________________
w
w
w
,
प्राण अने आत्मा संबंधी जैन अने जैनेतर दृष्टिए विवेचन.
પ્રશ્ન-પ્રાણુ અને આત્મામાં શું ફેર ? અન્ય લેકે પ્રાણ અને આત્મા બે સરખા માને છે, જ્યારે જૈન ભિન્ન માને છે, તે તે કઈ રીતે ?
ઉત્તર – જૈન દષ્ટિએ “પ્રાણુ” નો વિચાર કરતાં દશ પ્રાણ કહેલ છે. પાંચ ઈ દ્રિયનું બલ પાંચ ઇન્દ્રિયબલ પ્રાણ, છઠું મનોબલ પ્રાણ, સાતમું વચનબલ પ્રાણ, આઠમું કાયબલ પ્રાણ, નવમું શ્વાસસબલ પ્રાણ, દશમું આયુષ્યબલ પ્રાણુ. આ દશ પ્રાણને સૂક્ષ્મ વિચાર કરતાં બલ અર્થત શક્તિ એજ પ્રાણ છે એમ સમજાય છે. શક્તિ એ આત્માથી અભિન્ન હેઈ આત્મા રૂપજ છે. દશે પ્રાણ આત્માની પ્રત્યક્ષ હૈયાતી સુધી હોય છે. શરીરમાંથી આત્મા અદશ્ય થતાં દશે પ્રાણો અદશ્ય થાય છે. મતલબ કે આત્મા ઉપરજ દશે પ્રાણોનો આધાર છે, એ અપેક્ષાએ આત્મા અને પ્રાણુની એકતા છે, એટલે કે દેહમાં આત્મા હોય ત્યારે પ્રાણ અવશ્ય હેયજ અને આત્માના અભાવમાં પ્રાણનો પણ અભાવજ હેય. આત્મશક્તિની વપરાશ થવાના, આત્માની હૈયાતી જણાવાના દશ પ્રાણરૂપી દશ સ્થાનો છે અર્થત એ દશ સ્થાને વડે આત્માનું અસ્તિત્વ જણાય છે. મનરૂપ આત્મા એ દશે પ્રાણરૂપે દેહની પ્રવૃત્તિ ચલાવે છે. શુદ્ધ ચૈતન્ય છે તે તે સર્વથી અત્યંત વિલક્ષણ છે. જો કે તે વ્યાપક હેઈ તેના વડેજ મનદ્વારા પ્રવૃત્તિ ચાલે છે એ વાત ખરી છે, પણ તે અત્યંત ભિન્ન છે એ પણ પ્રત્યક્ષજ છે. દેહની પ્રવૃત્તિ દશ સ્થલ દ્વારા ચાલે છે, તે દશ સ્થલ દશ પ્રાણથી કહેવામાં આવે છે એટલે કે એ દશ દેહના આધારભૂત છે, એમના ઉપરજ દેહને નિભાવ છે, એનાં વડેજ દેહની પ્રવૃત્તિ ચાલે છે. એ સર્વથી અત્યંત વિલક્ષણ શુદ્ધાત્મા કેવલ આનંદમય છે. આત્માના સાનિધ્ય વડે–વ્યાપકપણું વડે-શરીરની પ્રવૃત્તિનાં દશ સ્થલો તે પ્રાણ કહેવાય છે. પ્રાણ પણ આત્મિક સત્તા છે એમ ગણીને પ્રાણ, જવ, ભૂત અને સત્વને એક અર્થમાં પણ સૂત્રકારે વાપરેલાં ઘણે સ્થળે જોવામાં આવે છે. જૂઓ શ્રી આચારાંગસૂત્રના ચોથા અધ્યયનના પહેલા ઉદેશમાં–-“ દવે on દવે મૂયા હશે ની વચ્ચે હતણા-” સર્વ પ્રાણુ, સર્વ ભૂત, સર્વ જીવ અને સર્વ સત્વને હણવા નહિ. આમાં પ્રાણ, ભૂત, જીવ અને સર્વમાં એક અર્થને ઉપગ છે. આમાં પ્રાણની હૈયાતી આત્માની હયાતીમાં હેઈ એટલે કે આત્માથી પ્રાણ ભિન્ન નહિ હેઈ આત્મા અને પ્રાણની એકરૂપે પ્રરૂપણું કરેલી છે. સ્થાન પર દશે પ્રાણ ભિન્ન છે. વળી આત્મા વિભુ અને નિરાકાર ચૈતન્ય લક્ષણવાળે, તેથી ભિન્ન છે, પણ પ્રાણુની સત્તા આત્માની સત્તાવડે હેઈ, સત્તારૂપે પ્રાણ, આત્માથી ભિન્ન નથી, કિન્તુ પ્રાણમાં પણ આત્માની સત્તા છે એ રૂપે પ્રાણું અને આત્મા એક છે, એમ સ્યાદ્વાદશૈલીથી સમજી શકાય છે.
એ દશે પ્રાણને હરણ કરવાં નહિ. પ્રાણુનું હરણ કરવાથી શરીરસંદર્યને વિનાશ થાય છે. શરીરસદર્યને વિનાશ કરે એ સૃષ્ટિસંદર્યને વિનાશ કર્યા જેવું ગણાય છે.
પ્રાણ અને આત્માનું ભેદભેદનું સ્વરૂપ ઉપર પ્રમાણે જૈન શૈલીએ છે. - આણના સંબંધમાં વેદાનુયાયીઓને વિચાર જોતાં આ પ્રમાણે સમજાય છે –