખરું દૂષણ યજ્ઞ યાગાદિમાં થતી હિંસા હતી; અને તે વાતની સામે બાદ્ધ ધર્મની લડત જીગર પૂર્વક નહોતી. પણ જૈનધર્મ બ્રાહ્મણુધર્મની નબળાઈની ખરી નાડ પકડી; તેથી તે ધર્મનાં મૂળ ઉંડાં નખાયાં, અને અત્યારે પણ તે ધર્મ હિંદુસ્તાનમાં પ્રવર્તે છે. જૈન ધર્મ માનનારાની કુલ સંખ્યા ચૌદ લાખની ગણાય છે.
જિન ધર્મની ગ્રંથસમૃદ્ધિ ઘણી મોટી છે, તત્ત્વજ્ઞાન, ન્યાય, વ્યાકરણ, રાસ, ઈતિહાસ ઇત્યાદિના અનેક ગ્રંથ જૈનેએ લખેલા છે. આ બાબતમાં જૈન ધર્મ ઘણે માટે ઉપકાર કર્યો છે.
છે. એટલે જિનના અનુયાયીઓ. જિન એટલે વિજયી, અર્થાત પિતા ઉપર વિજય