SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ આપણને ઐકયભાવનાની જરૂર છે. ૩૫૩ અને વગર સમયે દુરાગ્રહ કરી સંતાપ પામે છે અને ખીજાને સતાપ પમાડે છે. જૈન ધર્મમાં તે સ્પષ્ટ કહ્યું છે કે કાઇનુ પણ મન દુઃખવવું નહિ; નાનામાં નાના જંતુને પણુ દુઃખ દેવુ નહિ; ત્યાં સુધી કે એવા પ્રસંગ આવે તે પોતેજ આત્મધાત કરી મરી જવું; પણ બીજાને મારવું કે દુ:ખવવું નહિ. મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે સત્ય ખેલવું, પ્રિય ખેલવું પણ સત્યને પણ અપ્રિય રીતે ન ખેલવું. આપણામાંથી કેટલા જણુ આ ધર્મ બરાબર પાળે છે ? તત્ત્વદષ્ટિએ જોતાં પણ મતભિન્નતાને અંગે ઉપજતા કલહ ત્યાજ્ય છે. સા કહે છે કે અમારા ધર્મમાંજ સત્ય છે અને તેથી તેમાંજ મેક્ષ છે. આ વાત દલીલની ખાતર કબુલ કરીએ તાપણુ ખાસ લક્ષમાં રાખવાની વાત એટલીજ છે કે મેાક્ષનાવિચારજ વ્યક્તિપ્રધાન છે, લેાકેાનું ટાળુ ભેગું મળી સામટું મેક્ષ પદને પામી ગયું. હેાય એવું ક્યાં જાણ્યું નથી. ભક્તિ અને શ્રદ્ધામાં એક પ્રકારની સુંદરતા અને સુખ રહેલાં છે એ વાતની ના નથી; પણ જે નાનથીજ મેાક્ષ થતા હાય ! તેને આધાર તે વ્યક્તિના પેાતાનાજ પરિશ્રમ અને પ્રકાશ ઉપર રહે છે. સત્ય તે એકજ હાઇ શકે છે; અને જૂદા જૂદા ધમા એ સત્યે જવાના ભિન્ન ભિન્ન રસ્તા માત્ર છે; પછી તે રસ્તા ગમે તેવા હાય તેની સાથે આપણે કામ નથી. ઉદ્દેશ તો એકજ છે, પરંતુ પાતાને સૂજે તેવા રસ્તા સા લે છે. એકજ સ્થળે જતા જાત્રાળુ અનેક પંથે વિચરે છે, તો તેથી તમને ખાટુ મેળું લાગવાનું કાંઈ કારણ નથી; આમ છે, તો પછી જૂદા જૂદા ધર્માં જોઇ ખીજાવામાં તમારે પ્રયેાજન શું છે? ખ્રિસ્તિ કહે છે કે જળમાર્જનની ક્રિયાવિના મેક્ષ નથી. વેદાંતી કહે છે કે બ્રહ્મને ઓળખ્યા વિના મેક્ષ નથી. શવા કહે છે કે શિવને માના તે મેક્ષ થાય. વૈશ્નવે કહે છે કે વિશ્વને માના તે મેક્ષ થાય. ન્યાય, સાંખ્યાદિ મતામાં પોતાની દૃષ્ટિના આગ્રહ છે. જંતા અને ખàા પોતાનું સાચું મનાવવા મથે છે. ખ્રિસ્તિએ કહે છે કે જળમાર્જન ( Baptism )ની ક્રિયા કરી ખ્રિસ્તિ થા, નહિ તે તમે નરકે જશેા. આપણે કહીએ છીએ કે અમારા દેવને માના, અને તેની તમે પૂજા કરો, નહિ તા તમારી અધારિત છે. આપણા ધર્માના દષ્ટાંત હું જાણી જોઇને આપતા નથી. સાચું ખાટું તે જાણનારા જાણે; પણ આવી મતાંધતાથી આપણી બુદ્ધિને એક જબરા આંચકે લાગે છે— ધક્કા લાગે છે. ત્યારે શું આ લેાકની પેઠે પરલાકમાં પણ પક્ષાપક્ષી હશે ? અને સૈાના વાડા જૂદા જૂદા હશે ? પ્લેટાના સોક્રેટિસ કહે છે તે પ્રમાણે શું દેવા પણ માંહેામાંહે વઢી મરતા હશે ? ત્યારે તે બિચારા દેવાની સ્થિતિ પણ દયાજનક ખરીસ્તો ! ખરી વાત એ છે કે દેશ, કાળ અને સમયના સ ંજોગેાને અનુસરી મહાત્મા પુરૂષોએ પોતપેાતાના ધર્માં કહ્યા છે અને પ્રસરાવ્યા છે; અને તેટલે અંશે દરેક ધર્મમાં સત્ય સમાએલું હાય છે. અને પોતપોતાના ધર્મ બરાબર સમજીને પાળવામાં દરેકનું અને સમાજનું શ્રેય છે. કાઇને પોતાના ધર્મ તજી દેવાનું હું કહેતો નથી. એવું પાપ હું કરૂં નહિ. હું તો ઉલટા એમ કહું છું કે દરેકે પોતાનો ધર્મ બરાબર પાળવાજ જોઇએ. દેશ-કાળને અનુસરી દરેક ધર્મ રૂપાંતરતાને પામતા આવ્યેા છે, અને એમ ફેરફાર બનવા આવશ્યક છે. તમે નહ કરો તા કાળ એની મેળે એ કામ કરશે અને પછી
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy