________________
કંદરે
શ્રી જૈન કૅન્ફરન્સ હરહ.
સ્યાદ્વાદમાં જેમ અમુક અપેક્ષાએ પ્રાણ અને આત્માને ભિન્ન કહેલ છે અને અમુક અપેક્ષાએ પ્રાણ એજ આત્મા એમ કહેવામાં આવેલ છે તેમ વેદવાદમાં પણ અમુક અપક્ષાએ પ્રાણુ અને આત્મા ભિન્ન છે એમ કહેલ છે અને અમુક અપેક્ષાએ એકજ છે એમ કહેલ છે. અપેક્ષામાર્ગ બંનેમાં એકજ રીતે લાગુ થાય છે. સઘળી ક્રિયાશક્તિનું મૂલ પ્રાણ છે. પ્રાણ, વૃત્તિભેદથી પાંચ પ્રકારે છે–પ્રાણ, અપાન, સમાન, ઉદાન, અને વ્યાન. (૧) પ્રાણ, છાતીમાં રહે છે અને નાક તથા મોં વાટે અંદર જાય છે તથા બહાર આવે છે. (૨) અપાન, ગુદાસ્થાનમાં રહે છે અને મળ તથા જળ વગેરેને નીચે લઈ જાય છે. (૩) સમાન, ડુંટીમાં રહે છે તે ખાધેલ પીધેલ–પદાર્થના સમાન ભાગ કરી જઠરમાં લઈ જાય છે. (૪) ઉદાન, કંઠમાં રહે છે તે અન્નજલના વિભાગ કરે છે. (૫) વ્યાન, શરીરમાં વ્યાપક છે તે સઘળી નાડીઓના હૈમાં ફેલાઈ રહે છે. વેદાંત પ્રમાણે પાંચ જ્ઞાનેંદ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ પ્રાણ, મન અને બુદ્ધિ એ સત્તર તત્ત્વવડે સૂક્ષ્મ શરીર બનેલું છે. પાંચ પ્રકારના કેશમાં પ્રાણમય કોશ, એ પાંચ પ્રકારના કોશમાંને એક છે. તે પાંચ કેશ અન્નમય કોશ, પ્રાણમય કોશ, મને મયકાશ, વિજ્ઞાનમય કેશ અને આનંદમય કોશ. આ પાંચે કેશને દષ્ટા તેમનાથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય છે. સ્કૂલશરીર તે અન્નમય કોશ છે. સૂક્ષ્મ શરીર કે લિંગશરીરમાં પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમય કાશને સમાવેશ થાય છે. રજો ગુણથી ઉત્પન્ન થએલ કર્મેન્દ્રિય તથા પ્રાણ સહિત પ્રાણમય કોશ છે. આનંદમય કોશ તે કારણશરીરમાં છે.
જેમ પાંચ પ્રાણ છે તેમ પાંચ ઉપપ્રાણ પણ છે, નાગ, કુર્મ, કૃકલ, દેવદત્ત અને ધનંજય. તેમાં નાગથી એડકાર આવે છે, કૂર્મથી આંખ મીચાય છે અને ઉઘડે છે, કૃકલથી છીંક થાય છે, દેવદત્તથી બગાસું આવે છે. અને ધનંજ્ય શરીરમાં રહી શરીર સ્થલ કરે છે તથા મુડદાં પુલાવે છે.
પ્રાણમય કોશ ઉપર અનય કોશની ઇમારત છે એટલે કે અન્નમય કોશને પ્રાણમય કેશને આધાર છે. પ્રાણમય કોશના ભાસની અંદરજ મનમય કોશને ભાસ છે. સ્વપ્ન પણ પ્રાણમય કેશથી આવે છે. પ્રાણમય કેશરૂપ દર્પણમાં મમય કાશરૂપ પ્રતિબિંબવડે હું નિરાકાર સ્થાનરૂપ છું એ અનુભવ આવે છે. અનુભવ એ વૃત્તિ કે કલ્પના છે. તે વૃત્તિ કે કલ્પના એજ વિજ્ઞાનમય કોશ છે. ચારે કેશથી હું જુદું છું એમ આનંદથી અનુભવી બેલવા લાગવાથી અતિ આનંદ થાય છે તે આનંદમય કોશ છે. આનંદમય કોશ જણવાવાળો તેથી જુદો શુદ્ધાત્મા છે.
પ્રાણનું મૂળ કારણ આત્મા છે, અર્થાત આત્માવડેજ પ્રાણ થએલ છે એમ બતાવવા ભગવતી શ્રુતિ કહે છે કે –
एतस्माज्जायते प्राणो मनः सर्वेद्रिाणि च ।
खं वायुज्योतिरापश्च पृथिवी विश्वस्य धारिणी ॥ અર્થ–એજ આત્મસ્વરૂપથી અર્થાત પુરત્રયના અધિષ્ઠાન અને બુદ્ધિને દશ કે તુરીયા છે સ્વરૂપ જેનું એવા શુદ્ધ ચેતન્યાત્મા બ્રહ્મથીજ ક્રિયાત્મક શક્તિવાળો પ્રાણ, મન તથા જ્ઞાનશક્તિ જેને છે એવું અંતઃકરણ, સઘળી ઇંદ્રિ, આકાશ, વાયુ, જ્યોતિ, પાણી અને સ્થાવર જંગમા-મક વિશ્વને ધારણ કરનારી પૃથ્વી ઉત્પન્ન થએલ છે.